________________
સ્વાધ્યાય સુધા છે, પરંતુ આયુષ્ય કર્મ તૂટી શકતું નથી. “સ્થાનાંગ સૂત્રમાં આયુષ્ય પૂર્ણ કર્યા વિના વચ્ચે મૃત્યુ થવાના સાત કારણ બતાવવામાં આવ્યા છે.
(૧) અધ્યવસાય :- હર્ષ-શોક, ભય-મોહ અને રાગાદિના અતિરેક દ્વારા પ્રબળ આઘાત લાગવાથી.
(૨) નિમિત્ત :- વિષ, શસ્ત્ર, દંડ આદિના નિમિત્તથી. (૩) આહાર :- વધારે પડતા અથવા આહારના અભાવથી. (૪) વેદના :- શૂળ, તનાવ, ચિંતા તથા વ્યાધિજનક અસહ્ય વેદનાથી. (૫) પરાઘાત :- અચાનક ખાડામાં પડી જવાથી થતા આઘાતથી.
(૬) સ્પર્શ - સર્પદંશ આદિથી અથવા એવી વસ્તુના સ્પર્શ માત્રથી આખા શરીરમાં વિષ ફેલાઈ જવાથી
(૭) શ્વાસ-નિરોધ :- શ્વાસ લેવામાં અવરોધ આવી જવાથી.
આ સાતેય કારણો અપવર્તનીય (સોપક્રમ) આયુષ્યના છે. આ કારણોમાંથી કોઈપણ કારણનો સંયોગ થવાથી નિયત સમય પહેલાં આયુષ્ય પૂર્ણ થઈ જાય છે.
કાળ પ્રમાણે થતું મૃત્યુ અને અકાળ મૃત્યુનું રહસ્ય :- આયુષ્ય બંધના સમયે જો મધ્યમ ભાવોની મંદતા હોય તો આયુષ્યનો બંધ શિથિલ બંધાય છે. તેથી નિમિત્ત મળતાં બંધના સમયની કાળ-મર્યાદા ઘટી જાય છે. પણ જો આયુષ્ય બંધ વખતે મધ્યમ પરિણામોમાં તીવ્રતા હોય તો આયુષ્યનો બંધ પ્રગાઢરૂપથી થાય છે અને તેથી નિમિત્ત મળતાં છતાં પણ બંધ સમયની કાળની મર્યાદા ઓછી થતી નથી અને આયુષ્ય એક સાથે ભોગવી શકાતું નથી. આયુષ્યના શીઘ ભોગવવાને અપવર્તનીય અથવા અકાળ મૃત્યુ કહે છે અને નિયત કાલીન મર્યાદા પ્રમાણે આયુષ્યનો ભોગવટો કરવો તેને કાળમૃત્યુ કહે છે. અપવર્તનીય આયુષ્યમાં બંધાયેલું આયુષ્ય પૂર્ણ રૂપથી ભોગવાઈ જાય છે. અપવર્તનનો અર્થ છે શીઘ અંતર્મુહૂર્તમાં બાકી રહેલું કર્મ ભોગવી લેવું.
આયુષ્ય બંધના પ્રકાર :- આગામી જન્મની ગતિ, જાતિ આદિના બંધને આયુષ્યનો બંધ કહે છે. આવા છ પ્રકાર બતાવવામાં આવ્યા છે.
(૧) જાતિ આયુષ્ય બંધ : એકેન્દ્રિયથી માંડી પંચેન્દ્રિય સુધીની પાંચ જાતિઓ છે આત્માએ જે જાતિમાં જન્મ લેવાનો હોય છે, તે મૃત્યુ પહેલાં જાતિનો બંધ કરી લે છે
(૨) ગતિ આયુષ્ય બંધ :- નરક, તિર્યચ, મનુષ્ય અને દેવ એ ચાર ગતિઓ છે. મૃત્યુ પહેલાં આત્મા પોતાને મળવાની છે તે ગતિનો બંધ કરી લે છે. " (૩) સ્થિતિ આયુષ્ય બંધ :- મળેલા શરીરમાં કેટલો સમય રહેવાનું છે તેનો બંધ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org