________________
૧૬૪
સ્વાધ્યાય સુધા મનનો બોધ વચન યથાર્થ ન કહી શકે વચનનો કથનબોધ પણ કલમ લખી ન શકે. આમ હોવાથી અને આ વિષયસંબંધે કેટલાક શૈલીશબ્દો વાપરવાની આવશ્યકતા હોવાથી અત્યારે અપૂર્ણ ભાગે આ વિષય મૂકી દઉં છું. એ અનુમાપ્રમાણ કહી ગયો. પ્રત્યક્ષ પ્રમાણ સંબંધી જ્ઞાનીદષ્ટ હશે, તો હવે પછી, વા દર્શન સમય મળ્યો તો ત્યારે કંઈક દર્શાવી શકીશ. આપના ઉપયોગમાં રમી રહ્યું છે, છતાં બે એક વચનો અહીં પ્રસન્નતાર્થે મૂકું છું :
૧. સર્વ કરતાં આત્મજ્ઞાન શ્રેષ્ઠ છે. ૨. ધર્મવિષય, ગતિ, આગતિ નિશ્ચય છે. ૩. જેમ ઉપયોગની શુદ્ધતા તેમ આત્મજ્ઞાન પમાય છે. ૪. એ માટે નિર્વિકાર દૃષ્ટિની અગત્ય છે. પ. ‘પુનર્જન્મ છે' તે યોગથી, શાસ્ત્રથી અને સહજરૂપે અનેક પુરુષોને સિદ્ધ થયેલ છે. (પ-૬૪)
પ્રથમ પ્રશ્ન : “જાતિસ્મરણજ્ઞાનવાન પાછળનો ભવ કેવી રીતે દેખે છે?' તેનો ઉત્તર આ પ્રમાણે વિચારશો :
નાનપણે કોઈ ગામ, વસ્તુ આદિ જોયાં હોય અને મોટપણે કોઈ પ્રસંગે તે ગામાદિનું આત્મામાં સ્મરણ થાય છે તે વખતે, તે ગામાદિનું આત્મામાં જે પ્રકારે ભાન થાય છે, તે પ્રકારે જાતિસ્મરણ-જ્ઞાનવાનને પૂર્વભવનું ભાન થાય છે. કદાપિ આ ઠેકાણે એમ પ્રશ્ન થશે કે, પૂર્વભવમાં અનુભવેલાં એવા દેહાદિનું આ ભવમાં ઉપર કહ્યું તેમ ભાન થાય એ વાત યથાતથ્ય માનીએ તોપણ પૂર્વભવમાં અનુભવેલાં એવા દેહાદિ અથવા કોઈ દેવલોકાદિ નિવાસસ્થાન અનુભવ્યાં હોય તે અનુભવની સ્મૃતિ થઈ છે, અને તે અનુભવ યથાતથ્ય થયો છે, એ શા ઉપરથી સમજાય ? તો એ પ્રશ્નનું સમાધાન આ પ્રમાણે છે : અમુક અમુક ચેષ્ટા અને લિંગ તથા પરિણામ આદિથી પોતાને તેનું સ્પષ્ટ ભાન થાય છે, પણ બીજા કોઈ જીવને તેની પ્રતીતિ થવા માટે તો નિયમિતપણું નથી. કવચિત્ અમુક દેશમાં, અમુક ગામ, અમુક ઘર, પૂર્વે દેહ ધારણ થયો હોય અને તેનાં ચિહ્નો બીજા જીવને જણાવવાથી તે દેશાદિનું અથવા તેના નિશાનાદિનું કંઈ પણ વિદ્યમાનપણું હોય તો બીજા જીવને પણ પ્રતીતિનો હેતુ થવો સંભવે; અથવા જાતિસ્મૃતિજ્ઞાનવાન કરતાં જેનું વિશેષ જ્ઞાન છે તે જાણે. તેમ જ જેને જાતિસ્મૃતિજ્ઞાન’ છે, તેની પ્રકૃત્યાદિને જાણતો એવો કોઈ વિચારવાન પુરુષ પણ જાણે કે આ પુરુષને તેવાં કંઈ જ્ઞાનનો સંભવ છે, અથવા “જાતિસ્મૃતિ' હોવી સંભવે છે, અથવા જેને “જાતિસ્મૃતિજ્ઞાન’ છે, તે પુરુષના સંબંધમાં કોઈ જીવ પૂર્વ ભવે આવ્યો છે, વિશેષ કરીને આવ્યો છે તેને તે સંબંધ જણાવતાં કંઈ પણ સ્મૃતિ થાય તો તેવા જીવને પણ પ્રતીતિ આવે. (પ-૬૨૯)
આપણે પ.કૃ.દેવ શ્રીમદ્ રાજચંદ્રના શબ્દોમાં જ જાતિસ્મરણજ્ઞાન પૂર્વજન્મનું જ્ઞાન થઈ શકે છે અને પોતાને થયું છે, તે જાણ્યું. હવે કર્મગ્રંથના આધારે પૂર્વજન્મ અને પુર્નજન્મ વિષે જોઈએ તે જાણવાથી શું ફાયદો થઈ શકે ? તે જોઈએ ?
કર્મના અસ્તિત્વનો મૂળ આધાર પૂર્વજન્મ અને પુનર્જન્મ છે. તેને માન્યા વિના આ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org