________________
૩૧
સ્વાધ્યાય સુધા મુશ્કેલીવાળું છે; અને તેની સાથે છેટેના પદાર્થનો અનુભવગમ્ય નથી એમ કહેવાથી કહેવાતા કેવળજ્ઞાનના અર્થને વિરોધ આવે છે, તેથી ત્યાં બુદ્ધિબળથી સર્વ પદાર્થનું, સર્વ પ્રકારે, સર્વ કાળનું જ્ઞાન થાય છે એમ ઠરે છે.
કેવળજ્ઞાન પ્રગટ કરવામાં કોઈપણ પદાર્થના માધ્યમની જરૂરીયાત રહેતી નથી. જો કોઈ માધ્યમની જરૂરીયાત પડે તો તે કેવળજ્ઞાન નથી, પણ વચ્ચેની સ્થિતિ છે એમ કહી શકાય.
૨૫. એક કાળના કલ્પેલા સમય જે અનંત છે, તેને લઈને અનંતકાળ કહેવાય છે. તેમાંના વર્તમાનકાળ પહેલાંના જે સમય વ્યતીત થયા છે તે ફરીથી આવવાના નથી એ વાત ન્યાયસંપન્ન છે; તે સમય અનુભવગમ્ય શી રીતે થઈ શકે એ વિચારવાનું છે.
૨૬. અનુભવગમ્ય જે સમય થયા છે તેનું જ સ્વરૂપ છે તે તથા તે સ્વરૂપ સિવાય તેનું બીજું સ્વરૂપ થતું નથી, અને તે જ પ્રમાણે અનાદિ અનંતકાળના બીજા જે સમય તેનું પણ તેવું જ સ્વરૂપ છે; એમ બુદ્ધિબળથી નિર્ણત થયેલું જણાય છે.
૨૪ અને ૨૫માં કહેલી વાત કેવળજ્ઞાનીને જણાય છે તે સિવાયના માટે અનુભવગમ્યના આધારે અનુમાન કે બુદ્ધિબળથી નક્કી કર્યું છે તેમ કહી શકાય. - ૨૭. આ કાળને વિષે જ્ઞાન ક્ષીણ થયું છે અને જ્ઞાન ક્ષીણ થવાથી મતભેદ ઘણા થયા છે. જેમ જ્ઞાન ઓછું તેમ મતભેદ વધારે, અને જ્ઞાન વધુ તેમ મતભેદ ઓછા, નાણાંની પેઠે. જ્યાં નાણું ઘટ્યું ત્યાં કંકાસ વધારે અને જ્યાં નાણું વધ્યું ત્યાં કંકાસ ઓછા હોય છે.
આ કાળમાં જ્ઞાન ક્ષીણ થતું જાય છે, ક્ષીણ થઈ રહ્યું છે અને જ્ઞાન ક્ષીણ થવાને કારણે જ મતભેદ વધતા ગયા છે. જેમ જેમ જ્ઞાન ઓછું તેમ મતભેદ વધતાં જાય અને જ્ઞાન વધુ તેમ મતભેદ ઓછા થતા જાય છે. દા.ત. જેમ ધન છે એ ધન ઘટે તે કંકાસ વધે, ધન વધે તો કંકાસ ઘટે.
૨૮. જ્ઞાન વિના સમ્યકત્વનો વિચાર સૂઝતો નથી. મતભેદ ઉત્પન્ન નથી કરવો એવું જેના મનમાં છે તે જે જે વાંચે અથવા સાંભળે તે તે તેને ફળે છે. મતભેદાદિ કારણને લઈને શ્રુતશ્રવણાદિ ફળતાં નથી. - જ્ઞાનની તારતમ્યતા ઘટવાથી વાતવાતમાં મતભેદ ઊભા થયેલા છે. એને કારણે કલેશો પણ વધતા જણાય છે. પણ સમ્યકજ્ઞાન સમજાય તો તેના આધારે સમ્યકત્વ વિષે વિચાર થઈ શકે. જે મતભેદને બાજુએ મૂકીને જ્ઞાનીના વચનો સાંભળે છે તે તેને ફળવાન થાય છે એટલે કે તેના લક્ષરૂપ પરિણામને પામી શકે છે. પણ મતભેદ જયાં સુધી રહેલાં છે ત્યાં સુધી શ્રુતનું શ્રવણ વગેરે ઉપયોગી થતા નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org