________________
સ્વાધ્યાય સુધા
૨૧૭
(૧૬) વેદનીય કર્મ એ નિર્જરારૂપે છે, પણ દવા ઈત્યાદિ તેમાંથી ભાગ પડાવી જાય.
(૧૭) જ્ઞાનીએ એમ કહ્યું છે કે આહાર લેતાંય દુઃખ થતું હોય અને છોડતાંય દુઃખ થતું હોય ત્યાં સંલેખના કરવી. તેમાં પણ અપવાદ હોય છે. જ્ઞાનીએ કાંઈ આત્મઘાત કરવાની ભલામણ કરી નથી.
(૧૮) જ્ઞાનીએ અનંત ઔષધિ અનંતા ગુણો સંયુક્ત જોઈ છે, પરંતુ મોત મટાડી શકે એવી ઔષધિ કોઈ જોવામાં આવી નહીં ! વૈદ્ય અને ઔષધિ એ નિમિત્તરૂપ છે.
(૧૯) બુદ્ધદેવને રોગ, દરિદ્રતા, વૃદ્ધાવસ્થા અને મોત એ ચાર બાબત ઉપરથી વૈરાગ્ય ઉત્પન્ન થયો હતો. ૧ થી ૧૯ સુધી સરળ છે અને સહેલાઈથી સમજાય તેમ છે તેથી વિશ્લેષણ કરેલ નથી.
૧૮. મોરબી, અષાડ વદ-૫, ભોમ, ૧૫૬ (૧) ચક્રવર્તીને ઉપદેશ કરવામાં આવે તો તે ઘડીકમાં રાજ્યનો ત્યાગ કરે. પણ ભિક્ષુકને | અનંત તૃષ્ણા હોવાથી તે પ્રકારનો ઉપદેશ તેને અસર કરે નહીં.
(૨) જો એક વખત આત્મામાં અંતવૃત્તિ સ્પર્શી જાય, તો અર્ધ પુલ પરાવર્તન રહે એમ તીર્થકરાદિએ કહ્યું છે. અંતવૃત્તિ જ્ઞાનથી થાય છે. અંતવૃત્તિ થયાનો આભાસ એની મેળે (સ્વભાવે જ) આત્મામાં થાય છે, અને તેમ થયાની ખાતરી પણ સ્વાભાવિક થાય છે. અર્થાત્ આત્મા “થરમોમિટર’ સમાન છે. તાવ હોવાની તેમ તાવ ઊતરી જવાની ખાતરી “થરમોમિટર’ | આપે છે. જો કે થરમૉમિટર તાવની આકૃતિ બતાવતું નથી, છતાં તેથી પ્રતીતિ થાય છે. તેમ | અંતવૃત્તિ થયાની આકૃતિ જણાતી નથી, છતાં અંતવૃત્તિ થઈ છે એમ આત્માને પ્રતીતિ થાય છે. ઔષધ કેવી રીતે તાવ ઉતારે છે તે કાંઈ બતાવતું નથી, છતાં ઔષધથી તાવ ખસી જાય છે, એમ પ્રતીતિ થાય છે; એ જ રીતે અંતવૃત્તિ થયાની એની મેળે જ પ્રતીતિ થાય છે. આ પ્રતીતિ તે પરિણામ પ્રતીતિ' છે.
(૩) વેદનીય કર્મ : વેદનીય કર્મની ઉદયમાન પ્રકૃતિમાં આત્મા હર્ષ ધરે છે, તો કેવા ભાવમાં આત્મા ભાવિત રહેવાથી તેમ થાય છે એ વિષે સ્વાત્માશ્રયી વિચારવા શ્રીમદે કહ્યું.
(૪) નિર્જરાનો અસંખ્યાતગુણો ઉત્તરોત્તર ક્રમ છે, સમ્યકદર્શન પામેલ નથી એવા મિથ્યાષ્ટિ જીવ કરતાં સમ્યકર્દષ્ટિ અસંખ્યાતગુણી નિર્જરા કરે છે.—એમ અસંખ્યાતગુણ નિર્જરાનો ચઢિયાતો ક્રમ ચૌદમાં ગુણસ્થાનક સુધી શ્રીમદે બતાવ્યો અને સ્વામી કાર્તિકની શીખ આપી.
૧-૪ – સરળ હોવાથી વિશ્લેષણ કર્યું નથી
(૫) તીર્થકરાદિને ગૃહસ્થાશ્રમમાં વર્તતાં છતાં “ગાઢ” અથવા “અવગાઢ' સમ્યકત્વ | હોય છે.
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org