________________
૨૧૮
સ્વાધ્યાય સુધા
- અહીંયા ગાઢ અને અવગાઢ પર્યાયવાચી શબ્દો રૂપે મૂક્યા છે. તીર્થકરના જીવ છે પૂર્વના ત્રીજા ભવથી ક્ષાયિક સમ્યક્દર્શન હોય છે. તેથી જન્મથી જ તે સાથે રહે છે.
(૬) “ગાઢ” અથવા “અવગાઢ' એક જ કહેવાય. (૭) કેવળીને “પરમાવગાઢ સમ્યકત્વ' હોય છે. (૮) ચોથે ગુણસ્થાનકે ગાઢ અથવા અવગાઢ સમ્યકત્વ હોય છે. (૯) ક્ષાયિક સમ્યકત્વ અથવા ગાઢ-અવગાઢ સમ્યકત્વ એકસરખું છે.
(૧૦) દેવ, ગુરુ, તત્ત્વ અથવા ધર્મ અથવા પરમાર્થને તપાસવાના ત્રણ પ્રકાર છે : (૧) કસ, (૨) છેદ અને (૩) તાપ. એમ ત્રણ પ્રકારે કસોટી થાય છે. સોનાની કસોટીને દષ્ટાંતે. (ધર્મબિંદુ ગ્રંથમાં છે.) પહેલાં અને બીજા પ્રકારે કોઈમાં મળતાપણું આવે, પરંતુ તાપની વિશુદ્ધ કસોટીએ શુદ્ધ જણાય તો તે દેવ, ગુરુ અને ધર્મ ખરા ગણાય.
૬ થી ૧૦ - સરળ સમજાય તેમ હોવાથી વિશ્લેષણ કરેલ નથી.
(૧૧) શિષ્યની જે ખામીઓ હોય છે તે જે ઉપદેશકના ધ્યાનમાં આવતી નથી તે ઉપદેશકર્તા ન સમજવો. આચાર્યો એવા જોઈએ કે શિષ્યનો અલ્પ દોષ પણ જાણી શકે અને તેનો યથાસમયે બોધ પણ આપી શકે.
ઉપદેશક કેવા જોઈએ તે વાત કહી છે.
(૧૨) સમ્યફદૃષ્ટિ ગૃહસ્થ એવા હોવા જોઈએ કે જેની પ્રતીતિ દુશ્મનો પણ કરે, એમ જ્ઞાનીઓએ કહ્યું છે. તાત્પર્ય કે એવા નિષ્કલંક ધર્મ પાળનારા હોવા જોઈએ.
સમ્યક્દર્શન પ્રગટ થયું છે એવા ગૃહસ્થનું બાહ્ય આચરણ પણ નિષ્કલંક રહેતું હોય તો દુશ્મનો પણ તેના પર પ્રતીતિ-વિશ્વાસ રાખે. એમ જે જ્ઞાનીઓએ કહ્યું છે તે સત્ય છે, સાચું છે. આવું વર્તન હોવું અગત્યનું છે. ૧૯.
- રા - (૧) અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાન વચ્ચે તફાવત.
અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાન સંબંધી “નંદીસૂત્રમાં જે વાંચવામાં આવેલ તેથી જુદા થયેલ અભિપ્રાય પ્રમાણે ‘ભગવતી આરાધનામાં વાંચવામાં આવ્યાનું શ્રીમદે જણાવ્યું. પહેલા (અવધિ) જ્ઞાનના કટકા થાય છે; હીયમાન ઇત્યાદિ ચોથે ગુણસ્થાનકે પણ હોઈ શકે; સ્થળ છે; એટલે મનના સ્થળ પર્યાય જાણી શકે; અને બીજાં (મન:પર્યવ) જ્ઞાન સ્વતંત્ર, ખાસ મનના પર્યાય સંબંધી શક્તિ વિશેષને લઈને એક જુદા તાલુકાની માફક છે; તે અખંડ છે; અપ્રમત્તને જ થઈ શકે, ઈત્યાદિ મુખ્ય તફાવત કહી બતાવ્યો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org