________________
સ્વાધ્યાય સુધા
૧૧૧ જ્યારે જિનદર્શન-અનેકાંતવાદને માન્ય કરે છે તે બધા નયને માન્ય કરીને ચાલે છે. શુદ્ધનયને સ્વીકારે છે, પણ તે એને લક્ષ તરીકે રાખી તે સ્થિતિ મેળવવાનો પુરુષાર્થ કરે છે. આ પુરુષાર્થ એ વ્યવહારનય છે. નિશ્ચય અને વ્યવહારનયના સમન્વયથી જ જીવો પોતાના શુદ્ધસ્વરૂપને મેળવી શકે છે.
૮૩. કોઈ નવ તત્ત્વની, કોઈ સાત તત્ત્વની, કોઈ પદ્રવ્યની, કોઈ ષપદની, કોઈ બે રાશિની વાત કહે છે, પરંતુ તે સઘળું જીવ, અજીવ, એવી બે રાશિ અથવા એ બે તત્ત્વ અર્થાત્ દ્રવ્યમાં સમાય છે.
જીવ અજીવ રાશિને જ જુદી જુદી રીતે વ્યક્ત કરવામાં આવેલ છે. પણ તે વર્ણન જીવને સમજવા માટે ખૂબ જ ઉપયોગી છે. જુદી જુદી રીતે તેને સમજાવવાથી જીવને વધારે શ્રદ્ધા કે વિશ્વાસ આવે છે અને એ બધામાં જીવની પોતાની સ્થિતિ શું અને શુદ્ધ અપેક્ષાએ મારું સ્વરૂપ શું છે તેની જાણ થાય છે.
૮૪. નિગોદમાં અનંતા જીવ રહ્યા છે, એ વાતમાં તેમ જ કંદમૂળમાં સોયની અણી ઉપર રહે તેટલા નાના ભાગમાં અનંતા જીવ રહ્યા છે, તે વાતમાં આશંકા કરવાપણું છે નહીં, જ્ઞાનીએ જેવું સ્વરૂપ દીઠું છે તેવું જ કહ્યું છે. આ જીવ જે સ્થૂળદેહપ્રમાણ થઈ રહ્યો છે અને જેને પોતાના સ્વરૂપનું હજુ જાણપણું નથી થયું તેને એવી ઝીણી વાત સમજવામાં ન આવે તે વાત ખરી છે; પરંતુ તેને આશંકા કરવાનું કારણ નથી. તે આ રીતે :
ચોમાસાના વખતમાં એક ગામના પાદરમાં તપાસીએ તો ઘણી લીલોતરી જોવામાં આવે | છે, અને તેવી થોડી લીલોતરીમાં અનંતા જીવો છે; તો એવા ઘણા ગામનો વિચાર કરીએ, તો
જીવની સંખ્યાના પ્રમાણ વિષે અનુભવ નથી થયો છતાં બુદ્ધિબળથી વિચાર કરતાં અનંતપણું સંભાવી શકાય છે. કંદમૂળ આદિમાં અનંતપણું સંભવે છે. બીજી લીલોતરીમાં અનંતપણું સંભવતું નથી, પરંતુ કંદમૂળમાં અનંતપણું ઘટે છે. કંદમૂળનો અમુક થોડો ભાગ જો વાવવામાં આવે તો તે ઊગે છે, તે કારણથી પણ ત્યાં જીવનું વિશેષપણું ઘટે છે; તથાપિ જો પ્રતીતિ ન થતી હોય તો આત્માનુભવ કરવો; આત્માનુભવ થવાથી પ્રતીતિ થાય છે. જ્યાં સુધી આત્માનુભવ નથી થતો, ત્યાં સુધી તે પ્રતીતિ થવી મુશ્કેલ છે, માટે જો તેની પ્રતીતિ કરવી હોય તો પ્રથમ આત્માના અનુભવી થવું.
' આ વાત સામાન્ય જીવને સહેલાઈથી ન સમજાઈ શકે તેમ બને પણ આમાં જે સમજણ આપી છે તેના પર વિચારણા કરે તો ચોક્કસ તેને તેની જાણ કે સમજણ થઈ શકે. ન સમજાય તો આત્મઅનુભવ કરવો જેનાથી પ્રતીતિ આવે છે. આ આંકમાં ૫.કુ.દેવ સ્પષ્ટ કહે છે કે “જે વાત ન સમજાય તેના માટે આત્મઅનુભવ કરવો. જો આત્મઅનુભવ થઈ જશે તો જે સમજાતું નહિ હોય તે યથાવત્ જેમ છે તેમ સમજાઈ જશે-આશંકા ઊભી થશે નહિ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org