________________
૧૧૦
સ્વાધ્યાય સુધા પર્યાયમાં રહેલા જીવો નિશ્ચયનયની વાતો જાણીને તેને વળગી રહે એટલે એ પ્રમાણે આચરણ કરે તો તેને સંસાર પરિભ્રમણનો આરો આવવાનો નથી. પણ નિશ્ચય નથી જે આત્માનું સ્વરૂપ કહ્યું છે, તેને લક્ષમાં રાખી તે દશા પ્રગટ કરવા માટેના જે સાધનો તેનું અવલંબન લઈ, યથાર્થ પુરુષાર્થ કરે તો ચોક્કસ શુદ્ધ દશાને પ્રાપ્ત થઈ મોક્ષને પ્રાપ્ત થઈ શકે.
૮૧. ઠાણાંગસૂત્ર'માં કહેવામાં આવ્યું છે કે જીવ, અજીવ, પુણ્ય, પાપ, આસ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ એ પદાર્થ સદ્ભાવ છે, એટલે તેના ભાવ છતાં છે; કલ્પવામાં આવ્યા છે એમ નથી.
નવતત્ત્વરૂપે જે કહેવામાં આવ્યું છે તે જગતમાં રહેલા પદાર્થના સદૂભાવ છે એટલે કે તે ભાવ જાણવામાં આવી શકે છે, આવે છે. કલ્પનાથી કહેવામાં આવ્યું નથી. જેમ કે : જીવ-એક ચેતન પદાર્થ છે અને ચૈતન્યતા એનો મુખ્ય ગુણ છે. અજીવ પણ એક પદાર્થ છે અને જ્ઞાયકતા રહિત પદાર્થ છે. અજીવમાં ધર્મ, અધર્મ, આકાશ, કાળ અને પુગલ પરમાણુઓ સમાયેલા છે એ પણ પદાર્થના સદૂભાવ-અસ્તિત્વરૂપે રહેલા છે. પ્રથમના ચાર અરુપી છે અને પુદ્ગલ પરમાણુઓ રૂપી કહ્યા છે. પુદ્ગલની વિવિધ પ્રકારે થતી પ્રવૃત્તિને જુદા જુદા નામ વડે જણાવાઈ છે. તે છે પુણ્ય, પાપ, આગ્નવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ. આ દરેકનું મહત્વ રહેલું છે પુણ્ય એ શુભભાવનું પરિણામ છે, પાપ એ અશુભભાવનું પરિણમન છે. આસ્રવ કાશ્મણ વર્ગણાની આવકને કહે છે. સંવર કાર્મણ વર્ગણાના આવવાના દ્વાર બંધ કરવારૂપ ભાવ છે. નિર્જરા-કાર્પણ વર્ગણાનું આત્મપ્રદેશોથી છૂટા પડી જવું તે છે. બંધ-કાશ્મણ વર્ગણા આત્મપ્રદેશો ઉપર લાગે છે તે છે અને મોક્ષ-એટલે કાશ્મણ વર્ગણા અને પુદ્ગલ પરમાણુરૂપ શરીરથી અલગ થઈ જવું તે છે.
આમ નવે પદાર્થના ભાવ પ્રગટપણે જોઈ શકાય છે, જાણી શકાય છે અને અનુભવી પણ શકાય છે એટલે પદાર્થના સભાવ છે. - ૮૨. વેદાંત છે તે શુદ્ધનય આભાસી છે. શુદ્ધનયઆભાસમતવાળા “નિશ્ચયનય’ સિવાય બીજા નયને એટલે “વ્યવહારનયને ગ્રહણ કરતા નથી. જિન અનેકાંતિક છે, અર્થાત્ તે સ્યાદ્વાદી છે. | વેદાંત શુદ્ધનયને પકડીને બેઠા છે, પણ યથાર્થપણે સમજીને પકડેલ નથી. આભાસરૂપે એટલે એવા જીવો નિશ્ચયનય સિવાય બીજા નયને-જેમકે વ્યવહારનયને ગ્રહણ કરતા નથી અને તેથી ઈચ્છિત પરિણામને પામી શકતા નથી. શુદ્ધનય પ્રમાણેની આત્માની સ્થિતિનો લક્ષ રાખીને તે મેળવવાનો પુરુષાર્થ કરવો તે વ્યવહારનય છે, પણ તેને તેઓ સ્વીકારતા નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org