________________
૧૪૩
સ્વાધ્યાય સુધા
વીતરાગતાની પ્રાપ્તિ થવી કઠિન લાગે છે, તો પણ તે દિશામાં ગતિ કરવાનો પુરુષાર્થ ચાલુ રાખવો જોઈએ. એમ ન થઈ શકે તો અશુભ અધ્યવસાયવાળા રાગદ્વેષને તો છોડીને હમેશાં પ્રશસ્ત રાગદ્વેષને અપનાવવા હિતસ્વી છે.
આ પ્રકારે વીતરાગતા પ્રાપ્ત કરવાનો લક્ષ્ય રાખીને, અપ્રશસ્ત રાગદ્વેષથી બચીને જ્ઞાતા-દ્રષ્ટા ભાવનો સતત અભ્યાસ કરવો જરૂરી છે. જો આમ થઈ શકે તો આત્મા ક્રમશઃ સમ્યક્ દિશામાં અગ્રેસર થઈને એક દિવસ અવશ્ય વીતરાગપણું પૂર્ણતયા પ્રાપ્ત કરી શકે છે.
3. ના પરિવર્તનના સંબંધમાં ભ્રાન્તિ
મોહ અથવા રાગદ્વેષને કારણે આત્મારૂપી સૂર્યનો પ્રકાશ આવરણમાં દબાયેલો રહે છે. મોહ, રાગદ્વેષના કારણે કર્મબંધ થવાથી ક્યારેક તો એટલો ગાઢો બંધ થઈ જાય છે કે પોતે જ્ઞાનરૂપી પ્રકાશવાળો આત્મા છે તેનું ભાન પણ ભૂલાઈ જાય છે. ક્યારેક આત્મ જાગૃતિ થવાથી કર્મબંધનો અંધકાર ઘટી જાય છે અને જ્ઞાનનો પ્રકાશ વધે છે. કર્મબંધમાં પણ ન્યૂનાધિકતા, પરિવર્તન, સ્થિતિ અને રસની તરતમતા અને સંક્રમણ આદિ વિવિધ અવસ્થાઓ થતી રહે છે.
‘સૂત્રકૃતાંગસૂત્ર’માં કર્મબંધના સંબંધમાં કહ્યું છે કે, ‘જેવું કર્મ બાંધ્યું છે તેનુ તેવું જ ફળ ભોગવવું પડશે. જેણે જેવું કર્મ ભૂતકાળમાં કર્યું છે, ભવિષ્યમાં તે તેવા જ રૂપમાં ઉદયમાં આવે છે.' આ કથનની વાસ્તવિકતાને ન સમજવાથી ઘણા લોકો એમ માનતા થઈ ગયા છે કે કર્મોના બંધનથી ક્યારેય મુક્ત નથી થઈ શકાતું. કારણ કે જેવું કર્મ બાંધ્યું છે તેમાં કોઈ પરિવર્તન નથી થઈ શકતું. કર્મબંધ નથી શિથિલ થઈ શકતો કે નથી પ્રગાઢ થઈ શકતો એટલે તેમાં પરિવર્તન થઈ શકતું નથી.
આનું સમાધાન આપતાં કર્મ વિજ્ઞાન કહે છે કે :- જો કે કર્મબંધ થયો છે, એવું જ તેનું ફળ કર્તાને ભોગવવું પડે છે.' આ વાત સત્ય છે, પણ આ પણ સત્ય છે કે કર્મબંધ થયા પછી તે ઉદયમાં આવે ત્યારે જ ફળ આપે છે. ત્યાં સુધી તે કર્મ સત્તામાં પડ્યું રહે છે. કર્મબંધ નિકાચિત નથી તો કર્તાના શુભાશુભ પરિણામો પ્રમાણે તેની સ્થિતિ અને અનુભાગમાં ઘટાડો-વધારો થઈ શકે છે. અર્થાત્ એક કર્મ પોતાની સજાતીય ઉત્તર પ્રકૃતિઓમાં સંક્રમણ કરી શકે છે. આમ કર્મ ઉદયમાં આવ્યા પહેલાં પૂર્વબંધની અવસ્થામાં પરિવર્તન થઈ શકે છે. ‘સૂત્રકૃતાંગ’ના વચનોને યુક્તિ વડે વિચારીએ તો તેનો ભાવાર્થ આમ થઈ શકે-“પૂર્વે બંધાયેલું કર્મ ઉદયમાં આવતા પહેલાં જે શુભાશુભ પરિણામોની સ્થિતિ રહેલી છે, તે અનુસાર તેનું શુભ અથવા અશુભ ફળ પ્રાપ્ત થાય છે.'
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org