________________
સ્વાધ્યાય સુધા
લાભાંતરાય કર્મ બાંધેલ હતું, તેથી સાધુ બન્યા પછી ૪૦૦ દિવસ સુધી અન્નનો લાભ મળ્યો ન હતો.
અજ્ઞાનતાને કારણે એવું વિચારવા કે બોલવાથી પ્રગાઢ પાપ કર્મ બંધાય છે. દા.ત. જયારથી આ વ્યક્તિનો જન્મ આ ઘરમાં થયો છે ત્યારથી નુકસાન જ થઈ રહ્યું છે અને કમાણી થતી નથી. આ ગાઢ કર્મ બાંધવાનું કારણ થઈ જાય છે.
(૩) ભોગવંતરાય કર્મ :- ભોજન સામગ્રીની ઉપલબ્ધતા છે અને તેને સેવન કરવાની ઇચ્છા પણ છે, તો પણ ભોગાંતરાય કર્મના ઉદયથી રોગ આવી જવો, અંગોમાં વિકળતા આવી જવી, દુર્ઘટનાને કારણે કે કંજુસાઈને કારણે ભોગ્ય વસ્તુઓને ભોગવી શકાતી નથી તે આ કર્મના ઉદયનું કારણ છે. ભોગવવા યોગ્ય પદાર્થો ઘણા છે, પણ મનુષ્ય બધા પદાર્થોને ભોગવી શકતો નથી. ખાવા-પીવામાં મનુષ્ય સ્વતંત્રી નથી કારણ કે તેનો નિયામક ભોગાંતરાય કર્મ છે.
(૪) ઉપભોગવંતરાય કર્મ :- એક જ વસ્તુ વારંવાર ભોગવી શકાય છે તે ઉપભોગ્ય કહેવાય છે. મકાન, ફર્નિચર, વસ્ત્ર, આભૂષણ આદિ ઉપભોગ્ય વસ્તુ છે. આ વસ્તુઓની પ્રાપ્તિ હોવા છતાં તેનો ઉપભોગ નથી થઈ શકતો, તેનું સુખ નથી મેળવી શકાતું તો તેનું કારણ “ઉપભોગવંતરાય' કર્મ જાણવું
(૫) વીર્યંતરાય કર્મ :- યુવાનીમાં શરીર સ્વસ્થ અને શક્તિશાળી હોવા છતાં પણ જો મનુષ્ય પોતાને સત્વહીન, કમજોર અને વૃદ્ધ વ્યક્તિની જેમ માને છે અથવા કાર્ય વિશેષમાં પુરુષાર્થ નથી કરી શકતો અને પોતાને ઉત્સાહ વગરનો અને અસમર્થ માને છે તો તે વીર્યાન્તરાય કર્મનો પ્રભાવ જાણવો. વીર્યાન્તરાય કર્મનાં ત્રણ ભેદ છે.
(૧) બાલ-વીર્યાન્તરાય કર્મ :- સમર્થતા હોવા છતાં તથા કાર્ય કરવાની ઈચ્છા હોવા છતાં મનુષ્ય આ કર્મના ઉદયથી સત્કાર્ય અથવા નૈતિક સાંસારિક કાર્ય નથી કરી શકતો. (૨) પંડિત-વીર્યાન્તરાય કર્મ - મોક્ષની ઈચ્છા હોવા છતાં વૈરાગ્યભાવની દઢતા હોવા છતાં સાધકો આ કર્મના ઉદયથી મોક્ષ પ્રાપ્તિમાં યોગ્ય પુરુષાર્થ નથી કરી શકતા. (૩) બાલ-પંડિત-વીર્યાન્તરાય કર્મ :- સમ્યગૃષ્ટિ શ્રાવક-શ્રાવિકા દેશવિરતિ ચારિત્રમાં પુરુષાર્થ કરવા ઈચ્છે છે, તો પણ આ કર્મના ઉદયથી તે પ્રમાણે કરી શકતા નથી તે બાલ-પંડિત વીર્યાન્તરાય કર્મ છે. - વીર્ય એટલે શક્તિ, સામર્થ્ય અથવા બળ. જે કર્મ આત્માની શક્તિને, સામર્થ્યને, બળને વધવા દેતું નથી તે વીર્યાન્તરાય કર્મ છે. આત્માની અનંત શક્તિને આ કર્મ દબાવીને બેઠું છે. વીર્યાન્તરાય કર્મના પ્રભાવથી જીવ અશાંત, સંતપ્ત જીવન જીવે છે. ડીપ્રેશનનું મૂળ કારણ પણ આ જ કર્મ છે. આ સ્થિતિમાં કોઈ વાત, કોઈ વસ્તુ અથવા કોઈ વ્યક્તિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org