Book Title: Swadhyaya Sudha
Author(s): Rasikbhai T Shah
Publisher: Raj Saubhag Satsang Mandal Sayla

View full book text
Previous | Next

Page 241
________________ ૨૩૨ સ્વાધ્યાય સુધા (૨૧) વ્યવહારમાં આત્મકર્તવ્ય કરતા રહેવું. સુખદુઃખ, ધનપ્રાપ્તિ અપ્રાપ્તિ-એ શુભાશુભ તથા લાભાંતરાયના ઉદય ઉપર આધાર રાખે છે. શુભના ઉદયની સાથે અગાઉથી અશુભના ઉદયનું પુસ્તક વાંચ્યું હોય તો શોક ન થાય. શુભના ઉદય વખતે શત્રુ મિત્ર થઈ જાય છે; અને અશુભના ઉદય વખતે મિત્ર શત્રુ થઈ જાય છે. સુખદુઃખનું ખરું કારણ કર્મ જ છે. કાર્તિકેયાનુપ્રેક્ષા'માં કહ્યું છે કે કોઈ માણસ કરજ લેવા આવે તેને કરજ ચૂકવી આપ્યાથી માથા ઉપરથી બોજો ઓછો થતાં કેવો હર્ષ થાય છે? તે પ્રમાણે પુદ્ગલ દ્રવ્યરૂપ શુભાશુભ કરજ જે કાળ ઉદયમાં આવે તે કાળે સભ્યપ્રકારે વેદી ચૂકવી દેવાથી નિર્જરા થાય છે અને નવું કરજ થતું નથી; તો જ્ઞાની પુરુષે કર્મરૂપી કરજમાંથી મુક્ત થવાને હર્ષાયમાનપણે તૈયાર થઈ રહેવું જોઈએ; કારણ તે દીધા વગર છૂટકો થવાનો નથી. (૨૨) સુખદુઃખ જે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવે ઉદય આવવાનું હોય તેમાં ઈન્દ્રાદિ પણ ફેરફાર કરવાને શક્તિવાન નથી. (૨૩) ચરણાનુયોગમાં જ્ઞાનીએ અંતર્મુહૂર્ત આત્માનો અપ્રમત્ત ઉપયોગ માન્યો છે. (૨૪) કરણાનુયોગમાં સિદ્ધાંતનો સમાવેશ થાય છે. (૨૫) ચરણાનુયોગમાં વ્યવહારમાં આચરી શકે તેનો સમાવેશ કર્યો છે. (ર૬) સર્વવિરતિ મુનિને બ્રહ્મચર્યવ્રતની પ્રતિજ્ઞા જ્ઞાની આપે છે, તે ચરણાનુયોગની અપેક્ષાએ; પણ કરણાનુયોગની અપેક્ષાએ નહીં; કારણ કે કરણાનુયોગ પ્રમાણે નવમા ગુણસ્થાનકે વેદોદયનો ક્ષય થઈ શકે છે, ત્યાં સુધી થઈ શકતો નથી. ૧૬ થી ર૬ - સરળતાથી સમજાય તેમ છે તેથી વિશ્લેષણ કરેલ નથી. * * * Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 239 240 241 242