________________
સ્વાધ્યાય સુધા
૨૦૯
(૧૯) બીજાં ઉદયમાં આવેલા કર્મોનું આત્મા ગમે તેમ સમાધાન કરી શકે, પણ વેદનીયકર્મમાં તેમ થઈ શકે નહીં, ને તે આત્મપ્રદેશ વેદવું જ જોઈએ; ને તે વેદતાં મુશ્કેલીનો પૂર્ણ અનુભવ થાય છે. ત્યાં જો ભેદજ્ઞાન સંપૂર્ણ પ્રગટ થયું ન હોય તો આત્મા દેહાકારે પરિણમે, એટલે દેહ પોતાનો માની લઈ વેદે છે, અને તેને લઈને આત્માની શાંતિનો ભંગ થાય છે. આવા પ્રસંગે જેમને ભેદજ્ઞાન સંપૂર્ણ થયું છે એવા જ્ઞાનીઓને અશાતાવેદની વેદતાં નિર્જરા થાય છે, ને ત્યાં જ્ઞાનીની કસોટી થાય છે. એટલે બીજાં દર્શનોવાળા ત્યાં તે પ્રમાણે ટકી શકતા નથી, તે જ્ઞાની એવી રીતે માનીને ટકી શકે છે.
(૨૦) પુલદ્રવ્યની દરકાર રાખવામાં આવે તો પણ તે જ્યારે ત્યારે ચાલ્યું જવાનું છે, અને જે પોતાનું નથી તે પોતાનું થવાનું નથી; માટે લાચાર થઈ દીન બનવું તે શા કામનું?
૧૧ થી ર૦ - સરળપણે સમજાય તેમ છે. માટે વિશ્લેષણ કરેલ નથી. (૨૧) “જોગા પયડિપદેસા'=યોગથી પ્રકૃતિ ને પ્રદેશબંધ થાય છે. આના માટે જુઓ. વ્યા.સા. ૧૬૫નું વિશ્લેષણ . (૨૨) સ્થિતિ તથા અનુભાગ કષાયથી બંધાય છે. તે માટે જુઓ. વ્યાં.સા.-૧૬૫નું વિશ્લેષણ. (૨૩) આઠવિધ, સાતવિધ, છવિધ ને એકવિધ એ પ્રમાણે બંધ બંધાય છે.
ગુણસ્થાનકને અનુલક્ષીને મૂળકર્મ પ્રકૃતિના બંધ કેટલા પ્રકારે થાય તે જણાવેલ છે. (૧) આઠ વિધ (૨) સાત વિધ-અપ્રમત્ત ગુણસ્થાનક સુધી આયુષ્યના બંધ સાથે આઠવિધ, આયુષ્યના બંધ સિવાય સાતવિધ. (૩) છ વિધ-સૂક્ષ્મ સપરાયવાળા-છ વિધ બાંધે (૪) એક વિધ-૧૧, ૧૨, ૧૩માં ગુણસ્થાનક વાળા-એક વિધ બાંધે. (૫) અયોગી ગુણસ્થાનક વાળા અબંધક છે. (કર્મગ્રંથ ભા.-૩ ગાથા-પ૯)
૧ર.
મોરબી, અષાડ સુદ-૧૫, ગુરૂ, ૧૫૬ (૧) જ્ઞાનદર્શનનું ફળ યથાખ્યાતચારિત્ર અને તેનું ફળ નિર્વાણ; તેનું ફળ અવ્યાબાધ સુખ.
સમ્યકજ્ઞાન-દર્શન-ક્ષાયિકપણે હોય તો જીવ યથાખ્યાત ચારિત્રને પ્રાપ્ત થાય છે, અને તેના ફળ સ્વરૂપ કેવળજ્ઞાન પ્રગટે છે, જેથી જીવને અનંત અવ્યાબાધ સુખની પ્રાપ્તિ થાય છે. તે સુખને કોઈપણ પ્રકારે બાધા પહોંચી શકતી નથી.
૧૩.
મોરબી, અષાડ વદ-૧, શુક્ર, ૧૫૬ (૧) દેવાગમસ્તોત્ર' જે મહાત્મા સમતંભદ્રાચાર્યે( જેના નામનો શબ્દાર્થ “કલ્યાણ જેને માન્ય છે', એવો થાય છે) બનાવેલ છે, અને તેના ઉપર દિગંબર તથા શ્વેતાંબર આચાર્યોએ ટીકા કરી છે. એ મહાત્મા દિગંબર આચાર્ય છતાં તેઓનું કરેલું ઉપરનું સ્તોત્ર શ્વેતાંબર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org