________________
૨૧૨
સ્વાધ્યાય સુધા (૧૩) મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ એના અભાવે અનુક્રમે યોગ સ્થિર થાય છે.
(૧૪) પૂર્વના અભ્યાસને લીધે જે ઝોકું આવી જાય છે તે પ્રમાદ'. (૧૫) યોગને આકર્ષણ કરનાર નહીં હોવાથી એની મેળે સ્થિર થાય છે. (૧૬) રાગ અને દ્વેષ એ આકર્ષણ.
(૧૭) સંક્ષેપમાં જ્ઞાનીનું એમ કહેવું છે કે પુદ્ગલથી ચૈતન્યનો વિયોગ કરાવવો છે; એટલ કે રાગદ્વેષથી આકર્ષણ મટાડવું છે.
(૧૮) અપ્રમત્ત થવાય ત્યાં સુધી જાગૃત જ રહેવાનું છે. (૧૯) જિનપૂજાદિ અપવાદમાર્ગ છે–પાત્રતા કેળવાય, મુક્ત ન થવાય.
(૨૦) મોહનીય કર્મ મનથી જિતાય, પણ વેદનીયકર્મ મનથી જિતાય નહીં; તીર્થકર આદિને પણ વેદવું પડે; ને બીજાના જેવું વસમું પણ લાગે. પરંતુ તેમાં (આત્મધર્મમાં) તેમના ઉપયોગની સ્થિરતા હોઈને નિર્જરા થાય છે, અને બીજાને (અજ્ઞાનીને) બંધ પડે છે. સુધા, તૃષા એ મોહનીય નહીં પણ વેદનીય કર્મ છે.
૧૧ થી ૨૦ - સરળપણે સમજાય તેમ છે તેથી વિશ્લેષણ કરેલ નથી. (૨૧) “જે પુમાન પરધન હરે, સો અપરાધી અજ્ઞ; જે અપનો ધન વિવહરે, સો ધનપતિ ધર્મજ્ઞ.”
- શ્રી બનારસીદાસ (સમયસાર નાટક મોક્ષ દ્વાર ૧૮) (પરધન=જડ, પરસમય. અપનો ધન=પોતાનું ધન, ચેતન, સ્વસમય. વિવહરે=વ્યવહાર કરે, વહેંચણ કરે, વિવેક કરે.)
શ્રી બનારસીદાસ એ આગ્રાના દશાશ્રીમાલી વાણિયા હતા.
જે વ્યક્તિ પરદ્રવ્યનું હરણ કરે છે, એટલે તેને પોતાના માને છે અને તેનો પરિગ્રહ કરે છે તે અપરાધી (ચોર) અને અજ્ઞાની કહેવાય છે. જે પોતાના-સ્વદ્રવ્યના ગુણો રૂપીધનને ભેગું કરે છે તે ધનવાન કહેવાય છે. એટલે કે આત્મા પોતે પુલકર્મનો સંગ્રહ કરતો નથી પણ સ્વઆત્માના ગુણોને પ્રગટાવે છે, તે સાચા અર્થમાં ધનપતિ કહેવાય છે એટલે કે આત્મસંપત્તિનો સંગ્રહ કરે છે અને કર્મરૂપી કચરાને આત્માના પ્રદેશો ઉપરથી ઉખાડીને પુદ્ગલને પાછા સોંપી દે છે.
(૨૨) “પ્રવચનસારોદ્વાર' ગ્રંથના ત્રીજા ભાગમાં જિનકલ્પનું વર્ણન કર્યું છે. એ ગ્રંથ શ્વેતાંબરી છે. તેમાં કહ્યું છે કે એ કલ્પ સાધનાર નીચેના ગુણોવાળો મહાત્મા હોવો જોઈએ :
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org