________________
સ્વાધ્યાય સુધા
૧૯
સાતમાં અપ્રમત ગુણસ્થાનકથી સાધક આગળ વધે છે અને તે ૧૩માં ગુણસ્થાનકે પહોંચે ત્યાં સુધીનો કાળ અંતર્મુહૂર્તનો છે. અંતર્મુહૂર્ત-એટલે ઓછામાં ઓછા ૯ સમય અને વધારેમાં વધારે ૪૮ મિનિટની અંદર ૧ સમય ઓછો. જયારે સાધક શ્રેણી માંડે ત્યારે તે ૧૨માંના છેડે ઘાતિકર્મનો ક્ષય કરી ૧૩મે પહોંચે છે. તેમાં શ્રેણી બે પ્રકારની છે. (૧) ઉપશમ શ્રેણી (૨) ક્ષપક શ્રેણી. ઉપશમ શ્રેણીવાળો મોહને શાંત કરીને આગળ વધે છે અને ૧૧ મે ગુણસ્થાનકે આવે છે. ત્યાં તેને રિદ્ધિ-સિદ્ધિના યોગ પ્રગટે છે જયાં તે અનંત શાતાનું વેદન કરે છે જેમાં તે લપેટાય છે અને પાછો પડે છે. જો તેણે ગુરુની ગેરહાજરીમાં અથવા આજ્ઞા વગર ઉપશમ શ્રેણી માંડી હોય તો અવશ્ય પાછું આવવું પડે. પણ જો ગુરુની હાજરી હોય અને ઉપશમ શ્રેણીએ ચડે તો ગુરુ તેને જાગૃત રાખે છે. ૧૧મે થી પાછો નીચે લાવે છે અને ફરી પાછો ક્ષપક શ્રેણીએ ચડાવે છે. ક્ષપક શ્રેણી છે તેમાં સાધક, ગુણસ્થાનક અપેક્ષાએ જે પ્રકૃતિઓ ક્ષય કરવાની હોય તે ક્ષય કરી આગળ વધે છે. તે ૧૦માં ગુણસ્થાનકે મોહનીય કર્મની બધીજ પ્રકૃતિનો ક્ષય કરી કેવળજ્ઞાન પ્રગટ કરે છે. ક્ષપક શ્રેણીવાળો ૧૧મુ ગુણસ્થાનક સ્પર્શતો નથી. કેવળજ્ઞાનદર્શન ઉત્પન્ન થયા પછી બધા સાધકનો મોક્ષમાં જવાનો કાળ જુદો જુદો હોય છે. કોઈ સાધકને કેવળજ્ઞાન ઉત્પન્ન થાય અને તરત જ આયુષ્ય પૂરું થતું હોય તો તે સીધો મોક્ષ જાય છે જ્યારે કોઈ આત્મા લાંબા કાળ સુધી કેવળજ્ઞાનીની પર્યાયમાં રહે છે. ઋષભદેવ ભગવાન ૧ લાખ પૂર્વ વર્ષમાં કાંઈક ન્યૂન વર્ષ સુધી કેવળજ્ઞાની તરીકે વિચાર્યા હતા. - હવે જયાં સુધી તેરમા ગુણસ્થાનકને સ્પર્શતો નથી ત્યાં સુધી તેની સાધના મતિશ્રુત-જ્ઞાનના આધારે ચાલતી રહે છે. મતિ અને શ્રુતજ્ઞાન પરોક્ષજ્ઞાન છે. એટલે તેને જે અનુભવ થાય છે તે પ્રતીતિરૂપ હોય છે. એટલે પ્રત્યક્ષપણે આત્માના પ્રદેશો જોવામાં આવતાં નથી. પણ આત્મા અને શરીર બન્ને જુદા જુદા દ્રવ્યો છે એવી પ્રતીતિ રહ્યા કરે છે એટલે આત્મ અનુભવ પ્રતીતિરૂપ છે એમ કહ્યું છે.
૭. આ કાળને વિષે મોક્ષ નથી એમ માની જીવ મોક્ષહેતુભૂત ક્રિયા કરી શકતો નથી, અને તેવી માન્યતાને લઈને જીવનું પ્રવર્તન બીજી જ રીતે થાય છે.
ઘણા લોકો કહે છે કે આ કાળમાં મોક્ષ નથી તો પછી મોક્ષલક્ષી ક્રિયા કરીને શું કામ છે ? તો આવી વાતો કોણ કરે છે ? જે લોકોને પુરુષાર્થ કરવો નથી તેઓ આવી વાતોનું અવલંબન લઈને કાંઈ કરતા નથી. આ કાળની અપેક્ષાએ સંપૂર્ણ મોક્ષ નથી એમ કહેવામાં આવ્યું છે કારણ કે સંપૂર્ણ મોક્ષનું દાન આપી શકે તેવા કેવળજ્ઞાનીઓની ગેરહાજરી છે. પણ મોક્ષની ખૂબજ નજીક પહોંચી શકાય તેટલો પુરુષાર્થ જીવ અત્યારે પણ કરી શકે તેમ છે તેમ શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે. સમ્યક્દર્શનને અંશે કેવળજ્ઞાન કહ્યું છે. સમ્યક્દર્શન છે ત્યાં અંશે આત્માનો પ્રકાશ છે. ૪થા ગુણસ્થાનકે અંશે છે, પમે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org