________________
સ્વાધ્યાય સુધા
૨૯
આપણે મિથ્યાત્વને હઠાવવા માગીએ છીએ અને સાથે જ વિષય કષાયોમાં આપણી પ્રવૃત્તિ થતી રહે તો મિથ્યાત્વ ક્યારેય નાશ નહીં પામે. કષાય-અનંતાનુબંધી કષાય મિથ્યાત્વનું રક્ષણ કરવાવાળો છે. અનંતાનુબંધી કષાયના સદૂભાવમાં જ મિથ્યાત્વ પ્રકૃતિનો આશ્રવ થતો રહે છે. જયાં સુધી અનંતાનુબંધી કષાયનો ઉદય રહે છે ત્યાં સુધી મિથ્યાત્વ હાજર છે. - જે વ્યક્તિ મિથ્યાત્વને કષાયની સાથે રાખીને મિથ્યાત્વને હઠાવવાને માટે ચિંતન કરે છે, તે જવા આવવા માટે સામેનો દરવાજો બંધ કરે છે પણ પાછળનો દરવાજો ખુલ્લો રાખી દે છે. અનંતાનુબંધીથી રંજાયમાન યોગ મિથ્યાત્વનું કારણ છે. એટલે જ અનંતાનુબંધી કષાયની મંદતા થવાથી જ તત્ત્વ ચિંતનની ધારા અને મિથ્યાત્વને હઠાવવાની શક્તિ આત્મામાં જાગૃત થાય છે. મિથ્યાત્વ હવે કહે છે કે, “હું જઈ રહ્યો છું.” આમ મિથ્યાત્વ શક્તિહિન છે, પણ અનંતાનુબંધીની હાજરીમાં જ તે પુષ્ટ બને છે.
૨૩. અનુભવનો કોઈપણ કાળમાં અભાવ નથી. બુદ્ધિબળથી મુકરર કરેલ વાત જે અપ્રત્યક્ષ છે તેનો કવચિત્ અભાવ પણ થવો ઘટે.
અનુભવનો કોઈ કાળમાં અભાવ થતો નથી. પણ બુદ્ધિથી કે મતિથી જે વાત કહેવામાં આવી હોય તે અપ્રત્યક્ષ હોય છે તેને ક્યારેક અભાવ થઈ શકે અથવા નાશ પણ થઈ શકે.
૨૪. કેવળજ્ઞાન એટલે જેનાથી કંઈ પણ જાણવું અવશેષ રહેતું નથી તે, કે આત્મપ્રદેશનો જે સ્વસ્વભાવ છે તે ?
‘કેવળજ્ઞાન' એટલે સંપૂર્ણ બધા પદાર્થોનું યથાર્થ જાણપણું અને “આત્મસ્વરૂપપણે સંપૂર્ણ જ્ઞાનમય સ્થિતિ, તે સિવાય કાંઈ નહીં. આત્માના પ્રદેશોનો પૂર્ણ સ્વભાવભાવ પ્રગટવો તે કેવળજ્ઞાન.
(અ) આત્માએ ઉત્પન્ન કરેલ વિભાવભાવ અને તેથી જડ પદાર્થોનો થયેલો સંયોગ તે રૂપે થયેલા આવરણે કરી જે કંઈ દેખવું, જાણવું થાય છે તે ઈન્દ્રિયની સહાયતાથી થઈ શકે છે, પરંતુ તે સંબંધી આ વિવેચન નથી. આ વિવેચન કેવળજ્ઞાન’ સંબંધી છે.
ઈન્દ્રિયોની સહાયતાથી જે કાંઈ જાણી કે દેખી શકાય તે જ્ઞાનની આ વાત નથી, આ તો સંપૂર્ણ નિરાવરણ જ્ઞાનની વાત છે.
(આ) વિભાવભાવથી થયેલો જે પુલાસ્તિકાયનો સંબંધ તે આત્માથી પર છે. તેનું તથા જેટલા પુદ્ગલનો સંયોગ થયો તેનું યથાન્યાયથી જ્ઞાન અર્થાત્ અનુભવ થાય તે અનુભવગમ્યમાં સમાય છે, અને તેને લઈને લોકસમસ્તના જે પુલ તેનો પણ એવો જ નિર્ણય થાય તે બુદ્ધિબળમાં સમાય છે. જમ, જે આકાશપ્રદેશને વિષે અથવા તો તેની નજીક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org