________________
સ્વાધ્યાય સુધા
નામ કર્મ વડે પ્રાણીએ નવા નવા રૂપ-રંગ-આકાર આદિ ધારણ કરવા પડે છે. વિવિધ પ્રકારની પ્રકૃતિ અને વ્યક્તિત્વ પણ આ નામ કર્મનું જ કારણ છે. નામ કર્મ આત્માના અરુપીપણાને, શુદ્ધ સ્વભાવને આચ્છાદિત કરીને તેને નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવરૂપ પ્રદાન કરે છે. આત્માના અરુપીપણાના ગુણને આચ્છાદિત કરીને રૂપી શરીર અને તેને સંબંધિત અંગોપાંગાદિ પ્રદાન કરવું, આ નામ-કર્મનું કાર્ય છે.
८०
નામકર્મના બે ભેદ છે-શુભ નામકર્મ પ્રકૃતિ અને અશુભ નામકર્મ પ્રકૃતિ. શુભ નામકર્મ પ્રકૃતિ પુણ્યરૂપ છે. અશુભ નામકર્મ પ્રકૃતિ પાપરૂપ છે. નામકર્મની ઉત્તર પ્રકૃતિ આ પ્રમાણે છે.
(૧) ગતિ નામ કર્મ :- જન્મ સંબંધી વિવિધતાનું નિમિત્ત કારણ બનનાર કર્મને ગતિ નામ કહે છે. એ ચાર પ્રકારનું છે. (૧) નરકગતિ નામકર્મ. (૨) તિર્યંચગતિ નામકર્મ. (૩) મનુષ્યગતિ નામકર્મ. (૪) દેવગતિ નામકર્મ.
જ્યાં સુધી આત્માને કર્મ ભોગવવાના છે ત્યાં સુધી તેને કોઈને કોઈ ગતિમાં જન્મ લેવો જ પડે છે.
(૨) જાતિ નામકર્મ :- ઈન્દ્રિય રચના અને સંખ્યામાં નિમિત્ત બનવાવાળા કર્મને જાતિ નામકર્મ કહે છે. જાતિનો નિર્ણય કરનાર આ જાતિ નામકર્મ છે.'તે પાંચ પ્રકારના છે. (૫) એકેન્દ્રિય. (૬) બેઈન્દ્રિન્સ. (૭) તેઈન્દ્રિય. (૮) ચઉઈન્દ્રિય. (૯) પંચેન્દ્રિય.
દેવ, નારકી મનુષ્યના જીવ પંચેન્દ્રિય હોય છે અને તિર્યંચ ગતિના જીવો પાંચેય જાતિના હોય છે.
(૩) શરીર નામકર્મ :- શરીરની પ્રાપ્તિમાં નિમિત્ત બનવાવાળા કર્મને શરીર નામકર્મ કહે છે. આ શરીર પાંચ પ્રકારના છે. (૧૦) ઔદારિક (૧૧) વૈક્રિય (૧૨) આહારક (૧૩) તૈજસ (૧૪) કાર્મણ શરીર.
સંસારનો દરેક જીવ તૈજસ અને કાર્યણ શરીર સહિત જ હોય છે. દેવ અને નારકીને વૈક્રિય, તૈજસ અને કાર્પણ શરીર હોય છે. મનુષ્ય અને તિર્યંચને ઔદારિક, તૈજસ, કાર્મણ શરીર હોય છે. મનુષ્યને લબ્ધિથી આહારક અને વૈક્રિય શરીર પણ પ્રાપ્ત થઈ શકે છે.
(૪) અંગોપાંગ નામકર્મ :- શરીરના અંગ અને ઉપાંગની પ્રાપ્તિમાં નિમિત્ત કર્મ અંગોપાંગ નામકર્મ કહેવાય છે. આ ત્રણ પ્રકારનાં છે. (૧૫) ઔદારિક શરીર અંગોપાંગ (૧૬) વૈક્રિય શરીર અંગોપાંગ (૧૭) આહારક શરીર અંગોપાગનામકર્મ. તૈજસ અને કાર્પણને અંગોપાંગ હોતા નથી. હાથ, પગ, માથું, પેટ, પીઠ અને છાતી એ શરીરના અંગ કહેવાય છે. આંગળીઓ, નાક, કાન, આદિ ઉપાંગ કહેવાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org