________________
સ્વાધ્યાય સુધા
૧૯૧
ગમે તેમ થાય પણ એક શાંતપણાને ચૂકતા નથી; અને આખી દ્વાદશાંગીનો સાર પણ તે જ છે.
આત્મજ્ઞાની પુરુષો વાણિયા જેવા હિસાબ રાખનાર હોય છે એટલે કે સૂક્ષ્મપણે તત્ત્વોનું શોધન કરીને તેને સ્વીકારનારા છે. જેમ સામાન્ય લોકો પોતે પકડેલી વાતનો ત્યાગ કરતા નથી, તેવી જ રીતે જ્ઞાનીઓ, આત્માને માટે સારભૂત વાત જે છે, તેને બરાબર પકડી રાખે છે અને તે રૂપ આચરણ કરે છે. ગમે તેમ થાય તો પણ શાંતપણાને ચૂકતા નથી, એમાં જ લીન થઈને રહે છે. દ્વાદશાંગીમાં કહ્યું છે કે : આત્માને-શાંતપણાને પકડી રાખો અને પ્રાપ્ત કરી લો. આ જ દ્વાદશાંગીનો સાર છે-તત્ત્વભૂત વાત છે.
(૨૪) જ્ઞાની ઉદયને જાણે છે; પણ શાતા અશાતામાં તે પરિણમતા નથી.
જ્ઞાની પોતાના કર્મના ઉદયને જાણે છે, પણ તે ઉદયને અનુસરીને પોતાની પરિણિત થવા નિહ દેતાં જાગૃતપણે દ્રષ્ટા ભાવમાં રહે છે એટલે કે શાતા વખતે હર્ષ નથી કરતા અને અશાતા વખતે શોક કરતા નથી. તેઓ બધી જ અવસ્થામાં સમ’ હોય છે. જેથી ભાવિમાં ભોગવવું પડે તેવા નવા કર્મનું ઉપાર્જન થતું નથી.
(૨૫) ઈન્દ્રિયોના ભોગસહિત મુક્તપણું નથી. ઈન્દ્રિયોના ભોગ છે ત્યાં સંસાર છે; ને સંસાર છે ત્યાં મુક્તપણું નથી.
જીવ જ્યાં સુધી ઈન્દ્રિયોના ભોગમાં રંજાયમાન છે ત્યાં સુધી મુક્ત થઈ શકતો નથી. વિષયો તરફ ભોગવટાની દૃષ્ટિ છે ત્યાં સુધી સંસાર ઊભો જ રહેલો છે.
(૨૬) બારમા ગુણસ્થાનક સુધી જ્ઞાનીનો આશ્રય લેવાનો છે; જ્ઞાનીની આજ્ઞાએ વર્તવાનું છે.
જીવ જ્યાં સુધી કેવળજ્ઞાનને પ્રાપ્ત ન કરી લે ત્યાં સુધી આત્મજ્ઞાની પુરુષોની આજ્ઞા પ્રમાણે ચાલવાનું છે, તો જ તે કેવળજ્ઞાન સુધી પહોંચી શકે, નહિતર નહિ. એટલે કે બારમા ગુણસ્થાનકના છેડા સુધી જ્ઞાનીએ આપેલ શ્રુતજ્ઞાનનું અવલંબન લેવાનું છે.
(૨૭) મહાન આચાર્યો અને જ્ઞાનીઓમાં દોષ તથા ભૂલ હોય નહીં, આપણાથી ન સમજાય તેને લીધે આપણે ભૂલ માનીએ છીએ. આપણાથી સમજાય તેવું આપણામાં જ્ઞાન નથી માટે તેવું જ્ઞાન પ્રાપ્ત થયે જ જ્ઞાનીનો આશય ભૂલવાળો લાગે છે તે સમજાશે એવી ભાવના રાખવી. એકબીજા આચાર્યોના વિચારમાં કોઈ જગોએ કાંઈ ભેદ જોવામાં આવે તો તેમ થવું ક્ષયોપશમને લીધે સંભવે છે, પણ વસ્તુત્વે તેમાં વિકલ્પ કરવા જેવું નથી.
જેટલો જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ હોય તેવું સમજાય. જેમ જેમ જ્ઞાન ખૂલતું જાય તેમ તેમ જ્ઞાનીની વાતોના આશય-રહસ્ય સમજાતા જાય. કોઈ વાત જ્ઞાનીની ન સમજાય તો મૂંઝાવા જેવું નથી કારણ કે જેટલો જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ હોય તેટલાં પ્રમાણમાં સમજાય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org