________________
સ્વાધ્યાય સુધા
ઉદયમાં લાવીને ભોગવી શકાય છે. પોતાના દ્વારા થયેલા દોષો, પાપો અને ભૂલોનું સ્મરણ કરીને ગુરુની સમક્ષ આલોચના, નિંદા, પ્રતિક્રમણ, ક્ષમા-યાચના કરવી તે પણ ઉદીરણાનું સ્વરૂપ છે. આનાથી પાપકર્મો નિષ્ફળ થઈ જાય છે.
૧૫૨
મનોવૈજ્ઞાનિકોના અનુસાર માનસિક રોગનું કારણ મનમાં દબાયેલી ગ્રંથિઓ છે. જ્યારે આ ગ્રંથિઓ પ્રગટ થઈને નાશ થઈ જાય છે તો તેના સંબંધિત રોગ પણ નષ્ટ થઈ જાય છે. માનસિક ચિકિત્સા પણ ઉદ્દીરણા કરવાનું એક સ્વરૂપ છે.
ઉદ્દીરણામાં રાખવાની વિશેષ સાવધાની :- ઉદીરણા માટે સાધકે શુભ ભાવમાં અપવર્તનાકરણ દ્વારા પૂર્વે બંધાયેલા કર્મોની સ્થિતિને ઘટાડવી તે અનિવાર્ય છે. સ્થિતિ ઘટવાથી કર્મ નિશ્ચિત સમયથી પહેલાં ઉદયમાં આવી જાય છે અને તે કર્મનું ફળ ભોગવીને તેનો ક્ષય કરાય છે. આ વખતે સાધકે એ ખ્યાલ-જાગૃતિ રાખવાની છે કેઉદીરણા દ્વારા કર્મ ઉદય આવે ત્યારે કષાયભાવમાં વૃદ્ધિ ન થવી જોઈએ નહીંતર ઉદીરણાથી જેટલા કર્મો ક્ષય થશે, એનાથી અનેકગણા અધિક કર્મ બંધાઈ જાય છે. ઉદીરણા વખતે પોતાના પરિણામો કષાયયુક્ત ન થઈ જાય એ મુખ્ય સાવધાની રાખવાની છે.
સમ્યક્ પુરુષાર્થથી કર્મબંધમાં પરિવર્તન કરવું સંભવિત છે. કર્મબંધની જાળમાં ફસાયેલા સંસારી પ્રાણીઓએ વારંવાર ઉત્સાહિત થઈને સમ્યક્-યથાર્થ પુરુષાર્થ કરવો જોઈએ. સમ્યક્ષણે કરવામાં આવેલો પુરુષાર્થ ક્યારેય નિષ્ફળ જતો નથી.
જ્ઞાનીઓ સામાન્યપણે જાગૃતદશામાં રહી, કર્મોની ઉદ્દીરણા કરીને કર્મોનો ખુડદો બોલાવી દે છે, પણ અજ્ઞાનીએ આ કરતાં પહેલાં આત્મજ્ઞાન મેળવવું જરૂરી છે, જેથી ઉદીરણા પણ સમ્યક્ષણે કરી કર્મ મુક્ત થઈ શકાય.
(૫) ક્ર્મબંધની ઉર્તના અને (૬) ક્ર્મબંધની અપવર્તના
કર્મોની સ્થિતિ અને અનુભાગનો નિશ્ચય કર્મબંધ વખતે રહેલ કષાયની હાજરીની તીવ્રતા કે મંદતા અનુસાર થાય છે. આ એક સામાન્ય નિયમ છે, પરંતુ કર્મ વિજ્ઞાન અનુસાર આ નિયમ એકાંતરૂપથી નથી. જીવાત્મા નવો કર્મ બંધ કરતી વખતે પૂર્વે બંધાયેલા કર્મોની સ્થિતિ અને અનુભાગ-રસની તીવ્રતામાં વૃદ્ધિ પણ કરી શકે છે. તે ઉર્તના કહે છે. (ઉત્કર્ષણ કહે છે) તેમજ જીવાત્મા નવો કર્મબંધ કરતી વખતે પૂર્વે બંધાયેલા કર્મોની સ્થિતિ અને અનુભાગ-રસને મંદ પણ કરી શકે છે તે અપવર્તના (અપકર્ષણ) કહે છે.
ઉર્તના પૂર્વે બંધાયેલા કર્મની સ્થિતિ અને રસમાં પહેલાથી વધારે પ્રવૃત્તિ કરવાથી તથા તેમા તીવ્રરસ લેવાથી ઉર્તના થાય છે. દા.ત. કોઈ વ્યક્તિ મંદ કષાયથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org