________________
સ્વાધ્યાય સુધા
૯૩
તેને સુખ આપી શકતી નથી. દવા પણ ઘણીવાર કાર્ય કરતી નથી ત્યારે તેની સ્થિતિ બહુ જ દયનીય બની જાય છે. એટલા માટે ધર્મ-પુરુષાર્થ અથવા શુભ કાર્યમાં પ્રમાદ નહીં કરવો જોઈએ.
અંતરાય કર્મબંધના કારણો :- “ભગવતી સૂત્રમાં અને ‘તત્ત્વાર્થ સૂત્ર'માં અંતરાય કર્મ બંધના પાંચ કારણ બતાવ્યા છે.
(૧) દાનમાં અવરોધ ઊભો કરવો તેથી દાનાંતરાય કર્મ બંધાય છે. (૨) લાભમાં અવરોધ ઊભો કરવો તેથી લાભાંતરાય કર્મ બંધાય છે. (૩) ભોગવવા યોગ્ય પદાર્થોની પ્રાપ્તિમાં અવરોધ કરવો તેથી ભોગાંતરાય કર્મ બંધાય. (૪) ઉપભોગ્ય પદાર્થોની પ્રાપ્તિમાં અવરોધ કરવો તેથી ઉપભોગાંતરાય કર્મ બંધાય છે. (૫) શક્તિને કુંઠિત કરવી કે રોકવી તેથી શક્તિ હોવા છતાં પણ પરોપકારના કાર્ય ન કરવા, ધર્મ ક્રિયાઓમાં પ્રમાદ કરવો, બીજાના મનમાં અશાંતિ કે કલેશ પેદા કરવો, બીજાને ધર્મ આરાધના ન કરવા દેવી, પોતાની શારીરિક, માનસિક શક્તિનો દુરુપયોગ કરવાથી વીર્યંતરાય કર્મ બંધાય છે.
અંતરાય કર્મનો અનુભાગ (ફળ પ્રાપ્તિ) :- પાંચ પ્રકારથી અનુભાગ અથવા ફળપ્રાપ્તિ થાય છે. (૧) દાનનો અવસર ન મળવો તે દાનાંતરાય કર્મનો અનુભાગ. (૨) લાભનો અવસર ન મળવો તે લાભાંતરાય કર્મનો અનુભાગ. (૩) ભોગવવા યોગ્ય પદાર્થોને ભોગવી ન શકાય તે ભોગાંતરાય કર્મનો અનુભાગ. (૪) ઉપભોગની સામગ્રી ન મળવી તે ઉપભોગાંતરાય કર્મનો અનુભાગ. (૫) શક્તિ–પુરુષાર્થની પ્રાપ્તિ ન થવી તે વીર્યાન્તરાય કર્મનો અનુભાગ.
આ પ્રકારે કર્મની આઠ મૂળ પ્રકૃતિ અને ઉત્તરપ્રવૃતિઓનું સ્વરૂપ, સ્વભાવ, પ્રભાવ અને બંધના કારણોને સમજીને તેનાથી બચવાનો પુરુષાર્થ કરવાનો છે. જો વ્યક્તિ જાગૃત રહીને કાર્ય કરે અને પદાર્થો પ્રત્યે નિરપેક્ષ અથવા નિર્લેપ થઈને રાગદ્વેષ અથવા પ્રીતિઅપ્રીતિ ભાવોથી બચી ને રહે તો ચારે બાજુથી થવાવાળા કર્મબંધના પ્રહારથી મોટા ભાગે બચી શકાય છે.
૬૫. કર્મબંધના ચાર પ્રકાર છે : પ્રકૃતિબંધ, પ્રદેશબંધ, સ્થિતિબંધ અને રસબંધ; તેમાં પ્રદેશ, સ્થિતિ અને રસ એ ત્રણ બંધના સરવાળાનું નામ પ્રકૃતિ આપવામાં આવ્યું છે. પ્રદેશબંધ છે તે આત્માના પ્રદેશની સાથે પુગલનો જમાવ અર્થાત્ જોડાણ છે; ત્યાં તેનું પ્રબળપણું હોતું નથી; તે ખેરવવા ચાહે તો ખરી શકે તેમ છે. મોહને લઈને સ્થિતિ તથા રસનો બંધ પડે છે, અને તે સ્થિતિ તથા રસનો બંધ છે તે જીવ ફેરવવા ધારે તો ફરી જ શકે એમ બનવું અશક્ય છે. આવું મોહને લઈને એ સ્થિતિ તથા રસનું પ્રબળપણું છે. (ત નિકાચિત કર્મને અનુલક્ષીને આ કહેલું છે.)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org