________________
સ્વાધ્યાય સુધા
(૧) રાગથી રાગનું દૃષ્ટાંત :- એક રાજાને પોતાની રાણી ઉપર અત્યંત મોહાસક્તિ હતી. કેટલાંક સમય પછી રાણીના માથામાં એક ફોલ્લો પડી ગયો અને તેમાં ખાડો પડી ગયો. તીવ્ર રાગની બુદ્ધિને કારણે તે રાજા પોતાનું આયુષ્ય પૂરું કરી રાણીના તે માથાના ફોલ્લામાં કૃમિ-ઈયળના રૂપમાં ઉત્પન્ન થયો.
૧૪૦
(૨) રાગથી દ્વેષ :- અહીંયા શરૂઆતમાં આત્મા રાગના ઉદયથી રાગભાવમાં લેપાઈને, પછી કોઈ પ્રબળ કારણને કારણે પુનઃ દ્વેષ ભાવમાં પરિણમી જાય છે. જ્યારે રાગ દ્વેષમાં ફેરવાઈ જાય છે ત્યારે સંપૂર્ણ વાતાવરણ વિપરીત બની જાય છે. રાગની આગ કરતાં દ્વેષની આગ ભયંકર કહી છે.
આજની પરિસ્થિતિમાં પ્રાયઃ બનતી ઘટનાઓમાં રાગને દ્વેષમાં રૂપાંતરિત થતો જોવામાં આવે છે. સામાન્યપણે પરિવારોમાં રાગનું દ્વેષમાં રૂપાંતરણ થવાથી ઈર્ષ્યા, કલહ, કંકાશનો સિલસિલો ચાલુ થઈ જાય છે.
(૩) દ્વેષથી રાગ :- દ્વેષભાવનું રાગ ભાવમાં શીઘ્ર પરિવર્તન થવું મુશ્કેલીવાળી વાત છે, પણ અસંભવિત તો નથી. માણસ પોતાની માણસાઈ ને સમજીને, તેને આગળ કરવા માટે તૈયાર થઈ જાય તો પારિવારિક, જાતિગત, સંપ્રદાયગત અને રાષ્ટ્રગત દ્વેષ પણ પરસ્પર ભાઈચારા અને બંધુત્વની ભાવનામાં બદલી શકાય છે. ક્ષમાયાચના કરવાથી પણ દ્વેષને રાગમાં ફેરવી શકાય છે.
(૪) દ્વેષથી દ્વેષ :- આ પ્રકારનો દ્વેષ ભગવાન પાર્શ્વનાથનું ચરિત્ર વાંચતા આવી શકે તેમ છે. કમઠ અને મરૂભૂતિ બન્ને પ્રથમ ભવમાં ભાઈઓ હતા, પણ તે ભવમાં જ કમઠને મરૂભૂતિ પ્રત્યે દ્વેષ આવ્યો અને તે વધતો વધતો ૧૦મા ભવમાં પરાકાષ્ઠાએ પહોંચ્યો. જયારે ભ.પાર્શ્વનાથ (મરૂભૂતિનો જીવ) કાર્યોત્સર્ગમાં ઊભા હતા ત્યારે કમઠે દ્વેષભાવમાં વધારો કરી પ્રભુને પાણીનો ઉપસર્ગ આપી ડૂબાડી દેવાનો પ્રયત્ન કર્યો હતો.
રાગદ્વેષની વૃદ્ધિમાં રાગ કરતાં દ્વેષની વૃદ્ધિ થવી અત્યંત ભયંકર કહી છે.
રાગ વધારે ભયાનક કે દ્વેષ :- જે પ્રકારના વિભાવિક ભાવોથી આત્માના ગુણોનો ઘાત તીવ્ર અથવા શીઘ્ર રૂપથી થાય તેને અધિક ખતરનાક ગણવા જોઈએ. જે આત્મામાં રાગદ્વેષ જેટલા ઓછા અથવા વધારે થશે, કર્મબંધ તેટલો જ મંદ કે તીવ્ર રસવાળો તથા ન્યૂનાધિક સ્થિતિવાળો થશે. રાગવૃત્તિની અપેક્ષાએ દ્વેષવૃત્તિ વધારે હાનિકારક છે. દ્વેષવૃત્તિ વાળામાં રૌદ્રધ્યાનની તીવ્ર ક્રૂર પરિણતિ વધારે થવાથી તેની લેશ્યાઓ, અશુભથી અશુભતર બને છે. જો કે રાગ-ભાવ પણ જીવનમાં પ્રતિ ક્ષણ કર્મોને નિમંત્રણ આપે છે, પરંતુ તેની લેશ્યાઓ ક્રૂર, અશુભ, અને ઘાતક નથી હોતી.
સામાન્યપણે રાગ-દ્વેષ બન્નેથી આત્માને ઘણું જ નુકસાન થાય છે, પણ દ્વેષથી અધિક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org