________________
સ્વાધ્યાય સુધા
૧૩૨
છે. સદ્ગુરુના કૃપાપાત્ર બનવાનો સતત પુરુષાર્થ જ જરૂરી છે, એ જ આગળ લઈ જશે અને મોક્ષનું સુખ પ્રાપ્ત કરી શકાશે.
(૧૫૮) સૂત્ર સિદ્ધાંત, શાસ્ત્રો સત્પુરુષના ઉપદેશ વિના ફળતાં નથી. ફેરફાર જે છે તે વ્યવહારમાર્ગમાં છે. મોક્ષમાર્ગ તો ફેરફારવાળો નથી, એક જ છે. તે પ્રાપ્ત કરવામાં શિથિલપણું છે, તેનો નિષેધ કરવામાં આવ્યો છે. ત્યાં આગળ શૂરવીરપણું ગ્રહણ કરવા યોગ્ય છે. જીવને અમૂર્છિત કરવો એ જ જરૂરનું છે.
(૧૫૯) વિચારવાન પુરુષે વ્યવહારના ભેદથી મૂંઝાવું નહીં.
(૧૬૦) ઉપરની ભૂમિકાવાળા નીચેની ભૂમિકાવાળાની બરોબર નથી, પરંતુ નીચેની ભૂમિકાવાળાથી ઠીક છે. પોતે જે વ્યવહારમાં હોય તેથી બીજાનો ઊંચો વ્યવહાર જોવામાં આવે તો તે ઊંચા વ્યવહારનો નિષેધ કરવો નહીં, કારણ કે મોક્ષમાર્ગને વિષે કશો ફેરફાર છે નહીં. ત્રણે કાળમાં ગમે તે ક્ષેત્રમાં, એક જ સરખો જે પ્રવર્તે તે જ મોક્ષમાર્ગ,
સૂત્ર, સિદ્ધાંત કે શાસ્ત્રોનું વાંચન આપણે કરીએ તો તેના રહસ્ય સાથેનું પરિણમન થતું નથી, પણ એ જ શાસ્ત્રો કે સૂત્ર સદ્ગુરુની આજ્ઞાથી સમજવા પ્રયત્ન કરીએ તો રહસ્ય સમજાય છે અને તેનું ફળ પણ પ્રાપ્ત થાય છે. વ્યવહાર માર્ગમાં દેશ-કાળને અનુસરી ફેરફાર થતો રહે છે, એટલે કે ફેરફાર સાધના અને સાધનોમાં હોઈ શકે છે. મોક્ષમાર્ગ તો ત્રણે કાળને માટે ‘કરવાળા’ની ધાર જેવો રહેલો છે, એકધારો ફેરફાર વગરનો રહેલો છે. પણ જીવ તેને પ્રાપ્ત કરવામાં શૂરવીરપણું ગ્રહણ કરતો નથી, પ્રમાદ કરે છે, તે પ્રમાદનો નિષેધ કરવામાં આવ્યો છે. તે માટે જીવે મોહભાવની જે મૂર્છા છે તેને છોડવાની છે. એ જ સંસાર સમુદ્રમાંથી બહાર નીકળવાનો રસ્તો છે.
જે મોક્ષમાર્ગની બરાબર-યથાર્થ વિચારણા કરી શકે છે. તેણે બાહ્ય વ્યવહારના ભેદથી મૂંઝાવાનું નથી. જે માર્ગમાં આગળ વધેલા છે, તે તેનાથી નીચેની ભૂમિકાવાળાથી ઠીક છે. વળી પોતે જે સાધના માર્ગ (વ્યવહાર માર્ગ)માં હોય તેનાથી બીજાનો સાધના (વ્યવહાર) માર્ગ ઊંચો જોવામાં આવે તો તેનો નિષેધ કરવો નહીં, કારણ કે મોક્ષમાર્ગ તો ફેરફાર વગરનો છે અને તે તો ત્રણે કાળમાં ગમે તે ક્ષેત્રમાં એકસરખી રીતે પ્રવર્તે તે જ મોક્ષમાર્ગ છે. માટે વ્યવહાર સાધના માર્ગના ભેદથી મૂંઝાવું નહીં, પણ પોતાને મળેલ સાધના માર્ગમાં અડગપણે આગળ વધવા માટે પુરુષાર્થી બન્યા રહેવું.
(૧૬૧) અલ્પમાં અલ્પ એવી નિવૃત્તિ કરવામાં પણ જીવને ટાઢ વછૂટે છે, તો તેવી અનંત પ્રવૃત્તિથી કરી જે મિથ્યાત્વ થાય છે, તેથી નિવર્તવું એ કેટલું દુર્ધર થઈ પડવું જોઈએ ? મિથ્યાત્વની નિવૃત્તિ તે જ ‘સમ્યક્ત્વ’.
જીવ જે પોતાની ઈચ્છા પ્રમાણે નાનામાં નાની પ્રવૃત્તિ કરતો હોય, તો તેની નિવૃત્તિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org