________________
સ્વાધ્યાય સુધા
૩૯
ઉપરની વાતના અનુસંધાનમાં જ કહે છે. રૂઢિ રૂપે થઈ પડેલી, મિથ્યાત્વને પોષણ આપતી અથવા જેનાથી કષાય ઊભા થાય એવી ક્રિયાના સંબંધમાં કોઈ પ્રસંગે બાહ્ય ક્રિયાનો નિષેધ કરવાનું કહેવામાં આવ્યું હોય તો તે ક્રિયાનો નિષેધ કરવા માટે કહેવામાં આવ્યું જ નહીં હોય. પણ એ વાત કરતાં સાંભળનારે સમજવામાં ભૂલ કરીને અમે બાહ્ય ક્રિયાનો નિષેધ કર્યો છે એમ સમજયો હોય તો તે સમજનારની ભૂલ છે. અમારો આત્મા આવી નિષેધાત્મક વાત ક્યારેય કરે નહીં. જે જગ્યાએ જે યોગ્ય હોય તે જ કરવાનું કહેતા સમજણ ફેર થઈ હોય તો તે કાઢી નાખવા જેવી છે. કારણ કે “જ્ઞાન-ક્રિયાભ્યામ્ મોક્ષ :- જ્ઞાન અને ક્રિયાનો સમન્વય એ જ મોક્ષ છે. આ સિ. શાસ્ત્રમાં કહ્યું છે કે :
જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, તહાં સમજવું તે;
ત્યાં ત્યાં તે તે આચરે, આત્માર્થી જન એહ. (૮) ૪૬. જેણે કષાયભાવનું ઉચ્છેદન કરેલું છે તે કષાયભાવનું સેવન થાય એમ કદી પણ કરે નહીં.
જેણે પોતે કષાયભાવોને પોતાના અંતરમાંથી કાઢી નાખ્યા છે તે પાછો કપાયભાવ ઉત્પન્ન કરે એવી વાતોનું સેવન અથવા એવું કાર્ય કરે જ નહિ અને જો એમ થાય તો જે છોડવાનું હતું તે છોડી દીધા પછી પાછું અંગીકાર કરવા જેવી વાત થાય, જે આત્માને તો નુકસાન જ કરે.
૪૭. અમુક ક્રિયા કરવી એવું જ્યાં સુધી અમારા તરફથી કહેવામાં નથી આવતું ત્યાં સુધી એમ સમજવું કે તે કારણસહિત છે; ને તેથી કરી ક્રિયા ન કરવી એમ ઠરતું નથી.
અમે કોઈને કોઈ ક્રિયા કરવા માટે કહીએ નહીં તો ત્યાં સુધી એમ સમજવું જોઈએ એની પાછળ કાંઈક કારણ હશે પણ તેથી કરીને તે ક્રિયા ન કરવી એમ ઠરતું નથી. સદાચારી વર્તનરૂપ ક્રિયા કરવાની તો જ્ઞાનીની સદાય આજ્ઞા રહેલી જ હોય છે. માટે જેનાથી આપણામાં સદાચાર વધે તે ક્રિયા કરવી જ જોઈએ. જેની અસર બાહ્ય રીતે સારી થાય છે. તેનું કારણ ૪૮-આંકમાં આપે છે.
૪૮. હાલ અમુક ક્રિયા કરવી એમ કહેવામાં જો આવે અને પાછળથી દેશકાળને અનુસરી તે ક્રિયાને બીજા આકારમાં મૂકી કહેવામાં આવે તો શ્રોતાના મનમાં શંકા આણવાનું કારણ થાય કે, એક વખત આમ કહેવામાં આવતું હતું, ને બીજી વખત આમ કહેવામાં આવે છે; એવી શંકાથી તેનું શ્રેય થવાને બદલે અશ્રેય થાય.
પરમકૃપાળુદેવ કારણ આપે છે. અમે નથી કહેતા કારણ જયાં સુધી સામેના જીવમાં સંપૂર્ણ યોગ્યતા ન હોય અથવા એ ક્રિયા કરવાનું કહેતાં તે ક્રિયામાં કોઈ મુશ્કેલી ઊભી થાય તેમ હોય અથવા તો કહેવામાં આવે અને તે યથાર્થ ન કરી શકે તેમ હોય, માટે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org