________________
૧૭૬
સ્વાધ્યાય સુધા આકાર એ પર્યાય છે. એ ત્રણને લઈને સાકર છે. મીઠાશવાળા ગુણ વિના સાકર ઓળખી શકાતી નથી. તેવોજ એક ખડબચડા આકારવાળો કટકો હોય પણ તેમાં ખારાશનો ગુણ હોય તો તે સાકર નહ, પરંતુ મીઠું અર્થાત્ લૂણ છે. આ ઠેકાણે પદાર્થની પ્રતીતિ અથવા જ્ઞાન, ગુણને લઈને થાય છે; એ પ્રમાણે ગુણી અને ગુણ જુદા નથી. છતાં અમુક કારણને લઈને પદાર્થનું સ્વરૂપ સમજાવવા માટે જુદા કહેવામાં આવે છે.
(૨૦૯) ગુણ અને પર્યાયને લઈને પદાર્થ છે. જો તે બે ન હોય તો પછી પદાર્થ છે તે ન હોવા બરાબર છે. કારણ કે તે શા કામનો છે?
(૨૧૦) એકબીજાથી વિરુદ્ધ પદવાળી એવી ત્રિપદી પદાર્થમાત્રને વિષે રહી છે. ધ્રુવ અર્થાત્ સત્તા, હોવાપણું પદાર્થનું હંમેશાં છે. તે છતાં તે પદાર્થમાં ઉત્પાદ અને વ્યય એવાં બે પદ વર્તે છે. તે પૂર્વપર્યાયનો વ્યય અને ઉત્તર પર્યાયનો ઉત્પાદ થયા કરે છે.
(૨૧૧) આ પર્યાયના પરિવર્તનથી કાળ જણાય છે. અથવા તે પર્યાયને પરિવર્તન થવામાં કાળ સહાયકારી છે.
‘ઉપવા, વિખેવા, ધ્રુવેવા’ એ ત્રિપદી છે. ત્રણેય એકબીજાથી વિરુદ્ધ સ્વભાવવાળી છે. છતાં દરેક દ્રવ્યમાં પરિણમી રહી છે. ઉપન્નવા’ એટલે ઉત્પન્ન થવું, ‘વિષ્નવા' એટલે નાશ પામવું, “યુવા એટલે અચળ, જેમ છે તેમજ રહેવું. પ્રથમની બે પદી દ્રવ્યના પર્યાયને લાગુ પડે છે. ત્રીજી પદી દ્રવ્યના નિત્યત્વ, અસ્તિત્વાદિ ગુણોને અને દ્રવ્યને લાગુ પડે છે. દ્રવ્ય-ગુણ -પર્યાય ને આ ત્રિપદી લાગુ પડે છે. પદાર્થમાં ઉત્પાદ અને વ્યયરૂપ પર્યાય થયા કરે છે. તે પર્યાયના પરિવર્તનથી કાળની ગણત્રી થાય છે અથવા પર્યાયનું પરિવર્તન થવામાં જે સહાય કરે છે તે “કાળ' છે.
ક્રમવૃત્તિરૂપ પર્યાય ઉત્પાદ-વ્યયરૂપ છે. અને અક્રમવૃત્તિરૂપ ગુણ ધૃવત્વરૂપ છે. પર્યાયમાં ક્રમવર્તીપણું તો જ્ઞાની અજ્ઞાની બને છે; ત્યાં અજ્ઞાનીને ભૂલવાળી મલિન પર્યાયો થાય છે, જ્યારે જ્ઞાનીને સ્વાશ્રયે પરિણમવાને લીધે ક્રમવર્તી નિર્મળ સમક્તિાદિમોક્ષમાર્ગની પર્યાયો થાય છે. આ પર્યાયમાં ભૂલ હોવાનું અને ભૂલ મટાડવાનું સંક્ષેપમાં રહસ્ય છે. દરેક સત્તાનું ઉત્પાદ-વ્યયપણે ક્રમે પ્રવર્તવું અને અક્રમપણે ધ્રુવ રહેવું તે સ્વરૂપ છે.
આત્મામાં ઉત્પાદ-વ્યય-ધ્રુવત્વ સત્તા છે તે પારિણામિક ભાવે છે. આ ત્રિપદીના આધારે જ આત્મા પોતાની નિર્મળ સમ્યક્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ પર્યાયોને પ્રગટાવે છે. અને અનુક્રમે પોતાની સંપૂર્ણ શુદ્ધ સત્તાને પ્રગટાવે છે, તે ધૃવત્વ શક્તિ પ્રગટી કહેવાય.
પંચાસ્તિકાયની ગાથા ૧૫૫, ૧૫૬ અને ૧૫૮માં કહ્યું છે કે :-વસ્તુપણે આત્માનો સ્વભાવ નિર્મળ જ છે. ગુણ અને પર્યાય પર-સમય પરિણામ પણે અનાદિથી પરિણામી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org