________________
સ્વાધ્યાય સુધા
૧૩૭
જ્યારે જીવાત્મા ધર્મ આરાધના દ્વારા તે ઋણાનુબંધ ઘટાડવાનો પ્રયત્ન કરે છે ત્યારે તે છૂટી શકે છે, છેવટે મુક્ત પણ થઈ જાય છે.
મનુષ્યનો દેવ સાથે ઋણાનુબંધ :- ક્યારેક ક્યારેક ઋણાનુબંધ વિચિત્ર રીતે ઉદયમાં આવે છે. અનેકવાર એવું બને છે કે મનુષ્યને દેવ અથવા દેવીનું ઋણ ચૂકવવું પડે છે. તે ઋણ શુભ કે અશુભ પણ હોય, તેનું સારું કે ખરાબ ફળ મનુષ્યને દેવ કે દેવી દ્વારા ભોગવવું પણ પડે છે. આવી કથાઓ અનેક જોવામાં આવે છે. શુભ ઋણાનુબંધ હોય તો દેવ કે દેવી મનુષ્યની સહાયતા પણ કરે છે. દા.ત. મદન રેખા અને યુગબાહુ, ગોભદ્ર શેઠ અને શાલિભદ્ર આમ શુભ ઋણાનુબંધને કારણે દેવ મનુષ્યને સહાય કરે છે.
છેલ્લી ક્ષણમાં જે વ્યક્તિનું મન કોઈ ચેતન અથવા અચેતન પર આસક્ત થઈ ગયું હોય અને મરીને તે પૂર્વ જન્મની મોહાસક્તિ તથા કષાયોના સંસ્કારની સાથે દેવગતિમાં જન્મ લે છે, તો પૂર્વજન્મના સંબંધિત મનુષ્યોને હેરાન કરે છે, પીડા પહોંચાડે છે, ક્યારેક તેના શરીરમાં પેસીને પણ દુઃખ આપે છે. જુદી જુદી રીતે હેરાન કરે છે. આ પણ આપણા તેવા પ્રકારના અશુભ ઋણાનુબંધના કારણે ભોગવવાનું આવે છે તે નક્કી છે. | ઋણાનુબંધથી કર્મની નિર્જરા :- કર્મ વિજ્ઞાનની દૃષ્ટિથી ઋણાનુબંધના આધાર ઉપર જ બધા જીવોનો સંસાર ચાલે છે. જયાં સુધી લેણ દેણ બાકી રહે ત્યાં સુધી ચાલે છે. જયારે સંપૂર્ણ ઋણાનુબંધ પૂરા થઈ જાય ત્યારે મુક્તિ મળે છે.
ઋણાનુબંધને જે સમજી લે છે, તેને તેની વિચિત્રતા અથવા વિકટતા પર આશ્ચર્ય નથી થતું કારણ કે તેની ચિત્તવૃત્તિ સદૈવ-સદ્ગુરુ અને સતધર્મ પ્રતિ જાગૃત રહે છે. સમભાવમાં સ્થિતિ રહેવાથી મનુષ્યને કર્મ-નિર્જરામાં સફળતા પ્રાપ્ત થાય છે અને ક્રમસર તે પ્રત્યેક પ્રવૃત્તિ અથવા પ્રસંગમાં જ્ઞાતા-દ્રષ્ટા બનવામાં સમર્થ બની જાય છે.
અશુભ ઋણાનુબંધથી નિવૃત્તિ :- અશુભ ઋણાનુબંધના ઉદયમાં વ્યકિતએ વૈર્ય ધારણ કરવું જોઈએ. ઈષ્ટવિયોગ અને અનિષ્ટસંયોગમાં નિમિત્ત બનનાર પર દોષારોપણ ન કરવું અને પોતાના ઉપાદાન એવા આત્માનો જ વિચાર કરવો. જેથી અશુભ ઋણાનુબંધથી બચી શકાય છે. તેમજ કોઈપણ પ્રકારે આર્તધ્યાન-રૌદ્ધધ્યાન ન થાય તે પ્રમાણે વર્તવાથી અશુભ ઋણાનુબંધથી મુક્તિ મળી શકે છે. ધર્મ ધ્યાનમાં સ્થિર રહેવા માટે સ્વાધ્યાય કરવો અને પોતાની પ્રજ્ઞા બુદ્ધિને આત્મસમાધિમાં સ્થિર રાખવા માટે એકાગ્રતાપૂર્વક ચિંતન કરવું જરૂરી છે. અથવા ગુરુ દ્વારા બતાવવામાં આવેલ રહસ્યરૂપ માર્ગમાં સ્થિર રહેવા પુરુષાર્થી બનવું એ જ ઋણાનુબંધથી મુક્ત થવાનો રસ્તો છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org