________________
૧૩૮
સ્વાધ્યાય સુધા
૨. રાગ-દ્વેષના જુદા જુદા સ્વરૂપ રાગ-દ્વેષ અને કર્મબંધ પરસ્પર અન્યોઅન્ય આશ્રિત છે. રાગદ્વેષની પ્રવૃત્તિથી મોહનીય કર્મ ઉપાર્જિત થાય છે. મોહનીયના ઉદયથી ઈન્દ્રિયોના વિષયોમાં રાગદ્વેષ ઉત્પન્ન થાય છે, ત્યારબાદ તેનાથી નવિન કર્મબંધ થાય છે અને કર્મબંધના ઉદયથી પુનઃ રાગદ્વેષ થાય છે. આ પ્રમાણે બંધ અને ઉદયનું ચક્ર ચાલતું રહે છે. રાગદ્વેષનું પૈડું બંધ અને ઉદયના રૂપમાં ઘૂમ્યા કરે છે. આવા બંધ અને ઉદયના ચક્રમાં અનંતકાળથી આત્મા સંસારમાં પરિભ્રમણ કરી રહ્યો છે. - વ્યકિત-વસ્તુ, ઘટના-પરિસ્થિતિ અને વિષય-વિચાર આદિ પ્રત્યે મનમાં અનુકૂળતા લાગે તો તેની સાથે રાગરૂપ સંબંધ જોડાઈ જાય છે અને પ્રતિકૂળતા લાગે તો તેની સાથે ષરૂપ સંબંધ બંધાય છે. આ પ્રકારના સંબંધ જ બંધન છે. | ‘પ્રશમ રતિ’માં રાગ અને દ્વેષના પર્યાયવાચી શબ્દો આ પ્રકારે કહ્યા છે. રાગના પર્યાયવાચી શબ્દો-ઈચ્છા, મૂચ્છ, કામના, ગૃદ્ધિ, સ્નેહ, મમતા, અભિલાષા, લાલસા, તૃષ્ણા આદિ શબ્દો છે. ષના પર્યાયવાચી શબ્દો-વૈર, ઈર્ષા, દોષ, દોષદષ્ટિ, નિંદા, ચાડી ખાવી-આદિ ષના શબ્દો છે.
સંસાર પરંપરાનું મૂળ રાગ-દ્વેષ અને અજ્ઞાન છે. અજ્ઞાન છે તો રાગદ્વેષ છે-રાગદ્વેષ છે તો અજ્ઞાન છે અને સંસાર પરંપરામાં વધારો કરનારા તીવ્ર રાગ અને તીવ્રષ છે. દા.ત. રાજા ગુણસેન અને તાપસ અગ્નિશર્મા. એક ક્ષમા, સમતા ધારણ કરતા રહ્યા અને બીજાએ શ્રેષને જ પોષણ આપતાં અગ્નિ શર્મા તાપસને અનેક જન્મો સુધી દુર્ગતિમાં પરિભ્રમણ કરવાનું આવ્યું.
જેમ વૈષની પરંપરા જન્મોજન્મ ચાલતી રહે છે તેમ રાગની પરંપરા પણ જન્મોજન્મ સુધી ચાલતી રહે છે. રાગ ત્રણ પ્રકારના બતાવ્યા છે. સ્નેહરાગ, કામરાગ અને દષ્ટિરાગ. આ ત્રણેમાં દૃષ્ટિરાગ ભયંકર કહેવામાં આવ્યો છે. દષ્ટિ રાગ એટલો પાપ પ્રેરિત છે કે તેને ઉખાડવામાં કે દૂર કરવામાં મોટા મોટા મહાત્માઓ પણ અસફળ થઈ જાય છે. ‘વિશેષાવશ્યક ભાષ્યમાં કહ્યું છે કે, મોહનીય કર્મથી પ્રભાવિત ત્રણે રાગ ભાવ દ્વારા થાય છે. “કામ રાગ’ ઈન્દ્રિયોના વિષયોમાં થાય છે. સ્નેહરાગ વ્યક્તિઓ પ્રત્યે અને દૃષ્ટિરાગ-કુપ્રવચનાદિ અથવા સિદ્ધાંતથી વિરુદ્ધ મત સ્થાપન પ્રત્યે થાય છે.
(૧) સ્નેહરાગ :- બાવીસમાં તીર્થકર અરિષ્ટનેમિ અને રાજમતીનો સાથ સતત નવ જન્મો સુધી સ્નેહરાગને કારણે રહ્યો હતો. પ્રથમ જન્મથી જ બન્નેનો પતિ-પત્નીના રૂપમાં તીવ્ર સ્નેહરાગનો સંબંધ જોડાયો હતો અને તીવ્ર રાગબંધના કારણે બધા જન્મોમાં પતિપત્ની બનતા રહ્યા અને દેવલોકમાં પણ દેવ-દેવી બનતા રહ્યા. પર્યાયાંતર પણ બન્નેના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org