________________
૨૨૪
સ્વાધ્યાય સુધા (૪) મૂળ કર્મપ્રકૃતિનો ક્ષય થયો ન હોય ત્યાં સુધી ઉત્તર કર્મપ્રકૃતિનો બંધ વિચ્છેદ થયો હોય તો પણ તેનો બંધ મૂળ પ્રકૃતિમાં રહેલા રસને લીધે પડી શકે છે, તે આશ્ચર્ય જેવું છે. જેમ દર્શનાવરણીયમાં નિદ્રા-નિદ્રા આદિ.
(૫) અનંતાનુબંધી કર્મપ્રકૃતિની સ્થિતિ ૪૦ કોડાકોડિની અને મોહનીય (દર્શનમોહનીય)ની સિત્તેર કોડાકોડીની છે. ૧-૫ – સરળ હોવાથી વિશ્લેષણ કરેલ નથી.
ર૩.
મોરબી, અષાડ વદ-૯, શુક, ૧૯૫૬ (૧) આયુનો બંધ એક આવતા ભવનો આત્મા કરી શકે. તેથી વધારે ભવનો ન કરી શકે.
(૨) કર્મગ્રંથના બંધ ચક્રમાં આઠે કર્મપ્રકૃતિ જે બતાવી છે તેની ઉત્તર પ્રવૃતિઓ એક જીવઆશ્રયી અપવાદ સાથે બંધ ઉદયાદિમાં છે, પરંતુ તેમાં આયુ અપવાદરૂપે છે. તે એવી રીતે કે મિથ્યાત્વગુણસ્થાનકવર્તી જીવને બંધમાં ચાર આયુની પ્રકૃતિનો (અપવાદ) જણાવ્યો છે. તેમાં એમ સમજવાનું નથી કે ચાલતા પર્યાયમાં ચારે ગતિના આયુનો બંધ કરે; પરંતુ આયુનો બંધ કરવા માટે વર્તમાનપર્યાયમાં એ ગુણસ્થાનકવર્તી જીવને ચાર ગતિ ખુલ્લી છે. તેમાં ચારમાંથી એક ગતિનો બંધ કરી શકે. તે જ પ્રમાણે જે પર્યાયમાં જીવ હોય તેને તે આયુનો ઉદય હોય. મતલબ કે ચાર ગતિમાંથી વર્તમાન એક ગતિનો ઉદય હોઈ શકે; ને ઉદીરણા પણ તેની જ હોઈ શકે.
(૩) સિત્તેર કોડાકોડિનો મોટામાં મોટો સ્થિતિબંધ છે. તેમાં અસંખ્યાતા ભવ થાય. વળી પાછો તેવો ને તેવો ક્રમે ક્રમે બંધ પડતો જાય. એવા અનંત બંધની અપેક્ષાએ અનંતા ભવ કહેવાય; પણ અગાઉ કહ્યા પ્રમાણે જ ભવનો બંધ પડે. ૧-૩ – સરળ હોવાથી વિશ્લેષણ કરેલ નથી.
ર૪. મોરબી, અષાડ વદ-૧૦, શનિ, ૧૫૬ (૧) વિશિષ્ટ-મુખ્યપણે મુખ્યપણાવાચક શબ્દ છે.
(૨) જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય એ ત્રણ પ્રકૃતિ ઉપશમભાવમાં હોઈ શકે જ નહીં, ક્ષયોપશમભાવે જ હોય. એ પ્રકૃતિ જો ઉપશમભાવે હોય તો આત્મા જડવત્ થઈ જાય; અને ક્રિયા પણ કરી શકે નહી; અથવા તો તેનાથી પ્રવર્તન પણ થઈ શકે નહીં. જ્ઞાનનું કામ જાણવાનું છે, દર્શનનું કામ દેખવાનું છે અને વીર્યનું કામ પ્રવર્તવાનું છે. વીર્ય
www.jainelibrary.org
Jain Education International
For Personal & Private Use Only