________________
સ્વાધ્યાય સુધા
૧૨૩
તીર્થકરે વારંવાર ઉપદેશ આપ્યો છે કે, હે જીવો તમે બુઝો, સમ્યપ્રકારે બુઝો, કારણ કે મનુષ્યપણું મળવું એ ઘણું દુર્લભ રહેલું છે અને ચારે ગતિને વિષે જન્મ, જરા, મરણના દુઃખનો સતત ભય રહેલો છે. અજ્ઞાન હશે ત્યાં સુધી સવિવેક પામવો દુર્લભ છે. આખો લોક એકાંત દુઃખે કરીને બળી રહ્યો છે. તેમાં તમને મનુષ્યદેહની પ્રાપ્તિ, ધર્મનું આચરણ થઈ શકે તેવા સંયોગો પ્રાપ્ત થયા છે, તો તેનો યથાવત્ ઉપયોગ કરી સંસારભાવથી પાછા ફરીને, જ્ઞાનની પ્રાપ્તિ કરી લો, તો જ આ મનુષ્યભવનું સાર્થકપણું રહેલું છે. આ મનુષ્યભવ વડે જ સંસારથી પાર ઉતરી શકાય તેમ છે. માટે મળેલો અવસર નાશ ન પામી જાય, તેનું લક્ષ રાખી ઉપયોગ કરી લ્યો. બૂઝો એટલે બોધને પરિણાવીને પોતાની શુદ્ધ સ્થિતિને પ્રગટ કરવાનો પુરુષાર્થ કરો. સંસારભાવને તોડીને અધ્યાત્મભાવને જાગૃત કરો. મળેલો અવસર ચૂકી ગયા તો તે વારંવાર મળતો નથી, માટે જાગૃત થઈ જાવ અને કાર્ય કરી લ્યો.
(૧૧૩) લોકને વિષે જે પદાર્થ છે તેના ધર્મ દેવાધિદેવે પોતાના જ્ઞાનમાં ભાસવાથી જેમ હતા તેમ વર્ણવ્યા છે; પદાર્થો તે ધર્મથી બહાર જઈ પ્રવર્તતા નથી; અર્થાત્ જ્ઞાની મહારાજે પ્રકાણ્યું તેથી બીજી રીતે પ્રવર્તતા નથી; તેથી તે જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે પ્રવર્તે છે એમ કહ્યું છે, કારણ કે જ્ઞાનીએ પદાર્થના જેવા ધર્મ હતા તેવા જ તેના ધર્મ કહ્યા છે. - લોકમાં છે પદાર્થ રહેલા છે. જીવાસ્તિકાય, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય અને કાળ. દેવાધિદેવના જ્ઞાનમાં લોકમાં રહેલા પદાર્થોના જેવા ગુણધર્મો છે, તે જેવા જણાયા તેવા જ વર્ણવ્યા છે અને તે જ પ્રમાણે પ્રવર્તે છે. એટલે એમ કહ્યું કે દરેક પદાર્થ જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે પ્રવર્તી રહ્યા છે એટલે કે પોતાના ગુણધર્મ બહાર જઈને પ્રવર્તન કરતા નથી.
(૧૧૪) કાળ, મૂળ દ્રવ્ય નથી, ઔપચારિક દ્રવ્ય છે, અને તે જીવ તથા અજીવ (અજીવમાંમુખ્યત્વે પુદ્ગલાસ્તિકાયમાં-વિશેષપણે સમજાય છે)માંથી ઉત્પન્ન થયેલ છે; અથવા જીવાજીવની પર્યાયઅવસ્થા તે કાળ છે. દરેક દ્રવ્યના અનંતા ધર્મ છે; તેમાં ઊર્ધ્વપ્રચય અને તિર્યપ્રચય એવા બે ધર્મ છે; અને કાળને વિષે તિર્યપ્રચય ધર્મ નથી, એક ઊર્ધ્વપ્રચય ધર્મ છે.
(૧૧૫) ઊર્ધ્વપ્રચયથી પદાર્થમાં જે ધર્મનું ઉદ્ભવવું થાય છે તે ધર્મનું તિર્યકુપ્રચયથી પાછું તેમાં સમાવું થાય છે. કાળના સમયને તિર્યક્મચય નથી, જે સમય ગયો તે પાછો આવતો નથી.
(૧૧૬) દિગમ્બરઅભિપ્રાય મુજબ “કાળદ્રવ્યના લોકમાં અસંખ્યાતા અણુ છે.
(૧૧૭) દરેક દ્રવ્યના અનંતા ધર્મ છે. તેમાં કેટલાક ધર્મ વ્યક્ત છે, કેટલાક અવ્યક્ત છે; કેટલાક મુખ્ય છે કેટલાક સામાન્ય છે, કેટલાક વિશેષ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org