________________
સ્વાધ્યાય સુધા
૬૭
જેના કારણે ચારિત્રના પરિણામ ક્ષીણ થાય છે તેને કષાય કહેવાય છે.” જે કર્મના કારણે ક્રોધ, માન, માયા અને લોભ આદિ કષાયોની ઉત્પત્તિ થાય તેને કષાય મોહનીય કહેવામાં આવે છે. કષાય જ કર્મબંધ માટે મુખ્ય હેતુ છે અને જ્યાં સુધી કર્મબંધ છે ત્યાં સુધી આત્મા બધા દુઃખોથી મુક્ત થઈ શકતો નથી. આ કષાય-મોહનીય સંસાર પરિભ્રમણમાં વૃદ્ધિ કરે છે. વાસ્તવમાં કષાય છે તે સંસાર સાથે એકત્ર કરાવવાને અને આત્માને પોતાના મૂળ ગુણોથી દૂર રાખવામાં અત્યંત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
દશવૈકાલિક સૂત્રોમાં ભગવાન મહાવીરે કહ્યું છે કે, “ક્રોધાદિ ચારેય કષાય સંસારરૂપી વૃક્ષનાં મૂળનું સિંચન કરવાનું કાર્ય કરે છે કારણ કે કર્મનો અનુભાગ તથા સ્થિતિ બંધનો આધાર કષાય પર રહેલો છે. કષાયની તરતમતા પર કર્મની તીવ્રતામંદતા નિર્ભર છે. આ ક્રોધ, માન, માયા, લોભ જીવોના જીવનનું કેટલું અનિષ્ટ કરે છે તેનો નિર્દેશ દશવૈકાલિક સૂત્રમાં કર્યો છે-ક્રોધ પ્રીતિને નાશ કરે છે, માન વિનયનો નાશ કરે છે, માયા મિત્રતાનો નાશ કરે છે અને લોભ તો સમસ્ત ગુણોનો નાશ કરે છે. વાલ્મીકિ રામાયણમાં ક્રોધાદિ કષાયના વિષયમાં કહ્યું છે કે, ‘ક્રોધી વ્યક્તિ કયું પાપ નથી કરતો. ક્રોધી વ્યક્તિ, વડીલો-ગુરુજનોનો પણ વધ કરતા અટકતા નથી.
મુખ્યતયા કષાયના ચાર ભેદ છે અને તેની તીવ્રતા-મંદતાના આધાર પર પ્રત્યેક કષાયના ચાર ભેદ થવાથી કુલ ૧૬ ભેદ પ્રરૂપિત કર્યા છે. કષાયના મૂળ ચાર ભેદ છે : (૧) ક્રોધ (૨) માન (૩) માયા (૪) લોભ.
ક્ષમા ન રાખવી તે ક્રોધ, સત્તા, ધન આદિનો અહંકાર તે માન છે, બીજાને છેતરવા તે માયા છે અને અસંતોષ અથવા આસક્તિ તે લોભ છે. કષાય-મોહનીય કર્મના ઉદયથી આત્મા ક્રોધી બને છે, અભિમાની બને છે, માયાવી તથા લોભી બને છે. જે જીવો ક્રોધ-રોષમાં જીવી રહ્યા છે તેનું કારણ તેઓને કષાય-મોહનીયનો ઉદય છે.
(૧) ક્રોધ :- બીજા ઉપર રોષ કરવો, આવેશમાં આવી જવું અથવા પ્રશમ ભાવને ભૂલીને આક્રોશમાં આવી જવું તે ક્રોધ કહેવાય છે. કોપ કરવો, તર્જના કરવી, ઘાત આદિ ક્રોધના પ્રકાર છે.
(૨) માન :- સ્વ-ઉત્કર્ષનું કથન કરવું અથવા પોતાનું આત્મ-પ્રદર્શન કરવાને માન કહે છે. ગર્વ, અભિમાન, અહંકાર, પ્રશંસા અને ઉદંડતા આદિ માનના પ્રકાર છે. અંતરમાં નમ્રતા, મૃદુતા અથવા કોમળતાના ભાવ ન થવા તે અહંકાર છે.
(૩) માયા :- મન-વચન-કાયાની પ્રવૃત્તિમાં વક્રતા અથવા સરળતાના અભાવને માયા કહે છે. વિચારમાં, બોલવામાં અને આચરણ એમ ત્રણેમાં જુદાપણું તે માયા છે. કપટ, છલ, ઠગવું, વંચના, ધૂર્તતા, દંભ દેખાડો કરવો, દગો કરવો અને દંભ કરવો તે માયાના પ્રકાર છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org