SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ સ્વાધ્યાય સુધા કષાયના તીવ્ર, તીવ્રતર, તીવતમ અને મંદ, મંદતર, મંદતમ, ઉદયને અધ્યવસાય સ્થાન કહ્યા છે. સ્થિતિબંધનું કારણ એક જ અધ્યવસાય નથી પરંતુ અનેક અધ્યવસાયના સ્થાનો છે. અબાધાકાળ :- કોઈપણ કર્મ બંધાયા પછી જયાં સુધી ઉદયમાં નથી આવતા અથવા બાધા પહોંચાડતા નથી, ત્યાં સુધીના સમયને અબાધાકાળ કહે છે. અર્થાત્ જયાં સુધી બંધાયેલા કર્મ ઉદય અથવા ઉદીરણાને પ્રાપ્ત થઈને ફળ નથી દેતા ત્યાં સુધીના સમયને અબાધાકાળ કહે છે. અબાધાકાળમાં તે કર્મ સત્તામાં પડ્યા રહે છે. આત્મા ઉપર અસર કરાવવામાં કર્મની જેટલી વધારે સ્થિતિ હોય છે, તેના પ્રમાણમાં કર્મ બંધાયા પછી ફળ આપ્યા વિના સુષુપ્ત પડ્યા રહે છે. આ જ અબાધાકાળ છે. કર્મગ્રંથમાં કહેવામાં આવ્યું છે કે :- જે (આયુષ્ય કર્મ સિવાય) કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ જેટલા કડાકોડિ સાગરોપમ પ્રમાણ હોય છે. તે કર્મના એટલા જ સો વર્ષ પ્રમાણ ઉત્કૃષ્ટ અબાધાકાળ હોય છે. દા.ત. કોઈ કર્મની સ્થિતિ એક કોડાકોડિની છે, તો તેનો અબાધાકાળ ૧૦૦ વર્ષનો હોય. એટલે ૧૦૦ વર્ષ પછી ઉદયમાં આવે અને એક કોડાકોડિ સાગરોપમ સુધી ઉદયમાં રહેશે. સ્થિતિ બંધના બે ભેદ બતાવ્યા છે-લક્ષણા સ્થિતિ અને અનુભવ યોગ્ય સ્થિતિ. કર્મ બંધાયા પછી જયાં સુધી તે આત્મા સાથે રહે છે તે સમયને લક્ષણા સ્થિતિ કહે છે અને અબાધાકાળ પૂરો થયા પછીની સ્થિતિ તે અનુભવ યોગ્ય સ્થિતિ કહેવાય છે. નિરુપક્રમ આયુષ્ય વાળાને બંધાયેલા આયુષ્યનો અબાધાકાળ છ માસ બતાવ્યો છે. તેઓ પોતાના આયુષ્યનો ત્રીજો ભાગ બાકી રહે ત્યારે આગળના જન્મનું આયુષ્યનું કર્મ બાંધે છે. જયારે સોપક્રમ આયુષ્યવાળા પોતાના આયુષ્યના ત્રીજા ભાગે અથવા નવમા ભાગે અથવા સત્તાવીસમા ભાગે...આવતા આયુષ્યનો બંધ કરે છે. જો તે વિભાગોમાં તે આયુષ્ય બંધ ન કરી શકે તો અંતિમ અંતર્મુહૂર્તમાં આગામી આયુષ્યનો બંધ પાડે છે. જો કે અનુભાગબંધ અને સ્થિતિબંધનું કારણ કષાય જ છે. તથાપિ બન્નેમાં મોટું અંતર રહેલું છે. કષાયની તીવ્રતા થવાથી અશુભ પ્રકૃતિનો અનુભાગબંધ વધારે, જયારે શુભ પ્રવૃતિઓમાં ઓછો થાય છે. તેમજ કષાયની મંદતાથી શુભ પ્રકૃતિઓનો અનુભાગબંધ વધારે અને અશુભ પ્રવૃતિઓનો ઓછો થાય છે. તેથી પ્રત્યેક પ્રકૃતિના અનુભાગબંધનું ઓછાપણું કે અધિકતા કષાયની મંદતા કે તીવ્રતા પર આધારિત નથી. પરંતુ શુભ પ્રકૃતિઓના અનુભાગ બંધની મંદતા કે તીવ્રતા કષાયોની તીવ્રતા અને મંદતા પર આધારિત છે. જયારે અશુભ પ્રકૃતિઓનો અનુબંધની દૃષ્ટિથી કષાયની તીવ્રતા કે મંદતાનો પ્રભાવ શુભ અને અશુભ પ્રકૃતિઓ પર બિલકુલ વિપરીત પડે છે. પરંતુ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005470
Book TitleSwadhyaya Sudha
Original Sutra AuthorN/A
AuthorRasikbhai T Shah
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2007
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy