________________
૧૨૫
સ્વાધ્યાય સુધા
(૧૨૩) એકાંતિકપણું ગ્રહવાનો સ્વછંદ જીવને વિશેષપણે હોય છે અને એકાંતિકપણું ગ્રહવાથી નાસ્તિકપણું થાય છે. તે ન થવા માટે આ નયનું સ્વરૂપ કહેવામાં આવ્યું છે, જે સમજવાથી જીવ એકાંતિકપણું ગ્રહતો અટકી મધ્યસ્થ રહે છે અને મધ્યસ્થ રહેવાથી નાસ્તિકતા અવકાશ પામી શકતી નથી.
(૧૨૪) નય જે કહેવામાં આવે છે તે નય પોતે કંઈ વસ્તુ નથી, પરંતુ વસ્તુનું સ્વરૂપ સમજવા તથા તેની સુપ્રતીતિ થવા પ્રમાણનો અંશ છે.
(૧૨૫) અમુક નયથી કહેવામાં આવ્યું ત્યારે બીજા નયથી પ્રતીત થતા ધર્મની અસ્તિ નથી એમ ઠરતું નથી.
નય અને પ્રમાણ જીવને એકાંતિક થતો અટકાવે છે. નયની અને પ્રમાણની અપેક્ષાઓ સમજીને તે મધ્યસ્થ થઈ જાય છે, સ્વચ્છંદપણું નાશ પામી જાય છે. નાસ્તિકપણું આવતું નથી, મધ્યસ્થ થઈ જવાથી નાસ્તિકતાનો નાશ થઈ જાય છે. નય એ વસ્તુનું સ્વરૂપ સમજવા માટે અને તેની સુપ્રતીતિ થવા માટે પ્રમાણનો અંશ છે. જયારે અમુક નથી કહેવામાં આવે ત્યારે બીજા નયથી પ્રતીત થતા ધર્મનું અસ્તિત્વ નાશ પામી જાય છે એમ ઠરતું નથી. નયમાં ગુંચવાઈ જવાનું નથી પણ તેનો ઉપયોગ કરી આસ્તિકપણાને સુદઢ બનાવીને મોક્ષમાર્ગમાં આગળ વધી જવાનું છે. જયારે એક નયથી કહેવામાં આવે ત્યારે બીજા નથી થતી પ્રતીતિનું અસ્તિત્વ નથી એમ ઠરતું નથી.
(૧૨૬) કેવળજ્ઞાન એટલે માત્ર જ્ઞાન જ, તે સિવાય બીજાં કંઈ જ નહીં, અને જ્યારે એમ છે ત્યારે તેને વિષે બીજું કશું સમાતું નથી. સર્વથા સર્વ પ્રકારે રાગદ્વેષનો ક્ષય થાય ત્યારે જ કેવળજ્ઞાન કહેવાય. જો કોઈ અંશે રાગદ્વેષ હોય તો તે ચારિત્રમોહનીયના કારણથી છે.
જ્યાં આગળ જેટલે અંશે રાગદ્વેષ છે ત્યાં આગળ તેટલે અંશે અજ્ઞાન છે, જેથી કેવળજ્ઞાનમાં તે સમાઈ શકતાં નથી, એટલે કેવળજ્ઞાનમાં તે હોતાં નથી; તે એકબીજાનાં પ્રતિપક્ષી છે. જ્યાં કેવળજ્ઞાન છે ત્યાં રાગદ્વેષ નથી, અથવા જ્યાં રાગદ્વેષ છે ત્યાં કેવળજ્ઞાન નથી.
(૧૨૭) ગુણ અને ગુણી એક જ છે, પરંતુ કોઈ કારણે તે પરિછિન્ન પણ છે. સામાન્ય પ્રકારે તો ગુણનો સમુદાય તે “ગુણી” છે; એટલે ગુણ અને ગુણી એક જ છે, જુદી જુદી વસ્તુ નથી. ગુણીથી ગુણ જુદો પડી શકતો નથી. જેમ સાકરનો કટકો છે તે “ગુણી’ છે અને મીઠાશ છે તે ગુણ છે. “ગુણી' જે સાકર અને ગુણ જે મીઠાશ તે બન્ને સાથે રહેલ છે, મીઠાશ કંઈ જુદી પડતી નથી; તથાપિ “ગુણ', ગુણી' કોઈ અંશે ભેદવાળા છે.
(૧૨૮) કેવળજ્ઞાનીનો આત્મા પણ દેહવ્યાપકક્ષેત્રઅવગાહિત છે; છતાં લોકાલોકના સઘળા પદાર્થો જે દેહથી દૂર છે તેને પણ એકદમ જાણી શકે છે.
સંપૂર્ણ કેવળજ્ઞાન પ્રગટતાં રાગદ્વેષનો ક્ષય થઈ જાય છે. જો કોઈ અંશે રાગદ્વેષ થતાં |
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org