________________
સ્વાધ્યાય સુધા
૭૫
(૯) નપુંસકવેદ નોકષાય કર્મબંધ - તીવ્ર કામુકતાથી આ વેદનો બંધ પડે છે. ઉભયને ભોગવવાની ઈચ્છાથી નપુસંકવેદ નોકષાય કર્મનો બંધ થાય છે.
મોહનીય કર્મનો અનુભાગ - ફળ ભોગવટો : મોહનીય કર્મ બધા કર્મોમાં પ્રબળતમ તથા ભયંકર છે. આ કર્મનો અનુભાગ પાંચ પ્રકારે થાય છે.
(૧) સમ્યકત્વ મોહનીયનું ફળ છે-ક્ષાયિક સમ્યક્ત્વની પ્રાપ્તિ ન થવી. (૨) મિથ્યાત્વ મોહનીયનું ફળ છે - તત્ત્વોની અયથાર્થ અર્થાત્ વિપરીત શ્રદ્ધા થવી. (૩) સમ્યકૃમિથ્યાત્વ મોહનીયનું ફળ છેતાત્ત્વિક શ્રદ્ધામાં ડામાડોળ રહેવું. (૪) કષાય મોહનીયના અનુભાગથી ક્રોધ, માન આદિ કષાયોનું ફળ ભોગવવું પડે છે. (૫) નોકષાય મોહનીયના અનુભાગથી હાય, ભયાદિ જે કર્મ બાંધ્યું છે તદાનુસાર નોકષાયનું ફળ ભોગવવું પડે છે.
પૂર્વબદ્ધ કર્મોના ઉદય અનુસાર આત્માને આ ર્મ પોતાના કર્મના ફળનો ભોગવટો કરાવે છે. જેમ સમ્યકત્વ મોહનીયના ઉદયથી ક્ષાયિક સમ્યકત્વનો ઘાત થાય છે, તો મિથ્યાત્વ મોહનીયના ઉદયથી દેવ-ગુરુ-ધર્મ પ્રતિ તથા તત્ત્વો પ્રતિ વિપરીત શ્રદ્ધા થાય છે. મિશ્ર મોહનીયના ઉદયથી આત્માની તાત્ત્વિક શ્રદ્ધા ડામાડોળ રહે છે, કષાય મોહનીયના ઉદયથી પોતાના પૂર્વબદ્ધ અનંતાનુબંધી આદિ ક્રોધ, માન, માયા અને લોભની ઉત્પત્તિ થાય છે, હાસ્યાદિ નોકષાય મોહનીયના ઉદયથી હાસ્યાદિ મનોભાવનો ઉદય થાય છે. આ પ્રકારે મોહનીય કર્મ આત્માને પોતાની બદ્ધ કર્મ પ્રકૃતિ અનુસાર કર્મના ફળનો ભોગવટો કરાવે છે.
મોહનીય કર્મને યથાર્થરૂપથી સમજીને આ પ્રબળ કર્મ પર વિજય પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરવો જોઈએ તથા જે કારણોથી આ પ્રવૃતિઓનું આગમન તથા બંધ થાય છે તેનાથી બચવા અથવા નવા કર્મ ન બંધાય અને પૂર્વબદ્ધ કર્મોની નિર્જરા કરવાનો સતત પુરુષાર્થ કરવો જોઈએ. આ કાર્ય જાગૃતપણે દ્રષ્ટા રહેવાથી થઈ શકે છે.
(૫) આયુષ્ય કર્મ : આયુષ્ય કર્મની હાજરીમાં પ્રાણી જીવે છે અને તેનો ક્ષય થવાથી મૃત્યુ પામે છે. આયુષ્ય કર્મનું કાર્ય આત્માને સુખ કે દુઃખ આપવાનું નથી પરંતુ નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવ ગતિમાંથી કોઈ એક ગતિમાં નિશ્ચિત અવધિ સુધી પકડી રાખે છે. આયુષ્ય કર્મનો સ્વભાવ જેલ જેવો બતાવવામાં આવ્યો છે. આ કર્મ આત્માના અવિનાશીપણાના ગુણને રોકી દે છે. “ગોમ્મટમામાં આ કર્મને પગમાં બાંધેલી બેડી સમાન ગણેલ છે. જેમ પગમાં બેડી પડી જવાથી મનુષ્ય એક જ સ્થાનમાં બંધાઈ જાય છે. તેવી જ રીતે આયુષ્ય કર્મ આત્માને અમુક જન્મમાં નિર્ધારિત સમય સુધી રોકી રાખે છે અને તેનો ઉદય હોય ત્યાં સુધી તે જન્મથી છુટકારો થઈ શકતો નથી.
આયુષ્ય કર્મનો પ્રભાવ :- આ કર્મના ઉદયથી જન્મ, બાળપણું, યુવાનો, વૃદ્ધાવસ્થા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org