________________
૧૦૬
સ્વાધ્યાય સુધા - કદાચ મને છોડી દઈ મારાથી વિરુદ્ધ આચરણ કરે અથવા પ્રબળમાં પ્રબળ એવા મોહને ધારણ કરે તો પણ અર્ધપુદ્ગલપરાવર્તનની અંદર મારે તેને મોક્ષે પહોંચાડવો એ મારી પ્રતિજ્ઞા છે' ! અર્થાત્ અહીં સમ્યકત્વની મહત્તા બતાવી છે. આ ત્રીજી પ્રતિજ્ઞા છે.
૬૭. સમ્યકત્વ કેવળજ્ઞાનને કહે છે - “હું જીવને મોક્ષે પહોંચાડું એટલે સુધી કાર્ય કરી શકું છું અને તું પણ તે જ કાર્ય કરે છે : તું તેથી કાંઈ વિશેમાં કાર્ય કરી શકતું નથી; તો પછી તારા કરતાં મારામાં ન્યૂનતા શાની? એટલું જ નહીં, પરંતુ તને પામવામાં મારી જરૂર રહે છે.'
અહીં સમ્યકત્વ અને કેવળજ્ઞાનનો વાર્તાલાપ આપ્યો છે. જ્યાં સુધી સમ્યકત્વ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી કેવળજ્ઞાન પ્રગટ થતું નથી. એટલે સમ્યકત્વ કેવળજ્ઞાનને કહે છે કે તને પામવામાં પણ પહેલા મારી જરૂર પડે છે તો તેમાં તારું મહત્વ કેવી રીતે વધારે ? કારણ કે કેવળજ્ઞાન પ્રાપ્ત કરવું હશે તો સમ્યક્દર્શનને પ્રાપ્ત કરવું જ પડશે એટલે અહીંયા પણ બીજી રીતે સમ્યક્દર્શનનું મહાભ્ય બતાવ્યું છે.
૬૮. ગ્રંથાદિ વાંચવાનું શરૂ કરતાં પ્રથમ મંગળાચરણ કરવું અને તે ગ્રંથ ફરીથી વાંચતાં અથવા ગમે તે ભાગથી તે વાંચવાનું શરૂ કરતાં પ્રથમ મંગળાચરણ કરવું એવી શાસ્ત્રપદ્ધતિ છે. તેનું મુખ્ય કારણ એ છે કે બાહ્યવૃત્તિમાંથી આત્મવૃત્તિ કરવી છે, માટે તેમ કરવામાં પ્રથમ શાંતપણું કરવાની જરૂર છે, અને તે પ્રમાણે પ્રથમ મંગળાચરણ કરવાથી શાંતપણું પ્રવેશ કરે છે. વાંચવાનો અનુક્રમ જે હોય તે બનતાં સુધી ન જ તોડવો જોઈએ; તેમાં જ્ઞાનીનો દાખલો લેવા જરૂર નથી.
આપણે કોઈપણ પુસ્તક વાંચવા બેસીએ તો પ્રથમ સ્તુતિ કરવી જોઈએ. તો એ સ્તુતિ શા માટે કરવાનું કહેવામાં આવ્યું છે ? આપણે સંસારભાવમાંથી સીધા વાંચન કરવા બેસીએ તો થોડું વાંચન તો એમને એમ જતું રહે. માટે પ્રથમ જો સ્તુતિ કરીએ તો એ સ્તુતિ કરતાં કરતાં સંસારભાવમાંથી નીકળી જઈએ, એટલે જે વાંચીએ તેની વધારે સમજ પડે એટલા માટે દરેક વખતે વાંચવા બેસીએ ત્યારે મંગલાચરણ કરવું એવી શાસ્ત્રપદ્ધતિ છે.
અનુક્રમે વાંચવાથી સાતત્ય જળવાઈ રહે છે અને તેના ભાવો પકડવાનું સહેલું બની જાય છે. પણ જ્ઞાની એ પ્રમાણે વર્તતા ન જણાય તો પણ તેમના પ્રમાણે વર્તવાનો વિચાર પણ ન આવવો જોઈએ અથવા તેવો વિકલ્પ પણ ન આવવો જોઈએ. એ સાધકને માટે નુકસાનકર્તા ભાવ છે.
૬૯. આત્મઅનુભવ અથવા આત્મજનિત સુખ અને મોક્ષસુખ તે એક જ છે. માત્ર શબ્દ જુદા છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org