________________
૧૯૮
સ્વાધ્યાય સુધા
(૯) ગ્રંથિના બે ભેદ છે. એક દ્રવ્ય, બાહ્યગ્રંથિ (ચતુષ્પદ, દ્વિપદ, અપદ ઈ.); બીજી ભાવ-અત્યંતર ગ્રંથિ (આઠ કર્મ ઈ), સમ્યપ્રકારે બન્ને ગ્રંથિથી નિવર્સે તે “નિગ્રંથ'.
(૧૦) મિથ્યાત્વ, અજ્ઞાન, અવિરતિ આદિ ભાવ જેને છોડવા જ નથી તેને વસ્ત્રનો ત્યાગ હોય, તોપણ તે પારલૌકિક કલ્યાણ શું કરે?
જેણે આસ્રવના દ્વાર બંધ કર્યા નથી, તે ભલેને દિગંબર અવસ્થામાં રહેતો હોય તો પણ તેનો કલ્યાણકારી મોક્ષ-કે નિર્વાણ થતું નથી એટલે કે જન્મ-મરણના ફેરામાંથી છૂટી ન શકે. આગ્નવના દ્વાર બંધ કરવાથી પારલૌકિક-મોક્ષરૂપી કલ્યાણ થઈ શકે. (નિર્વાણરૂપ કલ્યાણ-એજ પારલૌકિક કલ્યાણ)
(૧૧) સક્રિય જીવને અબંધનું અનુષ્ઠાન હોય એમ બને જ નહીં. ક્રિયા છતાં અબંધ ગુણસ્થાનક હોતું નથી.
બાહ્યભાવમાં સક્રિયપણું હોવું અને સાથે સાથે અંતરમાં અમૃત અનુષ્ઠાન હોવું શક્ય નથી. બાહ્ય ક્રિયાઓ હોય ત્યાં સુધી અબંધગુણસ્થાનક હોતું નથી.
(૧૨) રાગાદિ દોષોનો ક્ષય થવાથી તેનાં સહાયકારી કારણોનો ક્ષય થાય છે. જ્યાં સુધી ક્ષય સંપૂર્ણપણે થતો નથી, ત્યાં સુધી મુમુક્ષુ જીવ સંતોષ માની બેસતા નથી.
(૧૩) રાગાદિ દોષ અને તેનાં સહાયકારી કારણોના અભાવે બંધ થતો નથી. રાગાદિના પ્રયોગ કરી કર્મ હોય છે. તેના અભાવે કર્મનો અભાવ સર્વ સ્થળે જાણવો.
રાગદ્વેષ, અજ્ઞાન તેમજ તેને સહાયકારી કારણોની ગેરહાજરીમાં કર્મબંધ થતો નથી. રાગદ્વેષનો અભાવ વીતરાગભાવ પ્રગટતો જાય તેમ થતો જાય .
(૧૪) આયુષ્કર્મ સંબંધી :- (કર્મગ્રંથ)
(અ) અપવર્તન=વિશેષકાળનું હોય તે કર્મ થોડા કાળમાં વેદી શકાય. તેનું કારણ પૂર્વનો તેવો બંધ હોવાથી તે પ્રકારે ઉદયમાં આવે, ભોગવાય.
ધર્મસંગ્રહણી ગ્રંથ, ગાથા ૧૦૭૦, ૧૦૭૧, ૧૦૭૪, ૧૦૭૫માં જુઓ. તથા વ્યા.સા. ૧/૧૬૯-૧૭૦માં અપવર્તન વિષે જુઓ.
(આ) “ગુઢ્યું' શબ્દનો અર્થ “બે ભાગ થવા' એમ કેટલાક કરે છે; પણ તેમ નથી. જેવી રીતે દેવું ત્રુટ્સ શબ્દનો ‘દેવાનો નિકાલ થયો, દેવું દઈ દીધુંના અર્થમાં વપરાય છે, તેવી રીતે ‘આયુષ્ય તૂટ્ય શબ્દોનો આશય જાણવો.
(ઈ) “સોપક્રમ' = શિથિલ, એકદમ ભોગવી લેવાય તે.
(ઈ) નિરુપક્રમ = નિકાચિત. દેવ, નારક, જુગલિયાં, ત્રેસઠ શલાકા પુરુષ ને ચરમશરીરીને તે પ્રકારનું આયુષ્ય હોય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org