________________
સ્વાધ્યાય સુધા
૧૩૫
સ્થિતિ સત્તાની છે. જયારે કર્મો સત્તામાં હોય ત્યારે તેમાં ફેરબદલ કરી શકાય છે. જો આત્મા સ્વભાવમાં રહે અને નિમિત્તોથી ન જોડાય તો કર્મનો ઉદય તેનો સ્પર્શ કરી શકતો નથી. કર્મની વિચિત્રતાને સમજવા માટે વિચારીએ. (૧) ઋણાનુબંધ, (૨) રાગ-દ્વેષનું બદલાતું સ્વરૂપ, (૩) બંધ અને સત્તા, (૪) ઉદય અને ઉદીરણા, (૫) ઉદવર્તનાઅપવર્તના (૬) સંક્રમણ-ઉપશમન (૭) નિધત્ત અને નિકાચિત અવસ્થાઓનો વિચાર કરીએ.
(૧) ઋણાનુબંધ :- સંસારમાં ભમી રહેલા જીવાત્માઓ પોત પોતાના કર્માનુસાર એક ગતિમાંથી બીજી ગતિમાં, એકેન્દ્રિયથી માંડી પંચેન્દ્રિય સુધીમાં પરિભ્રમણ કર્યા કરે છે. આ પરિભ્રમણ દરમ્યાન પૂર્વે બંધેલા કર્માનુસાર સારા અથવા ખરાબ જીવો સાથે રહેવું પડે છે. ત્યાં તે પોતાની કર્મ પ્રકૃતિના ઉદયાનુસાર પ્રત્યેક જોડાયેલા જીવાત્માઓ સાથે સારો અથવા ખરાબ વ્યવહાર કરીને પુનઃ શુભાશુભ કર્મ બાંધી લે છે. બંધ પરંપરાની આ મુસાફરી માં અનેક સારા અથવા ખરાબ જીવો સાથે જોડાય છે. વૈદિક ધર્મમાં આને ‘ઋણાનુબંધ' કહે છે ઋણનો અર્થ છે દેવું અને અનુબંધનો અર્થ છે તે પ્રમાણે ફળ આપનાર બંધ. જૈન પરિભાષામાં આને પરસ્પર બંધ અથવા જન્મ-જન્માંતરથી પરંપરાગત બંધ કહે છે.
“ભગવતીસૂત્રમાં જુદા જુદા ભાવોની અપેક્ષાથી ત્રણ પ્રકારના બંધ કહ્યા છે. (૧) જીવ પ્રયોગ બંધ (૨) અનંતર બંધ (૩) પરંપર બંધ.
જીવની પ્રેરણાથી થતો બંધ જીવ પ્રયોગ બંધ કહે છે. અનંતર બંધ એટલે એક વાર બંધ થયા પછી નિરંતર સાથે ચાલે છે. પરંપર બંધ એટલે આ જન્મ પહેલાંથી કે જન્મજન્માંતરથી આવેલો બંધ, જેને ઋણાનુંબંધ કહે છે, આ ત્રણ પ્રકારના બંધથી પ્રત્યેક વ્યક્તિએ સાવધાન રહેવું જોઈએ.
ઋણાનુબંધનું સ્વરૂપ અને કારણ : એક જીવનો બીજા જીવની સાથે ચાર પ્રકારમાંથી વર્તાવ હોઈ શકે (૧) શરૂઆતમાં ભદ્ર પ્રકૃતિ પછી અભદ્ર પ્રકૃતિ વડે (૨) શરૂઆતમાં
અભદ્ર પછી ભદ્ર પ્રકૃતિ વડે (૩) શરૂઆતથી અંત સુધી અભદ્ર વ્યવહાર (૪) શરૂઆતથી | અંત સુધી ભદ્ર વ્યવહાર હોઈ શકે. આ ચાર પ્રકારમાંથી (૨) અને (૪) પ્રકારના જીવો
સાથે સંબંધ બંધાય તો ઓછા પ્રમાણમાં કલહ કે ક્લેશના પ્રસંગો બને છે, જો આપણાં | હૃદયનો વ્યવહાર ઉદાર પરિણામ હોય તો (૧) અને (૩) પ્રકારના જીવો સાથે સંબંધ બંધાય તો કિલષ્ટ કર્મોનો બંધ ડગલે ને પગલે થવાની શક્યતા રહેલી છે. સંસાર પરિભ્રમણ કરતો જીવ અનેક જીવો સાથે પરિચયમાં આવે છે. પૂર્વ કર્મને અનુસરી તે અનુકૂળ કે પ્રતિકૂળ પ્રકૃતિવાળા જીવો સાથે સંપર્કમાં આવે છે, ત્યારે તેના પ્રત્યે રાગદ્વેષના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org