________________
સ્વાધ્યાય સુધા
४७ ૬૩. કર્મ અનંત પ્રકારના છે. તેમાં મુખ્ય ૧૫૮ છે. તેમાં મુખ્ય આઠ કર્મપ્રકૃતિ વર્ણવવામાં આવી છે. આ બધાં કર્મોમાં મુખ્યત્વે પ્રાધાન્ય એવું મોહનીય છે; જેનું સામર્થ્ય બીજાં કરતાં અત્યંત છે; અને તેની સ્થિતિ પણ સર્વ કરતાં વધારે છે.
૬૪. આઠ કર્મમાં ચાર ઘનઘાતી છે. તે ચારમાં પણ મોહનીય અત્યંત પ્રબળપણે ઘનઘાતી છે. મોહનીયકર્મ સિવાય સાત કર્મ છે, તે મોહનીયકર્મના પ્રતાપથી પ્રબળપણે થાય છે. જો મોહનીય ખસે તો બીજાં નિર્બળ થઈ જાય છે. મોહનીય ખસવાથી બીજાઓનો પગ ટકી શકતો નથી. - ૨૦૪. અનંત પ્રકારના કર્મો મુખ્ય આઠ પ્રકારે અને ઉત્તર એકસો અઠ્ઠાવન પ્રકારે પ્રકૃતિ'ના નામથી ઓળખાય છે. તે એવી રીતે કે અમુક અમુક પ્રકૃતિ અમુક અમુક ગુણસ્થાનક' સુધી હોય છે. આવું માપ તોળીને જ્ઞાનીદેવે બીજાઓને સમજાવવા સારુ સ્કૂલ સ્વરૂપે તેનું વિવેચન કર્યું છે, તેમાં બીજાં કેટલી એક જાતનાં કર્મ અર્થાત્ કર્મપ્રકૃતિ' સમાય છે. અર્થાત્ જે પ્રકૃતિનાં નામ “કર્મગ્રંથ'માં નથી આવતાં, તે તે પ્રકૃતિ ઉપર બતાવેલી પ્રકૃતિના વિશેષ પર્યાય છે; અથવા તે ઉપર બતાવેલી પ્રકૃતિમાં સમાય છે.
આ આઠ કર્મમાં મુખ્ય મોહનીય કહેવાય છે. જે બધા કર્મ કરતાં પ્રબળ છે અને તેનું સામર્થ્ય પણ બીજા કરતાં અત્યંત રહેલું છે. એમ કહી શકાય કે મોહનીયકર્મ પોતે પોતાનો ખોરાક મેળવી લે છે અને બીજા કર્મો તેના પરોપજીવી છે, એના પર આધાર રાખે છે. તેની સ્થિતિ એટલે દર્શનમોહ કર્મની સ્થિતિ ૭૦ કડાકોડિ સાગરોપમની અને ચારિત્રમોહની ૪૦ કડાકોડિ સાગરોપમની રહેલી છે.
જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય, અંતરાય એ ઘનઘાતી કર્મો છે એટલે કે આત્માની ઘાત કરનારા છે. આત્માને ઊંધા પાટા બંધાવી ફસાવનારા છે. એમાં પણ મોહનીય અત્યંત પ્રબળપણે ઘનઘાતી છે. અવળે પાટે ચડાવનાર છે. મોહનીય સિવાયના જે સાત કર્મ છે તે મોહનીયકર્મના પ્રતાપથી પ્રબળ થાય છે. જો મોહનીય મોળું પડી જાય છે તો પછી બાકીનાનું જોર ચાલતું નથી. મોહનીય ચાલવા માંડે એટલે બાકીના કર્મો પણ ચાલવા માંડે, તે ટકી શકતા નથી. બાકીના ચાર અઘાતી કર્મો છે તે શરીર આશ્રયી છે પણ તે પણ મોળા પડી જાય છે અને શરીરનો નાશ થતાં તેનો નાશ થઈ જાય છે. કેવળીને પણ તે ભોગવવા પડે છે. તેનો કાળ પૂરો થાય ત્યાં સુધી શરીરમાં રહેવું પડે છે.
આઠેય કર્મનો સ્વભાવ કેવો છે ? તે કેવી રીતે જીવને આવરણ કરે છે તે જોઈએ.
૧. જ્ઞાનાવરણીય-આત્માની જ્ઞાન સંબંધીની જે અનંતશક્તિ છે તેને આચ્છાદન કરે તે;
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org