________________
૨૨૨
(૧૩) “ગુરુ ગણધર, ગણધર અધિક (સકલ), પ્રચુર પરંપર ઔર; વ્રતતપધર, તનુ નગનધર, વૃંદો વૃષ સિરમૌર.” (સ્વામી કાર્તિકેયાનુપ્રેક્ષા-ટીકા દોહરો-૩) ગણધર=ગણ-સમુદાયના ધરવાવાળા. ગુણધર=ગુણના ધરવાવાળા. પ્રચુર=ધણા; વૃષ=ધર્મ. સિરમૌર=માથાના મુકુટ સમાન.
આ જ કડી પત્રાંક-૯૦૧ની શરૂઆતમાં મૂકી છે. તેનો ભાવાર્થ આ પ્રમાણે છે. જ્ઞાનીગુરુ કેવા હોય તેની સમજ આપી છે. સદ્ગુરુ ગણ એટલે સમુદાયને ધારણ કરીને રહેલા છે, આત્માના ગુણોને પણ પ્રગટ કરીને તેને ધારણ કરીને રહ્યા છે. સકળ ગુણોને સંપૂર્ણપણે ધારણ કરીને રહેલા છે. વ્રત અને તપને કરવાવાળા તેમજ દિગંબર અવસ્થામાં રહેલા એવા વૃષભ સમાન મુનિઓમાં પણ શિરમોર (ઉત્કૃષ્ટ સ્થિતિવાળા) એવા તીર્થંકર ભગવાનને વંદન કરું છું, વંદન કરીએ છીએ. શિરમોર એટલે માથાના મુગટ સમાન પણ અર્થ થાય.
સ્વાધ્યાય સુધા
(૧૪) અવગાઢ=મજબૂત, પરમાવાઢ=ઉત્કૃષ્ટપણે મજબૂત, અવગાહ=એક પરમાણુપ્રદેશ રોકે તે, વ્યાપવું. શ્રાવક-જ્ઞાનીના વચનના શ્રોતા, જ્ઞાનીનું વચન શ્રવણ કરનાર. દર્શનશાન વગર ક્રિયા કરતાં છતાં, શ્રુતજ્ઞાન વાંચતા છતાં શ્રાવક કે સાધુ હોઈ શકે નહીં. ઔદયિક ભાવે તે શ્રાવક, સાધુ કહેવાય; પારિણામિક ભાવે નહીં. સ્થવિર=સ્થિર, જામેલ.
(૧૫) સ્થવિરકલ્પ-જે સાધુ (કે સાધક) વૃદ્ઘ થયેલ છે તેઓને શાસ્ત્ર મર્યાદાએ વર્તવાનો, ચાલવાનો, જ્ઞાનીઓએ મુકરર કરેલો, બાંધેલો, નક્કી કરેલો માર્ગ; નિયમ. સ્થવિર એટલે સમૂહમાં રહીને સાધના કરનાર સાધુઓ. વિશેષ માટે જુઓ વ્યા.સા.-૨-૧૩-૨૩.
(૧૬) જિનકલ્પ=એકાકી વિચરનારા સાધુઓને માટે કલ્પેલો અર્થાત્ બાંધેલો, મુક૨૨ કરેલો જિનમાર્ગ વા નિયમ. જિનકલ્પ એટલે ઉત્કૃષ્ટ આચાર પાળનાર સાધુનો-જિનકલ્પનો વ્યવહાર વિધિ, એકાકી વિચરનારા સાધુઓને માટે કલ્પેલો અર્થાત્ નક્કી કરેલો જિનમાર્ગ અથવા નિયમ. જિનકલ્પી એટલે ઉત્તમ આચાર પાળનાર સાધુ. વિશેષ માટે જુઓ વ્યા.સાર : ૨-૧૩૨૨-૨૩.
ર૧.
મોરબી, અષાડ વદ-૮, ગુરુ, ૧૯૫૬
(૧) સર્વ ધર્મ કરતાં જૈનધર્મ ઉત્કૃષ્ટ દયાપ્રણીત છે. દયાનું સ્થાપન જેવું તેમાં કરવામાં આવ્યું છે, તેવું બીજા કોઈમાં નથી. ‘માર' એ શબ્દ જ ‘મારી' નાખવાની સજ્જડ છાપ તીર્થંકરોએ આત્મામાં મારી છે. એ જગોએ ઉપદેશનાં વચનો પણ આત્મામાં સર્વોત્કૃષ્ટ અસર કરે છે. શ્રી જિનની છાતીમાં જીવહિંસાના પરમાણુ જ ન હોય એવો અહિંસા ધર્મ શ્રી જિનનો છે. જેનામાં દયા ન હોય તે જિન ન હોય. જૈનને હાથે ખૂન થવાના બનાવો પ્રમાણમાં અલ્પ હશે. જૈન હોય તે અસત્ય બોલે નહીં.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org