Book Title: Swadhyaya Sudha
Author(s): Rasikbhai T Shah
Publisher: Raj Saubhag Satsang Mandal Sayla

View full book text
Previous | Next

Page 232
________________ સ્વાધ્યાય સુધા ૨૨૩ રર. - (૨) જૈન સિવાય બીજા ધર્મોને મુકાબલે અહિંસામાં બૌદ્ધ પણ ચઢી જાય છે. બ્રાહ્મણોની યજ્ઞાદિ હિંસક ક્રિયાનો નાશ પણ શ્રી જિને અને બુદ્ધ કર્યો છે, જે હજુ સુધી કાયમ છે. (૩) બ્રાહ્મણો યજ્ઞાદિ હિંસક ધર્મવાળા હોવાથી શ્રી જિને તથા બુદ્ધે સખત શબ્દો વાપરી ધિક્કાર્યા છે, તે યથાર્થ છે. (૪) બ્રાહ્મણોએ સ્વાર્થબુદ્ધિથી એ હિંસક ક્રિયા દાખલ કરી છે. શ્રી જિને તેમ જ શ્રી બુદ્ધ જાતે વૈભવત્યાગ કરેલો હોવાથી તેઓએ નિઃસ્વાર્થ બુદ્ધિએ દયાધર્મનો ઉપદેશ કરી હિંસક ક્રિયાનો વિચ્છેદ કર્યો. જગતસુખમાં તેઓની સ્પૃહા નહોતી. (૫) હિન્દુસ્તાનના લોકો એક વખત એક વિદ્યાનો અભ્યાસ એવી રીતે છોડી દે છે કે ફરીને તે ગ્રહણ કરતાં તેઓને કંટાળો આવે છે. યુરોપિયન પ્રજામાં તેથી ઊલટું છે, તેઓ તદ્દન છોડી દેતાં નથી, પણ ચાલુ જ રાખે છે. પ્રવૃત્તિના કારણને લઈને વત્તાઓછો અભ્યાસ થઈ શકે એ વાત જુદી. ૧-૫ – સરળતાથી સમજી શકાય તેમ છે તેથી વિશ્લેષણ કરેલ નથી. - રમે - (૧) વેદનીય કર્મની સ્થિતિ જધન્ધ બાર મુહૂર્તની છે; તેથી ઓછી સ્થિતિનો બંધ પણ કષાય વગર એક સમયનો પડે,બીજે સમયે વેદ, ત્રીજે સમયે નિર્જરે. (૨) ઈર્યાપથિકી ક્રિયા = ચાલવાની ક્રિયા. (૩) એક સમયે સાત, અથવા આઠ પ્રકૃતિનો બંધ થાય છે. તેની વહેંચણી દરેક પ્રકૃતિ કેવી રીતે કરી લે છે તેના સંબંધમાં ખોરાક તથા વિષનાં દૃષ્ટાંતો; જેમ ખોરાક એક જગ્યાએથી લેવામાં આવે છે પણ તેનો રસ દરેક ઈન્દ્રિયને પહોંચે છે, ને દરેક ઈન્દ્રિયો જ પોતે પોતાની શક્તિ પ્રમાણે ગ્રહી તે રૂપે પરિણમે છે, તેમાં તફાવત પડતો નથી. તેવી જ રીતે વિષ લેવામાં આવે, અથવા સર્પદંશ થાય તો તે ક્રિયા એક જ ઠેકાણે થાય છે, પરંતુ તેની અસર ઝેરરૂપે દરેક ઈન્દ્રિયને જુદે જુદે પ્રકારે આખે શરીરે થાય છે. આ જ રીતે કર્મ બાંધતી વખત મુખ્ય ઉપયોગ એક પ્રકૃતિનો હોય છે; પરંતુ તેની અસર અર્થાત્ વહેંચણ બીજી સર્વ પ્રકૃતિઓને અન્યોન્યના સંબંધને લઈને મળે છે. જેવો રસ તેવું ગ્રહણ કરવું થાય. જે ભાગમાં સર્પદંશ થાય તે ભાગ કાપી નાખવામાં આવે, તો ઝેર ચઢતું નથી; તે જ પ્રમાણે પ્રકૃતિનો ક્ષય કરવામાં આવે તો બંધ પડતો અટકે છે, અને તેને લીધે બીજી પ્રકૃતિઓમાં વહેંચણ થતી અટકે છે. બીજા પ્રયોગથી જેમ ચઢેલું ઝેર પાછું ઉતરે છે, તેમ પ્રકૃતિનો રસ મંદ કરી નાખવામાં આવે તો તેનું બળ ઓછું થાય છે. એક પ્રકૃતિ બંધ કરે કે બીજી પ્રકૃતિઓ તેમાંથી ભાગ લે; એવો તેમાં સ્વભાવ રહેલો છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242