________________
સ્વાધ્યાય સુધા
૨૨૧ (૧૦) લબ્ધિ ક્ષોભકારી અને ચારિત્રને શિથિલ કરનારી છે. લબ્ધિ આદિ, માર્ગેથી પડવાનાં કારણો છે. તેથી કરી જ્ઞાનીને તેનો તિરસ્કાર હોય છે. જ્ઞાનીને જ્યાં લબ્ધિ, સિદ્ધિ આદિથી પડવાનો સંભવ ઉત્પન્ન થાય છે, ત્યાં તે પોતાથી વિશેષ જ્ઞાનીનો આશ્રય શોધે છે.
લબ્ધિ, સિદ્ધિ આદિ આત્માની નિર્મળતામાં-શુદ્ધતામાં પ્રગટતી હોય છે. તે સમ્યફદર્શન-જ્ઞાન ચારિત્રને આધારે પ્રગટે છે. જેમ જેમ આત્માની નિર્મળતા, તેમ તેની લેશ્યા પણ શુદ્ધ હોય અને તેની અસર પરમાણુ પર પણ પડે છે. દા.ત. સાત્વિક ઝાડ નીચે બેસવાથી જણાતી અસરલબ્ધિ, સિદ્ધિ-હકીકતમાં સાચી રહેલી છે, પણ તે અપેક્ષા રહિત મહાત્માને પ્રગટે છે. એવા મહાત્મા જાહેરમાં આવતા નથી. જેમ કે મહાત્મા આનંદઘનજીને “વચન સિદ્ધિ' પ્રગટી છે તેવો ખ્યાલ આવી જતાં પોતે દિગંબર થઈ જંગલમાં ચાલ્યા ગયા હતા.
તેમજ લબ્ધિ સિદ્ધિ આદિ પ્રગટ થયેલા હોય, અને તેનાથી પડવાઈ થવાનો સંભવ જણાય તો તેવા જ્ઞાની પોતાનાથી ઉચ્ચ દશાવાળા જ્ઞાનીનો આશ્રય ગ્રહણ કરીને, પડવાઈ થવામાંથી બચવાના ઉપાય ગ્રહણ કરે છે, પણ લબ્ધિ, સિદ્ધિ આદિ જોગને સ્કુરાયમાન થવા દેતા નથી. જો સ્કુરાયમાન થવા દે તો તેઓને પ્રમત્ત ગુણસ્થાનકે આવવું પડે, તો જ થઈ શકે, પ્રમત્ત દશામાં કરેલું કાર્ય કર્મબંધનું કારણ બનતું હોય છે. છતાં પણ જયારે સમાજ ઉપર કોઈ આફત આવી ગઈ હોય તો તેને દૂર કરવા માટે ક્યારેક પોતાના લબ્ધિ-સિદ્ધિ યોગને સ્કુરાયમાન કરે પણ છે. પણ તેનું નુકસાન સહન કરવાની જાગૃતિ સાથે કરે છે. ‘નવસ્મરણ' આપણે બોલીએ છીએ અને તેવા બીજા સ્મરણો આવા પ્રસંગે સ્કુરાયમાન કરેલ લબ્ધિ, સિદ્ધિ યોગનું પરિણામ છે,
(૧૧) આત્માની યોગ્યતા વગર એ શક્તિ આવતી નથી. આત્માએ પોતાનો અધિકાર વધારવાથી તે આવે છે.
(૧૨) દેહ છૂટે છે તે પર્યાય છૂટે છે, પણ આત્મા આત્માકારે અખંડ ઊભો રહે છે; પોતાનું કાંઈ જતું નથી; જે જાય છે તે પોતાનું નથી એમ પ્રત્યક્ષ જ્ઞાન થાય નહીં ત્યાં સુધી મૃત્યુનો ભય લાગે છે.
જીવ કર્મના બંધનને કારણે દેહ ધારણ કરે છે, તે થોડો સમય તેમાં રહે છે અને તે દેહમાં રહેવાનો સમય પૂરો થાય એટલે પાછો દેહ બદલાવે છે, પણ આત્મા તો અખંડ રહે છે. ગમે તે પર્યાય ધારણ કરે તોય, તેવો જ રહે છે તેમાં કોઈ ફેરફાર થતો નથી. જે જાય છે કે છોડવું પડે છે, તે પુદ્ગલનું જાય છે. એમ પ્રત્યક્ષ જ્ઞાન પ્રગટે તો પછી મૃત્યુનો ભય લાગતો નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org