________________
૧૨૮
સ્વાધ્યાય સુધા મુક્તિ થાય છે. આ સિદ્ધાતની ખાતરી કરવી હોય તો રાગદ્વેષ છોડો. રાગદ્વેષ સર્વ પ્રકારે છૂટે તો આત્માનો સર્વ પ્રકારે મોક્ષ થાય છે. આત્મા બંધનના કારણથી મુક્ત થઈ શકતો નથી. બંધન છૂટ્યું કે મુક્ત છે. બંધન થવાનું કારણ રાગદ્વેષ છે. રાગદ્વેષ સર્વથા પ્રકારે છૂટ્યો કે બંધનથી છૂટ્યો જ છે. તેમાં કશો સવાલ કે શંકા રહેતાં નથી.
(૧૩૮) જે સમયે સર્વથા પ્રકારે રાગદ્વેષ ક્ષય થાય, તેને બીજે જ સમયે કેવલજ્ઞાન છે.
જે ખંડિત ન થાય તે સિદ્ધાંત કહેવાય છે. રાગ-દ્વેષ થવાથી કર્મ બંધાય જ અને વીતરાગતા પ્રગટે તો કર્મથી છૂટી જાય-આ સિદ્ધાંત કહેવાય. જો કોઈપણ અપેક્ષાએ વચનો ખંડિત થાય તો એ સિદ્ધાંત નથી. અક્ષર બોડિયા હોઈ શકે પણ આંકડા બોડિયા ન હોઈ શકે, તે ચોક્કસ હોય એટલે કે અક્ષર રૂપ ઉપદેશ સમજવો. તેમાં દેશકાળને અનુસરી ફેરફાર થઈ શકે, પણ આંકડા ચોક્કસ હોય છે. તેથી આંકડારૂપ સિદ્ધાંત સમજવો. જેમાં દેશકાળને અનુસરી ફેરફાર ન થાય.
જેમ સિદ્ધાંત ક્યારેય ખોટો ન પડી શકે તેમ પ્રત્યક્ષ-અનુભવગમ્ય થાય ત્યારે તેમાં ફેરફારરૂપ ન થઈ શકે. સિદ્ધાંતને સમજાવવા ૧૩૫માં સમજણ આપી છે. પણ જ્યાં સુધી અનુભવ ન થાય ત્યાં સુધી સુપ્રતીતિ રાખીને ચાલવું અને સુપ્રતીતિ થતા ક્રમે ક્રમે અનુભવરૂપ થઈ જવાય છે. ‘૧૩૭૭માં સિદ્ધાંતના દાખલા આપ્યા છે. એની ખાતરી કરવા રાગદ્વેષ છોડો. બંધન થવાનું કારણ રાગદ્વેષ છે. રાગદ્વેષ સર્વથા છૂટી જાય કે તરત જ કેવળજ્ઞાન પ્રગટ થાય છે.
(૧૩૯) જીવ પહેલા ગુણસ્થાનકમાંથી આગળ જતો નથી. આગળ જવા વિચાર કરતો નથી. પહેલાથી આગળ શી રીતે વધી શકાય, તેના શું ઉપાય છે, કેવી રીતે પુરુષાર્થ કરવો, તેનો વિચાર પણ કરતો નથી, અને વાતો કરવા બેસે ત્યારે એવી કરે કે તેરમું આ ક્ષેત્રે અને આ કાળે પ્રાપ્ત થતું નથી. આવી આવી ગહન વાતો જે પોતાની શક્તિ બહારની છે, તે તેનાથી શી રીતે સમજી શકાય? અર્થાત્ પોતાને ક્ષયોપશમ હોય તે ઉપરાંતની વાતો કરવા બેસે તે ન જ સમજી શકાય.
(૧૪૦) ગ્રંથિ પહેલે ગુણસ્થાનકે છે તેનું ભેદન કરી આગળ વધી ચોથા સુધી સંસારી જીવો પહોંચ્યા નથી. કોઈ જીવ નિર્જરા કરવાથી ઊંચા ભાવે આવતાં, પહેલામાંથી નીકળવા વિચાર કરી, ગ્રંથિભેદની નજીક આવે છે, ત્યાં આગળ ગાંઠનું એટલું બધું તેના ઉપર જોર થાય છે કે, ગ્રંથિભેદ કરવામાં શિથિલ થઈ જઈ અટકી પડે છે, અને એ પ્રમાણે મોળો થઈ પાછો વળે છે. આ પ્રમાણે ગ્રંથિભેદ નજીક અનંતી વાર આવી જીવ પાછો ફર્યો છે. કોઈ જીવ પ્રબળ પુરુષાર્થ કરી, નિમિત્ત કારણનો જોગ પામી કરેડિયાં કરી ગ્રંથિભેદ કરી, આગળ વધી આવે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org