________________
સ્વાધ્યાય સુધા
૧૫૭
છે અર્થાત્ પાપ અને પુણ્ય પ્રકૃતિઓથી છે. દા.ત. (૧) જેમ કે વર્તમાન અધ્યવસાયોમાં વિશુદ્ધિ આવે છે. તેમ પૂર્વે બંધાયેલા પાપ પ્રકૃતિઓનો રસ અને સ્થિતિ ઘટતી જાય છે, જ્યારે પુણ્ય પ્રકૃતિઓના અનુભાગ અને સ્થિતિ આપોઆપ (સ્વત:) વધી જાય છે. (૨) જેમ જેમ કલેશિત પરિણામો વધતા જાય તેમ તેમ પાપ પ્રકૃતિઓની સ્થિતિ અને અનુભાગ વધતો જાય છે. અને પુણ્ય પ્રકૃતિઓનો અનુભાગ ઘટતો જાય છે.
આ પ્રકારે પ્રતિ ક્ષણ સાત કર્મો નિયમથી બંધાતા જાય છે, તેમ તેમ પૂર્વે બંધાયેલી સજાતીય કર્મોની સ્થિતિ અને અનુભાગ બંધમાં નિરંતર વધ-ઘટ થતી રહે છે. આનાથી એ સ્પષ્ટ થાય છે કે પૂર્વે ઉપાર્જિત કર્મોમાં હંમેશાં સતત પરિવર્તન થતું રહે છે. સંક્રમણની આ પ્રક્રિયા કાર્ય-કારણભાવના નિયમ અનુસાર પોતાના જ શુભાશુભ પરિણામો અનુસાર ચાલે છે.
આત્મા સંક્રમણ પ્રક્રિયાથી પૂર્વે બંધાયેલા અશુભ કર્મ પ્રકૃતિને તેની સજાતીય શુભ કર્મ પ્રકૃતિમાં પરિવર્તન કરીને તેના દુઃખદાયી ફળથી સ્વયંને બચાવી શકે છે અને આત્મશક્તિમાં વૃદ્ધિ થવાથી આત્મિક ગુણોનો વિકાસ પણ કરી શકાય છે. - સંક્રમણના બે રૂપ છે : (૧) માર્થાન્તરીકરણ અથવા રુપાન્તરણ (ર) ઉદાત્તીકરણ . આ માર્થાન્તરીકરણ સંક્રમણના બે પ્રકાર છે : (ક) અશુભનું શુભ પ્રકૃતિમાં સંક્રમણ થવું | અને (ખ) શુભ પ્રકૃતિનું અશુભ પ્રકૃતિમાં રુપાન્તર થઈ જવું. પ્રથમનું હિતકારી છે અને બીજુ અહિતકારી છે. સંક્રમણ દ્વારા-ક્રોધને ક્ષમામાં, અહંકારને નમ્રતામાં, માયાને સરળતામાં, લોભને સંતોષમાં, હિંસાને દયામાં, સ્વાર્થને પરમાર્થમાં, તેમજ અજ્ઞાનને જ્ઞાનમાં-પરસ્પર વર્તમાન સજાતીય પ્રકૃતિને અનુરૂપ સંક્રમિત અથવા પરિવર્તિત કરી શકાય છે. કર્મ વિજ્ઞાનના અનુસાર-પહેલા બાંધેલી પ્રકૃતિઓને વર્તમાનમાં બાંધવાવાળી પ્રકૃતિઓમાં-આદતોમાં સંક્રમિત કરી શકાય છે. સંક્રમણનું બીજુ રૂપ ઉદાત્તીકરણ છે. | નિંદા પ્રકૃતિ કે કુત્સિત પ્રકૃતિ અથવા પ્રવૃતિને ઉદાત્ત (શુભ) પ્રકૃતિ અથવા પ્રવૃતિમાં રૂપાન્તરને ઉદાત્તીકરણ કહેવાય છે. ઉદારીકરણની પ્રક્રિયા એ દોષોનું પરિમાર્જનપરિશોધન કરવાની પ્રક્રિયા છે. ઉદારીકરણમાં મનુષ્ય જે પ્રવૃત્તિ કરે, તેની પાછળ અનાસક્તિ, સમતા અથવા રાગદ્વેષની અલ્પતાનો ભાવ હોય છે. તેને ક્ષયોપશમની પ્રક્રિયા પણ કહે છે. આમાં કર્મોના કેટલાક દોષોનો સર્વથા ક્ષય કરવામાં આવે છે અને કેટલાકનો ઉપશમ થાય છે. દા.ત. પ્રશસ્ત રાગ તે રાગ-આસક્તિનું ઉદાત્તીકરણ છે. આવી રીતે દુઃખ-સંતાપ, રોગાદિ કારણે કષ્ટ, અશાંતિ વિગેરેથી મુક્ત થવાને માટે તેને પરોપકાર, સેવા, સહયોગાદિ પુણ્ય પ્રકૃતિઓમાં ઉદારીકરણ કરી શકાય છે.
કર્મશાસ્ત્રના અનુસાર ઉદ્વર્તના, અપવર્તના, ઉદીરણા અને સંક્રમણ-આ ચારે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org