________________
૧૧ર.
સ્વાધ્યાય સુધા
૮૫. જ્યાં સુધી જ્ઞાનાવરણીયનો ક્ષયોપશમ નથી થયો, ત્યાં સુધી સમ્યકત્વની પ્રાપ્તિ થવાની ઈચ્છા રાખનારે વાતની પ્રતીતિ રાખી આજ્ઞાનુસાર વર્તન કરવું.
મૂળપણે જોઈએ તો દર્શનમોહનીયને મંદ કરવાનો પુરુષાર્થ કરવાનો છે. એને માટે અનંતાનુબંધી કષાયની ચોકડીને મંદ કરવાનો પુરુષાર્થ જરૂરી છે. એને મંદ કરવા માટે સદૈવ-સગુરુ-સધર્મ પરની અતૂટ શ્રદ્ધા પ્રગટાવવી જરૂરી છે. જો આ શ્રદ્ધા દઢ થતી જશે તો તેના આધારે ગ્રંથિ મોળી પડતી જશે અને સાથે સાથે જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ પણ થશે. માટે જેને જ્ઞાનાવરણીયનો ક્ષયોપશમ નથી તેણે તો સમ્યકત્વની પ્રાપ્તિ કરવાની પ્રતીતિ-વિશ્વાસ રાખી જ્ઞાનીની આજ્ઞાનુસાર વર્તવાનું રાખવું જેથી જરૂરી ક્ષયોપશમ થઈ સમ્યકત્વની પ્રાપ્તિ થઈ શકે.
૮૬. જીવમાં સંકોચ વિસ્તારની શક્તિરૂપ ગુણ રહે છે તે કારણથી તે નાનામોટા શરીરમાં દેહપ્રમાણ સ્થિતિ કરી રહે છે. આ જ કારણથી જ્યાં થોડા અવકાશને વિષે પણ સંકોચપણું વિશેષપણે કરી શકે છે ત્યાં જીવો તેમ કરી રહેલા છે.
૮૭. જેમ જેમ જીવ કર્મપુલ વધારે ગ્રહણ કરે છે, તેમ તેમ તે વધારે નિબિડ થઈ નાના દેહને વિષે રહે છે.
જીવના અનંત ગુણો છે. તેમાં સંસારી અવસ્થામાં જીવનો એક ગુણ “સંકોચવિસ્તાર” રૂ૫ રહેલો છે. સિદ્ધ અવસ્થામાં તે રહેલો નથી કારણ કે ત્યાં તે ઘનસ્વરૂપ છે તેથી સંકોચ વિસ્તારની ત્યાં જરૂર નથી. જીવ પોતાના કર્મને અનુસાર પોતાના માટે સંસાર અવસ્થામાં દેહ મેળવે છે તે દેહનું અવગાહન જેટલું હોય તેટલી જ અવગાહનામાં આત્મપ્રદેશોને સમાઈને રહેવાનું હોય એટલે જો નાનું શરીર મળે તો તેમાં સંકોચાઈને રહેવું પડે છે. મોટી કાયા મળે તો વિસ્તાર કરીને રહેવું પડે છે. એટલે આ ગુણને કારણે તેને સંસાર અવસ્થામાં પોતાના અસંખ્યાત આત્મપ્રદેશોને જે શરીર મળ્યું છે તેને અનુસરીને વિસ્તાર થઈ શકે છે અને શરીર બહાર તે પોતાના પ્રદેશોને રાખી શકતો નથી. માટે આ સંકોચ વિસ્તારનો ગુણ સંસાર અવસ્થામાં ઉપયોગી થાય છે અને તેથી કર્મને અનુસાર જે શરીર મળે છે. તે શરીરમાં જીવો તેમ કરીને રહેલા છે.
વળી જેમ જેમ જીવ કર્મપુદ્ગલ વધારે ગ્રહણ કરે છે તેમ તેમ નીચેની તિર્યંચની ગતિમાં કે નરકમાં જવું પડે છે. હવે તિર્યંચ ગતિમાં અનંત પ્રકારની અવગાહના રહેલી છે. જેમ જેમ વધારે કર્મપુદ્ગલ ગ્રહણ કરે તેમ નાનું શરીર તિર્યંચ ગતિમાં મળે છે એટલે ત્યાં વધારે નિબિડાણાને પ્રાપ્ત થઈને નાના દેહમાં રહેવું પડે છે જેમ કે નિગોદમાં જતાં જીવને એક જ શરીરમાં અનેક જીવો સાથે રહેવું પડે છે તેથી ત્યાં પોતાના આત્મપ્રદેશોને સંકોચાવીને રહેવું પડે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org