Book Title: Swadhyaya Sudha
Author(s): Rasikbhai T Shah
Publisher: Raj Saubhag Satsang Mandal Sayla

View full book text
Previous | Next

Page 225
________________ ૨૧૬ સ્વાધ્યાય સુધા ૧૭. મારબી, અષાડ વદ-૪, સોમ, ૧૯૫૬ (૧) દિગમ્બરસંપ્રદાય એમ કહે છે કે આત્મામાં ‘કેવળજ્ઞાન' શક્તિરૂપે રહ્યું છે. (૨) શ્વેતામ્બરસંપ્રદાય કેવળજ્ઞાન સત્તારૂપે રહ્યાનું કહે છે. (૩) ‘શક્તિ’ શબ્દનો અર્થ ‘સત્તા’થી વધારે ગૌણ થાય છે. (૪) શક્તિરૂપે છે એટલે આવરણથી રોકાયું નથી, જેમ જેમ શક્તિ વધતી જાય એટલે તેના ઉપર જેમ જેમ પ્રયોગ થતા જાય, તેમ તેમ જ્ઞાન વિશુદ્ધ થતું જઈ કેવળજ્ઞાન પ્રગટ થાય. (૫) સત્તામાં એટલે આવરણમાં રહ્યું છે એમ કહેવાય. (૬) સત્તામાં કર્મપ્રકૃતિ હોય તે ઉદયમાં આવે એ શક્તિરૂપે ન કહેવાય. (૭) સત્તામાં કેવળજ્ઞાન હોય અને આવરણમાં ન હોય એમ ન બને. ‘ભગવતી આરાધના' જોશો. (૮) કાન્તિ, દીપ્તિ, શરીરનું વળવું, ખોરાકનું પાચન થવું, લોહીનું ફરવું, ઉપરના પ્રદેશોનું નીચે આવવું, નીચેનાનું ઉપર જવું (વિશેષ કારણથી સમુદ્ઘાતાદિ), રતાશ, તાવ આવવો એ બધી તૈજસ્ પરમાણુની ક્રિયાઓ છે. તેમ જ સામાન્ય રીતે આત્માના પ્રદેશો ઊંચાનીચા થયા કરે એટલે કંપાયમાન રહે તે પણ તૈજસ્ પરમાણુથી. (૯) કાર્મણશરીર તે જ સ્થળે આત્મપ્રદેશોને પોતાના આવરણના સ્વભાવ બતાવે. (૧૦) આત્માના આઠ રુચક પ્રદેશ પોતાનું સ્થાન ન બદલે. સામાન્ય રીતે સ્થૂલ નયથી એ આઠ પ્રદેશ નાભિના કહેવાય; સૂક્ષ્મપણે ત્યાં અસંખ્યાતા પ્રદેશ કહેવાય. (૧૧) એક પરમાણુ એકપ્રદેશી છતાં છ દિશાને સ્પર્શે. ચાર દિશા તથા એક ઊર્ધ્વ અને બીજી અધો એ મળી છ દિશા. (૧૨) નિયાણું એટલે નિદાન. (૧૩) આઠ કર્મ બધાં વેદનીય છે; કારણ કે બધાં વેદાય છે; પરંતુ લોકપ્રસિદ્ધ વેદવું થતું નહીં હોવાથી લોકપ્રસિદ્ધ વેદનીય કર્મ જુદું ગણ્યું છે. (૧૪) કાર્મણ, વૈજસ્, આહારક, વૈક્રિય અને ઔદારિક એ પાંચ શરીરનાં પરમાણુ એકનાં એક એટલે સરખાં છે; પરંતુ તે આત્માના પ્રયોગ પ્રમાણે પરિણમે છે. (૧૫) અમુક અમુક મગજમાંની નસો દાબવાથી ક્રોધ, હાસ્ય, ઘેલછા ઉત્પન્ન થાય છે. શરીરમાં મુખ્ય મુખ્ય સ્થળો જીભ, નાસિકા ઈત્યાદિ પ્રગટ જણાય છે તેથી માનીએ છીએ, પણ આવા સૂક્ષ્મ સ્થાનો પ્રગટ જણાતાં નથી એટલે માનતા નથી; પણ તે જરૂર છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242