________________
સ્વાધ્યાય સુધા
તેથી વધારે, ૬ઠ્ઠા ગુણસ્થાનકે તેથી વધારે અને ૭મા ગુણસ્થાનકે આત્માના અનુભવનું વિશેષ પ્રકાશવું થાય છે જે આ કાળમાં થઈ શકે છે. માટે મોક્ષ નથી એવી વાતો ઉપર ધ્યાન ન આપતાં પુરુષાર્થ ઉપર લક્ષ રાખી આત્માને કર્મોથી હળવો બનાવવાનો પુરુષાર્થ કરવો. જે જીવોને તે પુરુષાર્થ નથી કરવો તે આ કાળમાં મોક્ષ નથી એવી વાતો કરે છે અને તેનું તેથી વિરુદ્ધ દિશામાં પ્રવર્તન થાય એટલે કે તેનું પ્રવર્તન સંસાર પરિભ્રમણ વધે એ પ્રકારનું હોય છે. સંપૂર્ણ મોક્ષ નથી થતો એનો દાખલો નીચે આપેલ છે.
૨૦
૮. પાંજરામાં પૂરેલો સિંહ પાંજરાથી પ્રત્યક્ષ જુદો છે, તોપણ બહાર નીકળવાને સામર્થ્યરહિત છે. તેમજ ઓછા આયુષ્યના કારણથી અથવા સંઘયણાદિ અન્ય સાધનોના અભાવે આત્મારૂપી સિંહ કર્મરૂપી પાંજરામાંથી બહાર આવી શકતો નથી એમ માનવામાં આવે તો તે માનવું સકારણ છે.
સિંહ બળવાન પ્રાણી છે, પણ પાંજરામાં પૂરી દેવાથી તેનું બળ ચાલતું નથી અને પાંજરાથી જુદો હોવા છતાં પાંજરામાંથી બહાર આવી શકતો નથી તેમ શરીર એ આત્માને મળેલ પાંજરું છે. પણ અત્યારે ઓછું આયુષ્ય તથા સંઘયણ-સંસ્થાનાદિ જે નામકર્મની પ્રકૃતિ છે તે એવા નથી કે જેનાથી આપણે શુક્લ ધ્યાન ધ્યાવીને સંપૂર્ણ મોક્ષ સુધી પુરુષાર્થ કરી શકીએ. જેમ સિંહ જ્યાં સુધી પાંજરું ખૂલે નહીં ત્યાં સુધી બહાર નીકળી શકતો નથી તેમ આ શરીરરૂપી પાંજરું જે મળ્યું છે તે એવું નથી કે જેની મદદ વડે સંપૂર્ણ સાધના કરી જુદા થઈ શકીએ. માટે સંપૂર્ણ કર્મક્ષય ન થાય તો એ માનવું બરાબર છે. પણ અંશે અનુભવ નથી થતો એવું નથી. એ માર્ગ આ કાળમાં હજી ખુલ્લો છે. પોતે મોક્ષમાર્ગને અનુલક્ષીને સાધના કરી થોડા ભવ બાકી રહે એટલો પુરુષાર્થ કરી ન શકે એવું નથી.
૯. અસાર એવા સંસારને વિષે મુખ્ય એવી ચાર ગતિ છે; જે કર્મબંધથી પ્રાપ્ત થાય છે. બંધ વિના તે ગતિ પ્રાપ્ત થતી નથી. અબંધ એવું જે મોક્ષસ્થાનક તે બંધથી થનારી એવી જે ચારગતિ તે રૂપ સંસારને વિષે નથી. સમ્યક્ત્વ અથવા ચારિત્રથી બંધ થતો નથી એ તો ચોક્કસ છે; તો પછી ગમે તે કાળમાં સમ્યક્ત્વ અથવા ચારિત્ર પામે ત્યાં તે સમયે બંધ નથી; અને જ્યાં બંધ નથી ત્યાં સંસાર નથી.
સંસારને અસાર કહ્યો છે. જેમાં કોઈ સાર નથી એવા સંસારને વિષે ચારગતિ છેનરક, દેવ, તિર્યંચ અને મનુષ્ય. તેમાં નરક અને તિર્યંચગતિમાં જવા માટે અશુભતમ અને અશુભતર કર્મબંધ જવાબદાર છે અને દેવ તેમજ મનુષ્યગતિ માટે શુભતમ અને શુભતર કે શુભ કર્મબંધ જવાબદાર છે. હવે જીવ જો આ અશુભતમથી માંડી શુભતમ કર્મોનો ક્ષય કરવાનો પુરુષાર્થ કરે તો મોક્ષભાવને-મોક્ષને પ્રગટ કરી શકે છે. વળી ગમે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org