________________
૫૬
સ્વાધ્યાય સુધા
સહાયતા કરવા માટે તત્પર રહેવું અને તેના અચક્ષુદર્શનાવરણીય કર્મનો ઉદય જાણીને તેના પ્રત્યે હંમેશાં કરુણા સભર રહી વ્યવહાર કરવો. પ્રેમ અને સન્માન આપીને હીન ભાવનાઓથી ઉપર ઉઠાવવાનો પ્રયાસ કરવો.
(૩) અવધિદર્શનાવરણીય કર્મ :- અવધિ દર્શનાવરણીય કર્મના ક્ષયોપશમથી મન અને ઈન્દ્રિયોની સહાયતા વગર રૂપી પદાર્થોનું જ્ઞાન મર્યાદા સાથે જે દર્શન થાય છે, તેને અવધિદર્શન કહે છે. એટલે કે આત્મા દ્વારા દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવની મર્યાદામાં રૂપી દ્રવ્યોનો સામાન્ય બોધ અવધિદર્શન છે. જે એને આચ્છાદિત કરે છે તે અવધિ દર્શનાવરણીય કર્મ છે
(૪) કેવળદર્શનાવરણીય કર્મ :- આ કર્મનો ક્ષય કરવાથી આત્મા દ્વારા સંપૂર્ણ શુદ્ધતાનો અનુભવ થાય છે. અને જગતના બધા જ પદાર્થોનું, ત્રણે કાળનું એક સાથે જ સામાન્ય બોધ થાય છે, તેને કેવળદર્શન કહે છે. આ જ કર્મ કેવળદર્શનની શક્તિ ને પડદાની જેમ ઢાંકી દે છે.
દર્શનના આવરણ રૂપ નિંદ્રાના પાંચ પ્રકાર :- સૂઈ ગયેલ વ્યક્તિ સામાન્ય બોધ પ્રાપ્ત કરી શકતી નથી, કારણ કે ઈન્દ્રિયોના વિષયો રોકાઈ જાય છે. એથી સંપૂર્ણ દર્શન આવરિત થઈ જાય છે. આ કારણથી પાંચ પ્રકારની નિંદ્રાને દર્શનાવરણીય કર્મના અંગરૂપ માનવામાં આવે છે.
(૧) નિંદ્રા :- જે કર્મના ઉદયથી મનુષ્યને એવી ઊંઘ આવે કે સહેલાઇથી ઉઠાડી શકાય. સામાન્ય અવાજ કરવાથી કે થવાથી તરત ઉઠી જાય. આવી નિંદ્રાને નિંદ્રાદર્શનાવરણીય કર્મ કહે છે. આ કર્મના ઉદયથી નિંદ્રા આવે છે, પરંતુ તે પ્રગાઢ હોતી નથી. આવી નિંદ્રાવાળાને સુખપૂર્વક ઉઠાડી શકાય છે.
(૨) નિંદ્રા-નિંદ્રા - જે કર્મના ઉદયથી મનુષ્યને એવી ઊંઘ આવી જાય કે તેને ઉઠાડવો મુશ્કેલ બની જાય છે. તેને નિંદ્રા-નિંદ્રા દર્શનાવરણીય કર્મ કહે છે.
(૩) “પ્રચલા' નિંદ્રા :- ઊભા ઊભા કે બેઠા-બેઠી ઊંઘ આવી જાય તેને ‘પ્રચલાપ્રચલા” નિંદ્રા કહેવાય છે.
(૪) પ્રચલા પ્રચલા :- જેટલી ઊંઘ આવશ્યક છે એટલી ઊંઘ પૂરી ન થઈ હોય તો તેને જગાડીને ચલાવવામાં આવે તો ચાલતા ચાલતા સૂઈ જાય છે. જે કર્મના ઉદયથી આવી નિંદ્રા આવી જાય તેને ‘પ્રચલા-પ્રચલા દર્શનાવરણીય કહે છે.
(૫) થીણદ્ધિ અથવા ચાનવૃદ્ધિ નિંદ્રા :- સ્થાનનો અર્થ છે બર્ફની જેમ જામેલી અથવા ઋદ્ધિ-આત્માની શક્તિ અથવા ગૃદ્ધિ એટલે મનની એકત્રિત થયેલી વિકૃત ઈચ્છાઓ. આ કારણથી તેને ત્યાનદ્ધિ-સ્યાનગૃદ્ધિ દર્શનાવરણીય કર્મ કહે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org