________________
૪૪ "
સ્વાધ્યાય સુધા
મતિજ્ઞાનમાં અનુમાન વડે બદ્ધિથી જાણી શકાય છે. કોઈ વાત માટે બુદ્ધિ નક્કી કરે છે કે આમ છે તો આમ હશે અથવા આમ નથી તો આમ નહીં હોય. મતિજ્ઞાનથી જાયું હોય એ આગળ વધે એટલે મન:પર્યવજ્ઞાન થાય ત્યારે ખ્યાલ આવે કે પહેલાં જે જાણ્યું હતું કે જે સમજણ હતી તે ખોટી હતી, અને મન:પર્યવજ્ઞાન થવાથી યથાર્થ સમજાય છે એટલે મન:પર્યવજ્ઞાન થવાથી ફેરફારને અવકાશ રહેતો નથી કારણ આત્માના શુદ્ધતાના અંશો ખીલ્યાથી જાણપણું થાય છે એટલે અનુમાન રહેલું નથી. અનુભવજ્ઞાનની સહાયથી થાય છે.
૫૭. લોકોમાં ઘસંજ્ઞાએ એમ માનવામાં આવતું કે ‘આપણને સમ્યકત્વ છે કે શી રીતે તે કેવળી જાણે, નિશ્ચય સમ્યકત્વ છે એ વાત તો કેવળીગમ્ય છે, ચાલતી રૂઢિ પ્રમાણે એમ માનવામાં આવતું, પરંતુ બનારસીદાસ અને બીજા તે દશાના પુરુષો એમ કહે છે કે અમને સમ્યકત્વ થયું છે, એ નિશ્ચયથી કહીએ છીએ.
૫૮. શાસ્ત્રમાં એમ કહેવામાં આવ્યું છે કે “નિશ્ચય સમ્યકત્વ છે કે શી રીતે તે કેવળી જાણે'તે વાત અમુક નયથી સત્ય છે; તેમ કેવળજ્ઞાની સિવાય પણ બનારસીદાસ વગેરેએ મોઘમપણે એમ કહ્યું છે કે “અમને સમ્યકત્વ છે, અથવા પ્રાપ્ત થયું છે', તે વાત પણ સત્ય છે; કારણ નિશ્ચયસમ્યકત્વ' છે તે દરેક રહસ્યના પર્યાયસહિત કેવળી જાણી શકે છે, અથવા દરેક પ્રયોજનભૂત પદાર્થના હેતુ અહેતુ સંપૂર્ણપણે જાણવા એ કેવળી સિવાય બીજાથી બની શકતું નથી; ત્યાં આગળ “નિશ્ચયસમ્યકત્વ' કેવળીગમ્ય કહ્યું છે. તે પ્રયોજનભૂત પદાર્થના સામાન્યપણે અથવા શૂળપણે હેતુઅહેતુ સમજી શકાય એ બનવા યોગ્ય છે, અને તે કારણને લઈને મહાન બનારસીદાસ વગેરેએ પોતાને સમ્યકત્વ છે એમ કહેલું છે.
પ૯. “સમયસારમાં મહાન બનારસીદાસે કરેલી કવિતામાં ‘અમારે હૃદયને વિષે બોધબીજ થયું છે' એમ કહેલું છે; અર્થાત્ પોતાને વિષે સમ્યકત્વ છે એમ કહ્યું છે. - ઓઘ સંજ્ઞાએ લોકો એમ માને છે કે “સમ્યકત્વ થયાની જાણ કેવળીગમ્ય છે.” પણ ભગવાન મહાવીર પછી થયેલા ઘણા મહાપુરુષોએ પોતાને સમ્યક્દર્શન છે તેમ તેમણે લખેલા વચનો પરથી જાણી શકાય છે. નિશ્ચયથી સમ્ય કુદર્શનના દરેક રહસ્યના પર્યાયસહિત કેવળી જાણી શકે છે અથવા દરેક પદાર્થના હેતુ અહેતુ તો કેવળી જ જાણી શકે. પણ ઘણી વ્યક્તિઓ પોતાના જાતિસ્મરણ જ્ઞાનના આધારે સાધના કરીને નિશ્ચય સમ્યક્દર્શન પ્રાપ્ત કરે છે. તે વાત તો હાલમાં પણ શક્ય રહેલી છે, એટલે જે થોડા સમય પૂર્વે થયેલા અને હાલમાં વિચરી રહેલા પુરુષોએ કહ્યું છે કે “અમને સમ્યગદર્શન છે', પ્રગટ થયું છે, ભલે સંપૂર્ણપણે રહસ્યભૂતપણે બધા પર્યાયો સમજવામાં ન આવે તો પણ બનારસીદાસજી કહે છે કે “અમારે દયને વિષે બોબીજ થયું છે.” અર્થાત્ પોતાને સમ્યક્દર્શન કે સમ્યકત્વ છે તેમ કહ્યું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org