________________
સ્વાધ્યાય સુધા
આમાંથી કેટલાંક ‘કરણ’ એવા છે કે જે દુર્ભાગ્યમાંથી સૌભાગ્યમાં તથા સૌભાગ્યને દુર્ભાગ્યમાં બદલી શકે છે. આ પરિવર્તન કરવાની સત્તા આત્માના પોતાના હાથમાં છે. બીજા કોઇ તેને આપવાવાળા નથી કે પરિવર્તન કરી શકતા નથી. આ તથ્યને સમજીને વ્યક્તિ જો અશુભ બંધ થી શુભ બંધ તરફ તથા શુભ બંધથી કર્મના ઉપશમ, ક્ષયોપશમ કે ક્ષયની તરફ આગળ વધે તો મોક્ષ પ્રાપ્ત કરી શકે છે.
(૧) કર્મ બંધ :- આત્મા અને કર્મનું એક ક્ષેત્રાવગાહીપણું થઇને ક્ષીર-નીરવત્ બંધાય જવું અર્થાત્ કર્મ પ્રદેશોનું આત્મ પ્રદેશો ઉપર ચોંટી એકરૂપ થઈ જવું તેને બંધ કહે છે. મિથ્યાત્વ, અવિરતિ આદિ આસવોના નિમિત્તથી આત્માના અસંખ્યાત પ્રદેશોમાં કંપન પેદા થઇ જાય છે. ફળ સ્વરૂપ જે ક્ષેત્રમાં આત્મપ્રદેશો છે તે જ ક્ષેત્રમાં હાજર અનંતાનંત પરમાણુ જે કર્મ યોગ્ય થઈ જાય છે તે આત્માના દરેક પ્રદેશ સાથે બંધાઈ જાય તેને બંધ કહે છે. આમ જીવ અને કર્મના સંયોગની પ્રથમ અવસ્થા બંધ (કર્મ બંધ) છે.
૧૪૫
બંધ વિષે મહત્વપૂર્ણ તથ્યો :- કર્મગ્રંથમાં કહ્યું છે કે, પ્રત્યેક જીવ આયુષ્ય કર્મ સિવાયના સાત મૂળ કર્મોનો (પ્રકૃતિઓનો) બંધ સમયે સમયે કર્યા કરે છે. એમાં એક પ્રકૃતિ મુખ્ય હોય છે અને બાકીની પ્રકૃતિઓ ગૌણપણે હોય છે.
કર્મના સૂક્ષ્મ પુદ્ગલ-સ્કંધોનું જે ગ્રહણ થાય છે, તે આત્માના બધા જ પ્રદેશો દ્વારા થાય છે. વળી બધા સંસારી જીવોને એક સરખો બંધ થતો નથી કારણ કે બધાના મન, વચન, કાયાના યોગો એક સરખા હોતા નથી. યોગોના તારતમ્યમાં ફેર હોવાથી પ્રદેશબંધ અને પ્રકૃતિબંધમાં પણ તારતમ્યતામાં ફેરફાર થતો હોય છે. ત્રણેય યોગોની પ્રવૃતિથી થતા કર્મ આસ્રવને પ્રદેશબંધ કહે છે. કર્મની મૂળ અને ઉત્તર પ્રકૃતિના રુપમાં વિભક્ત કરવાનું કાર્ય પ્રદેશબંધ અને પ્રકૃતિબંધનું છે.
બંધાયેલા કર્મો કેટલા સમય સુધી રહેશે અને ક્યારે ફળ આપશે, તેનો નિર્ણય કષાય ભાવ ઉપર રહેલો છે. જ્યાં સુધી આત્મામાં કષાય ભાવ રહે છે ત્યાં સુધી સ્થિતિબંધ અને અનુભાગબંધ (૨સબંધ) રહેશે, પરંતુ જેવું કર્મ બંધાયુ કે તુરત જ ઉદયમાં આવી જાય તેમ બનતું નથી.
જ્યારે કષાય ભાવનું અલ્પપણું અને યોગોની તીવ્રતા હોય ત્યારે સ્થિતિ બંધ અને અનુભાગ બંધ ઓછા પ્રમાણમાં હોય છે, પરંતુ કર્મ પ્રકૃતિનો પ્રદેશ બંધ મોટા વિસ્તાર વાળો હોય છે. જ્યારે કષાય ભાવની તીવ્રતા હોય અને યોગોની મંદતા હોય ત્યારે સ્થિતિબંધ અને અનુભાગબંધ વધારે પ્રમાણમાં થાય છે. અને લાંબાકાળ સુધી તીવ્ર રૂપે ફળ આપે છે. દા.ત. ધ્યાનમાં ઊભેલા પ્રસન્નચંદ્ર રાજર્ષિ. તેમના યોગોની પ્રવૃત્તિ ખૂબજ અલ્પ પ્રમાણમાં હતી, પણ અંતરમાં કષાયભાવની તીવ્રતા હોવાથી ધ્યાનમાં ઊભા ઊભા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org