________________
૧૯૯૨
સ્વાધ્યાય સુધા
(૨૮) જ્ઞાનીઓ ઘણા ડાહ્યા હતા, વિષયસુખ ભોગવી જાણતા હતા, પાંચે ઈન્દ્રિયો પૂર્ણ હતી; (પાંચે ઈન્દ્રિયો પૂર્ણ હોય તે જ આચાર્યપદવીને યોગ્ય થાય.) આ સંસાર (ઈન્દ્રિયસુખ) નિર્માલ્ય લાગવાથી તથા આત્માના સનાતન ધર્મને વિષે શ્રેયપણું લાગવાથી તેઓ વિષયસુખથી વિરમી આત્માના સનાતન ધર્મમાં જોડાયા છે.
જેમ જ્ઞાનીઓએ વિષય સુખોને તિલાંજલિ આપી તેમ આપણે પણ આપવાની છે. જેટલા પ્રમાણમાં વિષયોથી વિરમીએ એટલા પ્રમાણમાં આત્માના સનાતન ધર્મમાં જોડાતા જઈએ.
(૨૯) અનંતકાળથી જીવ રખડે છે, છતાં તેનો મોક્ષ થયો નહીં. જ્યારે જ્ઞાનીએ એક અંતર્મુહૂર્તમાં મુક્તપણું બતાવ્યું છે !
જીવ જ્ઞાનીની વાતને પોતાના અંતકરણમાં પરિણમાવે તો તો સંસાર પરિભ્રમણનો નિવેડો આવી જાય. આપણા જીવે ઘણીવાર પ્રયત્ન પણ કર્યો છે, પણ તે કરતાં ક્યાંકને
ક્યાંક રોકાઈ જવાનું થઈ ગયું છે માટે મુક્તપણાને પામી શક્યો નથી. જયારે જ્ઞાનીઓ મુક્તપણે પ્રાપ્ત કરવાના માર્ગને જાણીને તે ઉપર ચાલવાથી અંતઃમુહૂર્તમાં મુક્ત થઈ જાય છે. (૩૦) જીવ જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે શાંતપણામાં વિચરે તો અંતર્મુહૂર્તમાં મુક્ત થાય છે.
જીવ શાંતદશાને ઓળખીને શાંતદશાને પરિણામવી દે અને શાંતપણામાં જ અંતર્મુહૂર્ત માટે રમણતા કરે તો મુક્ત થઈ જાય એમ કહેવાનો ભાવ છે.
(૩૧) અમુક વસ્તુઓ વ્યવચ્છેદ ગઈ એમ કહેવામાં આવે છે; પણ તેનો પુરુષાર્થ કરવામાં આવતો નથી તેથી વ્યવચ્છેદ ગઈ કહે છે, યદ્યપિ જો તેનો સાચો, જેવો જોઈએ તેવો પુરુષાર્થ થાય તો તે ગુણો પ્રગટે એમાં સંશય નથી. અંગ્રેજોએ ઉદ્યમ કર્યો તો હુન્નરો તથા રાજ્ય પ્રાપ્ત કર્યા અને હિંદુસ્તાનવાળાએ ઉદ્યમ ન કર્યો તો પ્રાપ્ત કરી શક્યા નહીં, તેથી વિદ્યા (જ્ઞાન) વ્યવચ્છેદ ગઈ કહેવાય નહીં.
આત્મા જો યથાર્થ પુરુષાર્થ કરી શકે તો, અત્યારે પણ જ્ઞાન કે આત્માના ગુણો પ્રગટી શકે તેમ કહેવાનો ભાવ છે, આ માટે અંગ્રેજોના પુરુષાર્થનો દાખલો આપ્યો છે.
(૩૨) વિષયો ક્ષય થયા નથી છતાં જે જીવો પોતાને વિષે વર્તમાનમાં ગુણો માની બેઠા છે તે જીવોના જેવી ભ્રમણા ન કરતાં તે વિષયો ક્ષય કરવા ભણી લક્ષ આપવું.
હજી વિષયો પ્રત્યે દષ્ટિ છે, જેથી આત્માના ગુણો પ્રગટ્યા નથી, છતાં પોતાને એ પ્રગટ થયા છે એમ માની લે તો જીવને જ નુકસાન ભોગવવાનું આવે માટે પુરુષાર્થ દ્વારા આત્માના ગુણો પ્રગટ કરવા પ્રત્યે લક્ષ આપવું એ જ શ્રેયનું-હિતનું-કલ્યાણનું કારણ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org