________________
સ્વાધ્યાય સુધા પ્રવૃત્તિથી કરી જે મિથ્યાત્વ થાય છે, તેથી નિવર્તવું એ કેટલું દુર્ધર થઈ પડવું જોઈએ? મિથ્યાત્વની નિવૃત્તિ તે જ “સમ્યકત્વ'.
૧૬૭. યથાપ્રવૃત્તિકરણ, અનિવૃત્તિકરણ, અપૂર્વકરણ ઉપરાંત મુંજનકરણ અને ગુણકરણ છે. યુજનકરણને ગુણકરણથી ક્ષય કરી શકાય છે.
૧૬૮. યુજનકરણ એટલે પ્રકૃતિને યોજવી તે. આત્મગુણ જે જ્ઞાન ને તેથી દર્શન ને તેનાથી ચારિત્ર, એવા ગુણકરણથી યુજનકરણનો ક્ષય કરી શકાય છે. અમુક અમુક પ્રકૃતિ જે આત્મગુણ રોધક છે તેને ગુણકરણે કરી ક્ષય કરી શકાય છે.
૧૮૪. મિથ્યાત્વ વડે કરી મિથ્યાત્વ મોળું પડે છે, અને તે કારણથી તે જરા આગળ ચાલ્યો કે તરત તે મિથ્યાત્વગુણસ્થાનકમાં આવે છે. - ૧૮૬. મિથ્યાત્વમાંથી સાવ ખસ્યો ન હોય પણ થોડો ખમ્યો હોય તો પણ તેથી મિથ્યાત્વ મોળું પડે છે. આ મિથ્યાત્વ પણ મિથ્યાત્વે કરીને મોળું પડે છે. મિથ્યાત્વગુણસ્થાનકે પણ મિથ્યાત્વનો અંશ કષાય હોય તે અંશથી પણ મિથ્યાત્વમાંથી મિથ્યાત્વગુણસ્થાનક કહેવામાં આવે છે.
૧૯૯. સંસારમાં પરિભ્રમણ કરાવનાર, ક્રોધ, માન, માયા, લોભની ચોકડીરૂપ કષાય છે, તેનું સ્વરૂપ પણ સમજવા યોગ્ય છે. તેમાં પણ અનંતાનુબંધી કષાય છે જે અનંત સંસાર રખડાવનાર છે. તે કષાય ક્ષય થવાનો ક્રમ સામાન્ય રીતે ક્રોધ, માન, માયા, લોભ એ પ્રમાણે છે, અને તેનો ઉદય થવાનો ક્રમ સામાન્ય રીતે માન, લોભ, માયા, ક્રોધ એ પ્રમાણે છે.
૨૦૦. આ કષાયના અસંખ્યાત ભેદ છે. જેવા આકારમાં કષાય તેવા આકારમાં સંસારપરિભ્રમણને માટે કર્મબંધ જીવ પાડે છે. કષાયમાં મોટામાં મોટો બંધ અનંતાનુબંધી કષાયનો છે. જે અંતર્મુહૂર્તમાં ૪૦ કોડાકોડિ સાગરોપમનો બંધ પાડે છે, તે અનંતાનુબંધીનું સ્વરૂપ પણ જબરજસ્ત છે; તે એવી રીતે કે મિથ્યાત્વમોહરૂપી એક રાજાને બરાબર જાળવણીથી સૈન્યના મધ્યભાગમાં રાખી ક્રોધ, માન, માયા, લોભ, એ ચાર તેની રક્ષા કરે છે અને જે વખતે જેની જરૂર પડે છે તે વખતે તે વગર બોલાવ્યા મિથ્યાત્વમોહની સેવા બજાવવા મંડી પડે છે. આ ઉપરાંત નોકષાયરૂપ બીજો પરિવાર છે, તે કષાયના આગળના ભાગમાં રહી મિથ્યાત્વ મોહની ચોકી ભરે છે, પરંતુ એ બીજા સઘળા ચોકિયાતો નહીં જેવા કષાયનું કામ કરે છે. રખડપાટ કરાવનાર કષાય છે અને તે કષાયમાં પણ અનંતાનુબંધી કષાયના ચાર યોદ્ધાઓ બહુ મારી નાંખે છે. આ ચાર યોદ્ધાઓ મધ્યેથી ક્રોધનો સ્વભાવ બીજા ત્રણ કરતાં કાંઈક ભોળો માલૂમ પડે છે; કારણ કે તેનું સ્વરૂપ સર્વ કરતાં વહેલું જણાઈ શકે છે. એ પ્રમાણે જેનું સ્વરૂપ વહેલું જણાય ત્યારે તેની સાથે લડાઈ કરવામાં ખાતરી થયેથી લડવાની હિંમત થાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org