________________
સ્વાધ્યાય સુધા
પ૭ “સર્વાર્થસિદ્ધિ'માં આ નિંદ્રાનો ત્રણ પરિભાષા કરવામાં આવી છે. (૧) જે નિંદ્રાના ઉદયથી નિંદ્રિત અવસ્થામાં વિશેષ બળ પ્રગટ થઈ જાય. (૨) જેના ઉદયથી આત્મા સુત અવસ્થામાં રૌદ્ર કર્મ કરી નાખે છે. (૩) જે નિંદ્રામાં દિવસે ચિંતવેલ અર્થ અને આંકાક્ષા એકત્રિત થઈ જાય છે. તેને સ્થાનદ્ધિ નિદ્રા કહે છે. આ નિંદ્રા ભયંકર ગણાય છે. આ નિંદ્રામાં જીવ બધા દુષ્કૃત્ય કરીને પાછો પોતાના સ્થાને આવીને સૂઈ જાય છે, પણ સવારે તેને તેનું કોઈ ભાન હોતું નથી. આને માટે ઘણા દષ્ટાંત આપી શકાય. દા.ત. તરીકે રત્નનો દાબડો બહાર લઈ જઈ દાટી દઈ તેના ઉપર એટલો મોટો પત્થર મૂકી દે છે સામાન્યપણે માણસ ઉપાડી કે ખસેડી શકે નહી.
આ પાંચેય પ્રકારની નિંદ્રાનો હેતુ મુખ્યપણે પ્રમાદને બતાવ્યો છે. જેવો પ્રમાદ તેને અનુસરીને આ દર્શનાવરણીય કર્મ બંધાય છે. અતિ અલ્પ પ્રમાદથી નિદ્રા, અલ્પ પ્રમાદથી નિંદ્રા-નિંદ્રા, વધારે પ્રમાદથી પ્રચલા, અતિ પ્રમાદથી પ્રચલ-પ્રચલા અને તીવ્ર પ્રમાદથી
સ્યાનધ્ધિ નિદ્રા રૂપ દર્શનાવરણીય કર્મ બંધાય છે. ત્યાનધ્ધિ નિંદ્રાવાળાના પરિણામ તીવ્ર હિંસાના હોય છે. તેથી તે મૃત્યુ પામીને નરકમાં ચાલ્યો જાય છે. નિંદ્રા મનુષ્ય જીવનનું મહત્વપૂર્ણ અંગ છે. ઓછી નિંદ્રાવાળો અપ્રમત્ત મનુષ્ય શ્રેષ્ઠ પુરુષાર્થ કરી શકે છે. નિંદ્રાદર્શનાવરણીય કર્મના ક્ષયોપશમ માટે શ્રેષ્ઠ ઉપાય બતાવેલ છે-અપ્રમત્ત થઈને પરમાત્માની ભક્તિ કરવી અને શ્રુતજ્ઞાનની આરાધના સતતપણે કરવી. ધર્મ પુરુષાર્થમાં જાગૃત્તિ અને તીવ્રતા આવવાથી દર્શનાવરણીય કર્મનો ક્ષય થઈ જાય છે, થઈ શકે છે.
(૩) વેદનીય કર્મ :- જે કર્મ આત્માને સુખદુ:ખનો અનુભવ કરાવે છે તે વેદનીય કર્મ કહેવાય છે. સાંસારિક પ્રાણીઓનું જીવન એકાંતે સુખમય કે એકાંતે દુઃખમય હોતું નથી. આત્માના સુખ-દુઃખને ઊભું કરનાર કર્મને વેદનીય કર્મ કહેવાય છે. વેદનીય કર્મના પ્રભાવથી આત્માને સુખ અને દુઃખનો અનુભવ થાય છે તે સાંસારિક, ભૌતિક, ક્ષણિક અને પૌદ્ગલિક હોય છે. આત્માના અક્ષય, અનંત અને અવ્યાબાધ આત્મિક સુખ સાથે એને કોઈ સંબંધ નથી. આ વિષયોનું સુખ સુખાભાસ છે અને મન દ્વારા માનવામાં આવેલું છે, જેમાં દુઃખ જોડાયેલું જ રહે છે. “અનુકૂલન વેદનીય સુખમ્, પ્રતિકુલ વેદનીય દુઃખમ્” અર્થાત્ અનુકૂલ કે મનોજ્ઞ વસ્તુની પ્રાપ્તિથી જે વેદનનો અનુભવ થાય છે, તે સુખ છે અને જેનાથી પ્રતિકૂળ-અમનોજ્ઞનું વેદન-કે અનુભવ થાય છે તે દુઃખ છે. આ જ કારણથી વેદનીય કર્મને મધના લેપવાળી તરવાર સાથે સરખાવવામાં આવેલ છે. તરવારની ધાર ઉપર લગાડેલ મધને ચાટવાથી સુખ અનુભવાય છે, તેવી રીતે શાતા વેદનીય કર્મના ઉદયથી સુખનો અનુભવ થાય છે. સાથે જ મધથી ખરડાયેલી તરવારને ચાટતાં, જીભ કપાઈ જવાથી દુઃખનો અનુભવ થાય છે; તેવી રીતે અશાતા વેદનીય કર્મના ઉદયથી દુઃખનો અનુભવ થાય છે. જો કે પ્રાણીઓની અનુભવ ધારા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org