________________
સ્વાધ્યાય સુધા .
તેમ ક્લેશના કારણો ઘટતાં જાય છે, અને અંતે નિર્મૂળ કરે છે. આવી રીતે ક્લેશના કારણો નિર્મૂળ કર્યા છે તેવા મહાપુરુષો જયવાન વર્તે. આપણે તેવા થવા પ્રયત્ન કરીએ. અનેકાંતદેષ્ટિયુક્ત એકાંતદષ્ટિને જે સેવ્યા કરે છે :જેમ જેમ વિષયાસક્તિ ઘટે છે તેમ તેમ ક્લેશના કારણો ઘટે છે અને તે મન શાંત | થાય છે. હવે તે મન આત્મવિચાર કરવા માટે સૂક્ષ્મ બને છે.
જે આત્માને સંસારભાવથી છોડાવે છે તે આત્મભાવ છે અને જે આત્માને નુકસાનકર્તા ભાવ છે તે અન્યભાવ છે. તે વિષેની હેય-ઉપાદેયની વિચારણા દ્વારા આત્મભાવને ગ્રહણ કરવા લક્ષે તેની વૃત્તિ રહે છે અને પરભાવ પ્રત્યે તેની ઉદાસીનવૃત્તિ થાય છે.
પર પ્રત્યેની ઉદાસીનવૃત્તિ થવાથી આત્માને અલગ-અલગ અપેક્ષાએ એટલે સ્યાદ્વાદ શૈલી દ્વારા-આત્મા કઈ રીતે કર્તા છે, ભોક્તા છે એવી વિચારણા પોતાના શુદ્ધ સ્વભાવને પ્રગટ કરવા માટે કરે છે. આમ અનેકાંતદષ્ટિ વડે આત્મતત્ત્વને સમજીને પોતાનો એક આત્મા જ ઉપાસવા યોગ્ય છે એવી દષ્ટિ ખૂલે છે.
આમ આત્મતત્ત્વની ઉપાસના કરતાં કરતાં આત્માનો અનુભવ થાય છે. આત્મઅનુભવ થવાથી તરત જ નિરાબાધપણું પ્રગટ થતું નથી. તે નિરાબાધપણું પ્રગટ કરવા માટે જેમ બને તેમ પરસ્પરિચયથી પાછા ફરવું જરૂરી છે. હળવે હળવે પરપરિચયથી નિવૃત્ત થવાનાં કારણો ઉપર ભાર નહીં દેતાં જે પ્રકારે ત્વરાએ નિવૃત્તિ થાય તે વિચાર કર્તવ્ય છે અને તેમ કરવા જતાં અશાતાદિ આપત્તિયોગ વેદવાં પડતાં હોય તો વેદવાની તૈયારી રાખવી જોઈએ પણ પપરિચયથી શીધ્રપણે દૂર થવાનો પ્રકાર કરવો જોઈએ. જેમ જેમ પરપરિચયથી નિવૃત્તબુદ્ધિ થતી જાય તેમ તેમ આત્મતત્ત્વ જે અનુભવમાં આવ્યું છે તેની સ્થિરતા વધતી જાય અને પરભાવના પ્રસંગો પ્રત્યે સહેજે ઉદાસીનવૃત્તિ રહ્યા કરે. પછી તે તે પ્રસંગોમાં તેમને હિતબુદ્ધિ થઈ પ્રતિબંધ થતો નથી અને મનોવૃત્તિ હવે બાહ્યભાવમાં રોકાઈ જતી નથી અને સહજપણે અંતર્મુખપણે વર્યા કરે છે. અહીં પણ નિરાબાધપણું પ્રગટ થયા છતાં મહાજ્ઞાની પુરુષો એટલે કેવળજ્ઞાની ભગવંતોએ સતત જાગૃત રહેવું એવી ભલામણ જ્ઞાની પુરુષોને પણ કરી છે; કારણ નિરાબાધપણું તે અવ્યાબાધપણાને પ્રગટ કરવા માટેની એક ભૂમિકા છે.
તે નિરાબાધપણું પ્રગટ થયા બાદ તેમાં જ સ્થિરતા વધતાં, ચારિત્ર મોહનો ક્ષય થતાં અવ્યાબાધપણું પ્રગટે છે. જયાં સંપૂર્ણ રાગ-દ્વેષનો ક્ષય થયો હોવાથી માત્ર એક શુદ્ધવૃત્તિ જ રહે છે. આવી જેની સ્થિતિ છે તેવા પ્રતાપી પુરુષ જયવંત વર્તો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org