________________
સ્વાધ્યાય સુધા
૧૯૭
અહીં આપેલા પ્રમાણા આત્માના નિત્યપણાને સાબિત કરે છે.
(૪) નિઃસંગપણું એ વનવાસીનો વિષય છે એમ જ્ઞાનીઓએ કહેલ છે તે સત્ય છે. જેનામાં બે વ્યવહાર, સાંસારિક અને અસાંસારિક હોય તેનાથી નિઃસંગાણું થાય નહીં.
વનવાસીનો વિષય એટલે બાહ્યથી અને અત્યંતરપણે સાંસારિક ભાવ છૂટી જવા જો ઈએ તો નિઃસંગતા-અસંગતા પ્રગટ થાય. અસંગતા પ્રગટ થયે અનુભવ થાય. આત્માની પ્રતીતિ (અપરોક્ષ અનુભવ) થાય.
(૫) સંસાર છોડ્યા વિના અપ્રમત્ત ગુણસ્થાનક નથી. અપ્રમત્ત-ગુણસ્થાનકની સ્થિતિ અંતર્મુહૂર્તની છે.
‘અપ્રમત્ત’ ગુણસ્થાનક એ સતત અંતર્મુખ ઉપયોગની સ્થિતિ છે. જે સંસારમાં રહ્યા પ્રાપ્ત થતી નથી અથવા ભાવથી આવી જાય તો લાંબા સમય સુધી ટકાવવી મુશ્કેલ હોય છે. ઉદયને અનુસરી ગૃહસ્થાશ્રમમાં તો કાર્ય કરવા જ પડે તે અપેક્ષાએ. તેમજ અપ્રમત્ત ગુણસ્થાનકની સ્થિતિ અંતર્મુહૂર્તની છે. જીવ તે સમય બાદ કાં તો શ્રેણી માંડે છે અથવા પ્રમત્ત ગુણસ્થાનકે પાછો આવે. વળી પાછો અપ્રમત્ત ગુણસ્થાનકમાં સ્થિતિ મેળવી શકે છે. આમ શ્રેણી ના માંડે ત્યાં સુધી થઈ શકે.
(૬) “અમે સમજ્યા છીએ', ‘શાન્ત છીએ', એમ કહે છે તે તો ઠગાયા છે.
પોતે સમજયા છીએ એમ માન્યતા થઈ જાય અથવા અમે ‘શાંત છીએ એમ જે કહે છે તે સ્થિતિને પામ્યા નથી, પણ છેતરાયા જરૂર છે.
(૭) સંસારમાં રહી સાતમા ગુણસ્થાનની ઉપર વધી શકાતું નથી, આથી સંસારીને નિરાશ થવાનું નથી, પણ તે ધ્યાનમાં રાખવાનું છે.
આ વાતથી નિરાશ-ઉદાસ નથી થવાનું, પણ તે ધ્યાનમાં રાખવાનું છે. અને અપ્રમત્ત સ્થિતિ બનાવવાનો પુરુષાર્થ કરી તે સ્થિતિને ટકાવવાનો પુરુષાર્થ કરવાનો છે.
(૮) પૂર્વે સ્મૃતિમાં આવેલી વસ્તુ ફરી શાંતપણે સંભારે તો યથાસ્થિત સાંભરે. પોતાનું દૃષ્ટાંત આપતાં જણાવ્યું કે પોતાને ઈડર અને વસોની શાંત જગ્યાઓ સંભારવાથી તદ્રુપ યાદ આવે છે.તેમજ ખંભાત પાસે વડવા ગામે સ્થિતિ થઈ હતી, ત્યાં વાવ પછી ત્યાં થોડી ઊંચી ભેખડ પાસે વાડથી આગળ ચાલતાં રસ્તો, પછી શાંત અને શીતળ અવકાશની જગ્યો હતી. તે જગ્યાએ પોતે શાંત સમાધિસ્થ દશામાં બેઠેલા તે સ્થિતિ આજે પોતાને પાંચસો વાર સ્મૃતિમાં આવી છે. બીજાઓ પણ તે સમયે ત્યાં હતા. પણ બધાને તેવી રીતે યાદ ન આવે, કારણ કે ક્ષયોપશમને આધીન છે. સ્થળ પણ નિમિત્ત કારણ છે.
પૂર્વજન્મની સ્મૃતિ સાથે જોડાયેલી વાત છે. સરળ છે, સમજાય તેમ છે, તેથી વિશ્લેષણની જરૂર નથી. (વિશેષપણે જુઓ. વ્યા.સા. ૧૧૭૧)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org